વોકેથોનની સીમા અર્ચના માટે સીમારહિત ઉડાન બની ગઈ
ABHIYAAN|July 24, 2021
આપણે ત્યાં એમ કહેવાય છે કે સ્ત્રીનાં લગ્ન થાય એટલે સપના ભગ્ન થાય, પણ જો લગ્ન બાદ સ્ત્રીના સપનાને સાકાર કરવાની તક મળે તો એને શું કહેવાય! એને કહેવાય, અર્ચના સરદાના. અર્ચના સરદાના એવી મહિલા છે જેને લગ્ન બાદ જીવનની કેડી કંડારવાની તક સાંપડી. દરેક મહિલા અર્ચના સરદાના જેટલી ખુશકિસ્મત નથી હોતી, પણ અર્ચના એ દરેક સ્ત્રી માટે પ્રેરણા છે, જે જીવનમાં કશુંક કરવાની, કશુંક બનવાની ખેવના રાખે છે.
હેતલ ભટ્ટ

અર્ચના સરદાના ભારતની પહેલી મહિલા સ્કૂબા ડાઇવર ટ્રેનર અને સિવિલયન બેઝ જમ્પર છે. જે મહિલાસ્વિમિંગનો સ પણ ન જાણતી હોય એ પોતાની હોશ અને હિંમતના પ્રતાપે શ્રેષ્ઠ સ્કૂબા ડાઇવર ઇન્સ્ટ્રક્ટર બને એ નાનીસૂની વાત નથી અને એથી પણ વિશેષ સ્કાય ડાઇવિંગને મળતું આવતું પણ સૌથી જોખમી એડવેન્ચરોમાં મોખરાનું સ્થાન ધરાવતા બેઝ જમ્પિંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરનારી પહેલી ભારતીય મહિલા અર્ચના સરદાના છે. જમ્મુમાં જન્મેલી અને કાશ્મીરમાં ઉછરેલી અર્ચનાનું જીવન અન્ય યુવતીઓ જેવું નહોતું. અર્ચનાનું કહેવું છે કે, લોકો માટે ભલે કાશ્મીર દુનિયાનું સૌથી સુંદર સ્થળ હોય, પરંતુ ત્યાંના રહેવાસીઓ માટે સૌથી જોખમી સ્થળ છે અને તેમાંય ખાસ કરીને યુવતીઓ માટે. જમ્મુ-કાશ્મીરની યુવતીઓને સપના સાથે ભાગ્યે જ કોઈ નિસ્બત હોય છે. તેઓ સપના શબ્દ સાંભળીને નહીં, પણ સુરક્ષા શબ્દ સાંભળીને અને ધ્યાને રાખીને ઉછરતી હોય છે.

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM ABHIYAANView All

૫. બંગાળમાં પેટા ચૂંટણી ચૂંટણી પંચ શંકાથી પર બન્યું

પશ્ચિમ બંગાળમાં પેટા ચૂંટણીની જાહેરાત દ્વારા ચૂંટણી પંચે ફરી એક વાર તેની નિષ્પક્ષતા પુરવાર કરી છે.

1 min read
ABHIYAAN
September 18, 2021

દેવી પૂજાય છે, સાથે કલા પણ પૂજાય છે!

આ શરદ ઋતુમાં કુટિર શિલ્પને પ્રોત્સાહન મળશે. તાજેતરમાં બે અલગ ક્ષેત્રના શિલ્પીઓને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કારો વસ્ત્ર મંત્રાલય દ્વારા ઘોષિત થયા.

1 min read
ABHIYAAN
September 18, 2021

ટ્રેન: પાટા પર સરકતું અજગરી આશ્ચર્ય

માણસોને ટ્રેન આટલી બધી કેમ ગમે છે એ પ્રશ્ન એકથી વધારે લોકો પૂછતાં રહે છે. ઇન્ટરનેટ પર એક યુઝર જવાબ આપે છે ટ્રેન કોઈ શ્વાસ લેતા અને છોડતા જીવંત પ્રાણી જેવી ભાસતી હોવાથી એ આપણને અત્યંત પસંદ પડે છે. ટ્રેન અતીત, વર્તમાન અને ભવિષ્યનું પાવરહાઉસ છે. શક્તિ, ઝડપ અને ઇચ્છાઓનું જ એક જબરદસ્ત પૅકેજ.

1 min read
ABHIYAAN
September 18, 2021

ભારત-અફઘાન સંબંધમાં તાલિબાની અધ્યાય કેવો હશે?

અફઘાનિસ્તાન વિશે પોતાનું ડૉક્ટરેટ કરી ચૂકેલા પ્રા. શાંતિ મૅરિયટ ડિસૂઝા કહે છે, 'ભારત પાસે બે માર્ગ છે. એક કે તે અફઘાનમાં રહે અથવા તો પછી બધું બંધ કરીને '૯૦ના દાયકાવાળી ભૂમિકામાં આવી જાય.

1 min read
ABHIYAAN
September 18, 2021

જીવસેવા એ જ શિવસેવાને સાર્થક કરતાં શિક્ષક દંપતીની અનોખી પહેલ

શ્રાવણ માસની શરૂઆત થાય એટલે નિયમિત મંદિર નહીં જનાર વ્યક્તિ પણ પ્રભુ શિવની આરાધના કરે છે અને તેમના પર દૂધનો અભિષેક કરવામાં આવે છે. જ્યારે શિવલિંગ પર દૂધ ચઢાવાય છે ત્યારે એવો વિચાર સુધ્ધાં પણ કોઈ કરતું નથી કે આ દૂધ ક્યાં જઈ રહ્યું છે. કદાચ તેનો નિકાલ નાળામાં પણ થતો હોય. દૂધના આ વ્યર્થ ઉપયોગને ટાળવામાં આવે અને તેને યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં આવે એવી સેવા ચરોતરના એક દંપતીએ કરી છે.

1 min read
ABHIYAAN
September 18, 2021

કચ્છમાં પર્યાવરણના ભોગે ગ્રીન એનર્જી મેળવવાનો વ્યાયામ

નખત્રાણા તાલુકાના નાનકડા સાંગનારા ગામની સીમ અને નજીકના જંગલમાં પવનચક્કી ઊભી કરવાનો ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો છે. લોકોએ હુંકાર કર્યો છે કે, અમારો જાન ભલે જાય, પરંતુ અહીં પવનચક્કીઓ ઊભી કરવા નહીં દઈએ. આવી જ સ્થિતિ અનેક ગામોની છે, પરંતુ પૈસા અને સત્તાના જોરે વિરોધ ડામી દેવાતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

1 min read
ABHIYAAN
September 18, 2021

અઘાનિસ્તાન ક્યા માર્ગે?

તાલિબાનની વાસ્તવિક સરકાર રચાઈ ગયા પછી પણ જો તેમનાં વિવિધ આંતરિક જૂથો વચ્ચે સત્તા સંતુલન નહીં જળવાય તો તાલિબાનો વચ્ચે જ આંતરિક સંઘર્ષ છેડાવાની દહેશત રહે છે. આખરે તો એ બધા અફઘાનિસ્તાન પર વર્ચસ્વ સ્થાપિત કરવા લડતા હતા. એ બધાં જૂથોના નેતાઓની મહત્ત્વાકાંક્ષા અંતહીન છે.

1 min read
ABHIYAAN
September 18, 2021

હવે કચ્છના સીમાડાનું રખોપું કરશે ઝૂલેલાલ

પશ્ચિમ કચ્છના છેવાડે આવેલા નારાયણ સરોવરની સામે આકાર પામી રહ્યું છે, સિંધી સમાજના આરાધ્ય ભગવાન ઝૂલેલાલનું વિશ્વનું સૌ પ્રથમ, વિશાળ તીર્થધામ. દેશના ભાગલા વખતે પોતાનું વતન સિંધ છોડીને ભારતમાં આવેલા સિંધીઓ ૭૨ એકર જમીનમાં સો કરોડના ખર્ચે પોતાના આસ્થાના ધામનું સર્જન કરી રહ્યા છે. પ્રથમ તબક્કામાં નાનું મંદિર યાર થઈ ગયું છે. નજીકના ભવિષ્યમાં અહીં વિશાળ મંદિર, મ્યુઝિયમ, કલ્ચરલ સેન્ટર, ડિટોરિયમ, અતિથિગૃહ સહિતની સગવડતાઓ ઊભી કરાશે. અહીં સો ફૂટ ઊંચી ઝૂલેલાલની મૂર્તિ મૂકવાનું પણ આયોજન છે.

1 min read
ABHIYAAN
September 11, 2021

ટોક્યો પેરાલિમ્પિકમાં પણ ભારતીય ખેલાડીઓનો દબદબો : નવા કીર્તિમાન

પેરાલિમ્પિક જન્મજાત શારીરિક ખોડખાંપણ ધરાવતા કે આકસ્મિક રીતે અકસ્માતનો ભોગ બનીને કોઈ શારીરિક અંગને ભારે ઈજા પહોંચી હોય એવા વિશિષ્ટ ખેલાડીઓ, જેને હવે દિવ્યાંગ તરીકે ઓળખીએ છીએ, એમના માટે યોજાતો ઑલિમ્પિક રમતોત્સવ છે. નિરંતર તાલીમને પરિણામે જીવનમાં કંઈક કરી બતાવવાના જોમ ને જુસ્સા સાથે આવા ખેલાડીઓ સમાજમાં બીજા લો ને પણ પ્રેરણા આપે એ માટે આવા રમતોત્સવ યોજાતા હોય છે.

1 min read
ABHIYAAN
September 11, 2021

કિન્નર પુષ્પાની કેફિયત -'મારા છેલ્લા શ્વાસ સુધી હું શ્રીકૃષ્ણ માટે જ શૃંગાર કરીશ'

વર્ષ ૨૦૧૫માં હું પીઠાધિશ્વર બની ત્યારે હું મારા માટે શૃંગાર કરવા લાગી અને એ જ દિવસોમાં અચાનક મને એક સપનું આવ્યું. મેં સપનામાં જોયું કે હું પાલખીમાં બેસીને દુલ્હનની જેમ તૈયાર થઈને શ્રીકૃષ્ણના મંદિરમાં જઈ રહી છું. હું પાલખીમાંથી ઊતરીને મંદિરમાં શ્રીકૃષ્ણની સમીપ જઉં છું અને તેમને પોતાના પતિ તરીકે સ્વીકારું છું. એ દિવસ પછી મેં શ્રીકૃષ્ણને મારા પતિ માની લીધા અને હું તેમના માટે શૃંગાર કરવા લાગી. જ્યારે કિન્નર અખાડાએ મને મહામંડલેશ્વર બનાવ્યો ત્યાર પછી પણ મેં શૃંગાર કરવાનું બંધ નથી કર્યું. મેં સપનામાં જેવું જોયું હતું, હું એવી રીતે જ મારા લગ્ન કરીશ. મારા ઘરેથી તૈયાર થઈને પાલખીમાં બેસીને શ્રીકૃષ્ણ મંદિર જઈશ. તેમની સામે તેમની પ્રતિમા મારા હાથમાં લઈને સાત ફેરા ફરીને વિવાહના બંધનમાં બંધાઈશ.

1 min read
ABHIYAAN
September 11, 2021