સુદઢ સંગઠન, સુશાસન અને નરેન્દ્રભાઈનું નેતૃત્વ...આ છે અમારા વિજયની ગુરુચાવી! -વિજય રૂપાણી
Chitralekha Gujarati|February 15, 2021
૨૦૧૯માં લોકસભાની ૨૬માંથી ૨૬ અને ૨૦૨૦માં વિધાનસભાની પેટા ચૂંટણીમાં આઠેઆઠ બેઠક પર વિજેતા થયેલો ભાજપ હવે ૨૦૨૧માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સજ્જ છે. આ ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય થશે એવો દાવો ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી કરી રહ્યા છે. એ કહે છે કે ભાજપનો વિજયરથ તો ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીથી પણ આગળ જવાનો છે.
જ્વલંત છાયા (ગાંધીનગર)

કોરોનાનો કપરો કાળ ગુજરાતમાં હવે સમાપ્ત થઈ રહ્યો હોવાના સંકેત મળી રહ્યા છે. અહીં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ચોપાટ મંડાઈ ચૂકી છે. છ મહાપાલિકા માટે ર૧ ફેબ્રુઆરીએ અને ૮૧ નગરપાલિકા, ૨૩૩ તાલુકા પંચાયત તથા ૩૧ જિલ્લા પંચાયતની બેઠકો માટે ૨૮ ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. કરફ્યુ, લોકડાઉન, માસ્ક, સારવાર અને હવે વેક્સિનેશન જેવી પ્રક્રિયામાં અડધું-પોણું વર્ષ વીત્યા પછી ચૂંટણી આંગણે આવીને ઊભી છે.

૨૦૧૫માં આનંદીબહેન પટેલ મુખ્ય મંત્રી હતાં ત્યારે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ઘણી પીછેહઠ સહન કરવી પડી હતી. પાટીદાર અનામત આંદોલનની થોડી અસર હતી. જો કે પછી વિશ્લેષકોએ ભાજપને એવો અહેવાલ પણ આપ્યો હતો કે માત્ર પાટીદાર આંદોલન કે હાર્દિક પટેલને કારણે આ પરિણામ નહોતું આવ્યું. વહીવટી શિથિલતા, ખેડૂત અને ગ્રામ્ય વિસ્તારલક્ષી નિર્ણયોમાં વિલંબ જેવી અનેક બાબતોને લીધે ૨૦૧૫માં ભાજપે એવું પરિણામ જોવાનો વારો આવ્યો હતો.

એ સમયે શહેરી વિસ્તાર એટલે કે નગરપાલિકા, મહાપાલિકા વિસ્તારમાં તો ભાજપની લાજ રહી ગઈ હતી, પરંતુ ૩૧ જિલ્લા પંચાયતમાંથી ર૩માં અને ૨૩૧ તાલુકા પંચાયતમાંથી ૧૩રમાં કોંગ્રેસના પંજાએ કબજો જમાવ્યો હતો.

આજની સ્થિતિ અલગ છે. ભાજપ પાસે કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલાં કામોનું સરવૈયું છે. કોરોના કાળ દરમિયાન માસ્ક માટે લેવામાં આવેલો દંડ, ઈ-મેમો, રાજકીય રેલી-સભામાં માસ્કના નિયમનો ભંગ એવી વાત સિવાય કોઈ વિશેષ મુદ્દો ચૂંટણીમાં દેખાતો નથી. પેટ્રોલના ભાવે, વગેરે પણ ચર્ચામાં છે, જેની ચૂંટણીના મતદાન પર કેવી અને કેટલી અસર થશે એ પ્રશ્ન છે. ભાજપના વિરોધીઓ પણ કબૂલે છે કે છેલ્લાં અમુક વર્ષોમાં કામ તો થયાં છે.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સિવાય ત્રીજા કોઈ પક્ષને જનતા સ્વીકારતી નથી એવી જૂની વાસ્તવિક્તા વચ્ચે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે તો હૈદરાબાદવાળા અસાદુદ્દીન ઓવેસીનો પક્ષ પણ મુસ્લિમ મત પર નજર નાખી ગુજરાતના રાજકારણમાં પગ પખાળવા આવ્યો છે. એ વચ્ચે ચિત્રલેખા મળે છે ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીને. વિજયભાઈ મુખ્ય મંત્રી બન્યા પછી સ્થાનિક સ્વરાજ્યની આ પ્રથમ ચૂંટણી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલાં કામ, પક્ષનું સક્ષમ સંગઠન અને નરેન્દ્રભાઈ મોદી જેવું મોટું નેતૃત્વ એ ત્રણેયના સમન્વયથી ભાજપ ભારે બહુમતીએ વિજય પ્રાપ્ત કરશે એવો એમનો દાવો છે. પ્રસ્તુત છે એ મુલાકાતના અંશ...

ચિત્રલેખા :સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી કયા મુવી પર લડાશે?

વિજય રૂપાણી: આ વખતની ચૂંટણી વિકાસના મુદ્દે જ લડાશે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈના નેતૃત્વ નીચે ભારત સરકાર જે રીતે દેશનો વિકાસ કરી રહી છે એ જનતા સ્પષ્ટ જોઈ રહી છે. ગુજરાતમાં પણ ભાજપ સરકાર એ જ દિશામાં કામ કરી રહી છે. એ જોતાં આપણા પોતાના ગામનો વિકાસ ભાજપ જ કરી શકશે એવી શ્રદ્ધા લોકોમાં દઢ બની રહી છે. કોંગ્રેસને જ્યારે જ્યારે તક મળી ત્યારે પ્રજાના પ્રશ્ન હલ ન થયા. ન શહેરોનો વિકાસ બરાબર થયો એટલે જનતા નવો અનુભવ કરવા માગતી નથી. ચૂંટણીમાં મુદ્દા છે તો પણ પોઝિટિવ જ છે. અમારો કાર્યકર કૉલર ઊંચો રાખીને ફરી શકે એમ છે. ગુજરાત મક્કમ, ભાજપ સાથે અડીખમ એ સૂત્ર સાથે અમે આગળ વધી રહ્યા છીએ.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All

પ્રામાણિકતાનું વસ્ત્રાહરણ

માણસનો સ્વભાવ વિલક્ષણ છે. ક્યારેક બે માકડા એવા મળે કે માનવતાની પ્રતિષ્ઠા થાય. ક્યારેક બે છેડા એવા વિખૂટા પડે કે ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ જેવો વિરોધાભાસ રચાય.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

સ્વીટ, તાજગીસભર આજની આપણી વાત...

કોવિડ-૧૯ના કેસમાં ફરી એક વાર આવેલા ઉછાળાને લીધે સિનેમાઘરમાં નવી ફિલ્મોની રિલીઝ ફરી એક વાર લથડી શકે છે, પણ ઓટીટી મંચ પર એક પછી એક મનોરંજન, જેમ કે વીતેલા વીકએન્ડમાં ઓકે કમ્યુટ (ડિઝની હૉટસ્ટાર) એન્ટ્રી મારી. ૪૦-૪૦ મિનિટના છે એપિસોડ્યવાળી ફ્યુચરિસ્ટિક ભારતની વાત કરે છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

નારીવાદ કરતાં વધુ વહાલો માનવતાવાદ વિશ્વવિખ્યાત હીરાની પેઢીના પારિવારિક ટ્રસ્ટ દ્વારા ચાલતી શાળાઓના સંચાલનમાં સક્રિય એવી આ યુવતીને લાવવું છે શિક્ષણ પ્રથમ આમૂલ પરિવર્તન. કોરોના કાળમાં ભણતરના પડકાર અને એમાંથી ખૂલેલા ઑનલાઈન એજ્યુકેશનના વિકલ્પ માટે પણ એ બહુ આશાવાદી છે.ફ્સસલ બકીલી

દાયકાઓ પહેલાં સૌરાષ્ટ્રથી આશરે ૧૫ KI લાખ લોકો રોજી-રોટી માટે સુરત આવ્યા ત્યારે પોતાની સાથે કાઠિયાવાડી સંસ્કૃતિ અને બોલી પણ લાવેલા, જેનું જતન એમણે બખૂબી કર્યું. એમાંથી મોટા ભાગના તો સુરતમાં જ વસી ગયા. હવે સુરત જ એમનું કાયમી સરનામું છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

નાણાકીય વર્ષનો આરંભઃ સમય વર્તીને ચાલજો...

આ વરસે જીડીપી ગ્રોથ રેટ પોઝિટિવ થઈને દસથી ૧૨ ટકા આસપાસ પહોંચી જવાની આશા વ્યક્ત થઈ રહી છે. કંપનીઓનાં ક્વાર્ટરલી પરિણામ સુધારાતરફી બનતાં જાય છે. ડિમાન્ડ અને વપરાશને કરન્ટ મળવો શરૂ થયો છે. જીએસટી ક્લેક્શન ફરી મહિને એક લાખ કરોડ ઉપર જવા લાગ્યું છે. જો કે અત્યારે સૌથી મોટું અને અનિશ્ચિત જોખમ કોરોનાનું છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

ગાય, બાઈ ને ભાઈ

મુંબઈમાં સની લિયોની નામનાં બહેન ફિલ્મોમાં એક્ટિંગ કરે છે અને ત્યાં તામિલનાડુમાં ડિડિગલ લિયોની નામના ભાઈ રાજકીય સભાઓમાં અફલાતૂન એકિટંગ કરી જાણે છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

એક જહાજ ખરાબે ચડ્યું અને અટકી પડ્યો દુનિયાનો વેપાર

વિશ્વવેપારની ધોરી નસ ગણાતી સાંકડી સુએઝ કેનાલમાંથી મસમોટાં જહાજો પસાર કરાવવા સામે નિષ્ણાતો અગાઉ પણ ચેતવી ચૂક્યા છે. આ વ્યુહાત્મક દરિયાઈ માર્ગ વર્ષોથી પૂર્વ અને પશ્ચિમનાં રાષ્ટ્રોને જોડતો રહ્યો છે તો બીજી તરફ, આ ખૂબ મહત્ત્વનો રૂટ સતત વિવાદમાં પણ રહ્યો છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

અનામતની લક્ષ્મણરેખા

આઝાદી સાથે કે એ પછીના ટૂંકા ગાળામાં દેશ સામે જે પ્રશ્ન આવીને ઊભા રહ્યા એમાંથી એક હતો અનામત એટલે કે સરકારી નોકરી, ધારાસભા તથા શૈક્ષણિક સંસ્થામાં અમુક વર્ગના લોકો માટે રિઝર્વેશનનો.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

નજર રાખો આ દર્પણ જેવી!

લક્ષ્ય હાંસલ કરવા માટે શારીરિક ક્ષતિ પ્રગતિના માર્ગે આડે આવતી નથી. એક વખત માણસ એની મંજિલ ઠેરવી લે તો એને કોઈ રોકી ન શકે. વડોદરાનો યુવાન દર્પણ ઈનાની દૃષ્ટિહીન છે. કિશોરાવસ્થામાં જ એણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું નક્કી કર્યું હતું. એ યુવકે આજે પોતાનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

ચૈત્રી નોરતાંનું અનુષ્ઠાન... ચાલો, ગિરનાર

વિશ્વના સૌથી લાંબા અને મોટા નૃત્યોત્સવ તરીકે આપણે સૌ આસો માસની નવરાત્રિને ઊજવીએ છીએ અને માતાજીના ગરબાની સાથે પ્રાચીન–અર્વાચીન ગરબી દ્વારા આદ્યશક્તિની આરાધના કરીએ છે. જો કે આપણા અમુક પ્રાચીન ધર્મગ્રંથોમાં ભક્તિ અને શક્તિના સમન્વયના ઉત્તમ પર્વ તરીકે ચૈત્રી નવરાત્રિનો ઉલ્લેખ છે. માતાજીનાં અનુષ્ઠાન અને આરાધના માટે ચૈત્રી નોરતાં ધાર્મિક રીતે વધુ મહત્ત્વ ધરાવે છે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021

ગોમતીમાં ગંદકીઃ મહેનત પર લીલ અને વેલ ફરી વળે છે...

જય રણછોડ...ના નારા સાથે ધોળી ધજાઓ લઈ રણછોડરાયના દર્શનાર્થે હજારો લોકો યાત્રાધામ ડાકોર જતા હોય છે. માન્યતા પ્રમાણે મોટાં તીર્થસ્થાનોની યાત્રા કરીને આવ્યા પછી પણ ઘણા લોકો ડાકોરના દર્શનાર્થે અવશ્ય જાય. એમાંય હોળી-ધુળેટી પર્વ આવે એટલે ડાકોર તરફ જતા તમામ માર્ગો પર પગપાળા સંઘો જોવા મળે.

1 min read
Chitralekha Gujarati
April 12, 2021
RELATED STORIES

$1,400 STIMULUS CHECKS HELPED MARCH RETAIL SALES SOAR 9.8%

Newly vaccinated and armed with $1,400 stimulus checks, Americans went on a spending spree last month, buying new clothes and going out to eat again.

2 mins read
Techlife News
Techlife News #494

BIG-BUSINESS PUSHBACK AGAINST VOTING MEASURES GAINS MOMENTUM

Big business has ratcheted up its objections to proposals that would make it harder to vote, with several hundred companies and executives signing a new statement opposing “any discriminatory legislation.”

4 mins read
Techlife News
Techlife News #494

THE DISABLED HOPE THEIR OSCAR MOMENT CAN BECOME A MOVEMENT

Right down to its production design, the Oscars have not always felt like the most welcoming place for the disabled.

5 mins read
Techlife News
Techlife News #494

A $1.2 BILLION LOSS FOR DELTA, BUT RECOVERY IS ON THE RADAR

Delta Air Lines lost $1.2 billion in the first quarter, more than expected, but executives said Thursday that the airline could be profitable by late summer if the budding recovery in air travel continues.

3 mins read
Techlife News
Techlife News #494

USERS COULD SOON HIDE ‘LIKE' COUNTS ON INSTAGRAM, FACEBOOK

The tiny red hearts that appear under Instagram photos of kids, kittens and sandwiches can be a source of stress for many users, an insidious way of measuring self-worth and popularity.

1 min read
Techlife News
Techlife News #494

DRIVERS WANTED: RECORD DEMAND AT UBER AS VACCINATIONS RISE

Uber is offering sign-up bonuses and other incentives for drivers as it faces record demand for rides and meal delivery.

2 mins read
Techlife News
Techlife News #494

US RECOMMENDS ‘PAUSE' FOR J&J SHOTS IN BLOW TO VACCINE DRIVE

The U.S. recommended a “pause” in use of the single-dose Johnson & Johnson COVID-19 vaccine to investigate reports of rare but potentially dangerous blood clots, setting off a chain reaction worldwide and dealing a setback to the global vaccination campaign.

5 mins read
Techlife News
Techlife News #494

COINBASE SOARS IN MARKET DEBUT, VALUED NEAR $86 BILLION

Coinbase made a rousing debut on Wall Street Wednesday, with shares of the digital currency exchange rising as high as $429, briefly giving it a market value over $100 billion.

3 mins read
Techlife News
Techlife News #494

GOOGLE EARTH ADDS TIME LAPSE VIDEO TO DEPICT CLIMATE CHANGE

The Google Earth app is adding a new video feature that draws upon nearly four decades of satellite imagery to vividly illustrate how climate change has affected glaciers, beaches, forests and other places around the world.

2 mins read
Techlife News
Techlife News #494

The Food Fight in Fake Meat

Beyond Meat was an early leader. But rival Impossible Foods and others want to eat its lunch

6 mins read
Bloomberg Businessweek
April 19, 2021