Poging GOUD - Vrij
ગાંધી સંસ્મરણોનો ખજાનો ધારણ કરે
Chitralekha Gujarati
|February 09, 2026
અમદાવાદના ‘સત્યાગ્રહ આશ્રમ’માં હેરિટેજ ઈમારતોની જાળવણીના પ્રથમ ચરણમાં અતિથિગૃહ અને કુટિરનું મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે જાણીએ આ ઐતિહાસિક સ્થાપત્યની થઈ રહેલી કાયાપલટ વિશે.
એક નાનીસી ઓરડીની ઓળખ માટે બે નામ હોય ખરાં? એ પણ પારિવારિક ન હોય એમનાં.
આવી એક જગા અમદાવાદમાં છે. અહીં તકતી પર બે નામ વંચાય. જી હા, ઘર એક, નામ બે! એ સ્થળ અને બન્ને પાત્ર પણ ઐતિહાસિક છે. તકતી પર લખ્યું છેઃ વિનોબા કુટિર અને મીરા કુટિર. આ કુટિર છે અમદાવાદના જગવિખ્યાત સાબરમતી આશ્રમમાં.
વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં સત્યાગ્રહ (સાબરમતી કે ગાંધી) આશ્રમનું ઐતિહાસિક દૃષ્ટિએ અદકેરું મહત્ત્વ છે. સાબરમતીના તીરે સાતેક એકરમાં બનેલા આશ્રમનું સંચાલન સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ કરે છે. અહીં બે પ્રવેશદ્વાર પર બે એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) કૅમેરા તથા ૧૩૫ સીસીટીવી કૅમેરા છે. ગયા વર્ષે આશ્રમની સાડા આઠ લાખ લોકોએ મુલાકાત લીધી.
વર્ષો સુધી ગાંધીજીનું ‘ઘર' બની રહેલા સાબરમતી આશ્રમની મરામતના પહેલા તબક્કામાં વિનોબા કુટિર-મીરા કુટિરનું સમારકામ પૂર્ણ થયું. આઝાદી બાદ આ જ કુટિરમાં | રંગ અવધૂતજીએ સાધના કરી હતી.ટ્રસ્ટના ઍરપર્સન કાર્તિકેય સારાભાઈ ચિત્રલેખાને કહે છે: ‘આશ્રમમાં ૬૧ જેટલી ઐતિહાસિક અને હેરિટેજ ઈમારત છે. એમાં હૃદયકુંજ, વિનોબા કુટિર-મીરા કુટિર, નંદિની અતિથિગૃહ, પ્રાર્થનાભૂમિ (ઉપાસના મંદિર), મગન નિવાસ, વગેરેનો સમાવેશ થાય છે. અમુક ઈમારત આશ્રમની સામેની બાજુએ આવેલી છે.’ સ્વાભાવિકપણે ઈમારતોને સમય અને વાતાવરણથી ઠીક ઠીક ઘસારો પહોંચ્યો. જો કે આશ્રમ સંચાલન ટ્રસ્ટે સમયે સમયે સફાઈ, ઊધઈ ટ્રીટમેન્ટ અને લાકડાં પર રંગ કરાવ્યાં. પૂરતી કાળજી લીધી, છતાંય ઐતિહાસિક ઈમારત માટે અમુક જગાએ સમારકામ જરૂરી બન્યું.
છે નવી સજાવટ
સમારકામ થયું અને નવું પ્રદર્શનસ્થળ પણ બન્યું.

Dit verhaal komt uit de February 09, 2026-editie van Chitralekha Gujarati.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Chitralekha Gujarati
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Listen
Translate
Change font size

