Poging GOUD - Vrij
ડ્રીમલાઈનર વિમાને રોળ્યાં સેંકડો સપનાં...
Chitralekha Gujarati
|June 30, 2025
પ્લેન તો ઊડ્યું, પણ જમીન છોડ્યા પછીની ૪૨ સેકન્ડમાં જ ભભૂકતી નિરાશાના એક મૌન વિસ્ફોટમાં ફેરવાઈ ગયું. એ દિવસે લંડન જતી એ ફ્લાઈટ સાથે માત્ર પેસેન્જર્સ જ નહીં, અનેક પરિવારનાં સપનાં, સંબંધોનાં વચનો, જીવનભરની મકસદ પણ ગગનમાં ઊડીને ભસ્મ થઈ ગઈ. કોઈના વિવાહ હતા, કોઈની કરિયર શરૂ થવાની હતી, તો કોઈ ઘરે પાછા ફરીને પિતૃત્વ માણવા ઈચ્છતું હતું. વિમાનીના છેલ્લા શબ્દો હતાઃ ‘થ્રસ્ટ નૉટ અચીવ્ડ ફૉલિંગ.' જાણે એ અવાજે સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો. અમદાવાદની સિવિલ હૉસ્પિટલના ‘અતુલ્યમ’ સંકુલની ઈમારત પર ફસડાઈ પડેલા વિમાને કુદરતની ક્રૂરતાને ફરી એક વાર સાબિત કરી. આ દુર્ઘટના માત્ર અહેવાલ નથી, એ અસંખ્ય અધૂરાં રહેલાં જીવનની કફનયાત્રા છે.
રેડી ફોર ડિપાર્ચર...
ગુરુવાર, ૧૨ જૂનની બપોરે એક ને આડત્રીસ મિનિટે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના આશરે ૩૫૦૦ મીટર લાંબા રનવેના છેડે ઊભેલા ઍર ઈન્ડિયાના વિમાનના કૅપ્ટન સુમિત સબરવાલ અને એના સાથી પાઈલટ કલાઈવ કુન્દરે કૉકપીટમાં ફ્લાઈટ શરૂ કરતાં પહેલાંની બધી તૈયારી પૂર્ણ થઈ હોવાની ખાતરી કરી લીધી. વિમાનમાં બિઝનેસ અને ઈકોનોમી ક્લાસની મળીને કુલ ૨૫૬ સીટ સામે ૨૩૦ પેસેન્જર્સ હતા. બે પાઈલટ અને દસ ઍર હૉસ્ટેસ-સ્ટુઅર્ટ ગણો તો થયા ૨૪૨.
બહાર તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસ દેખાડતો હતો. બહુ ગરમી હોય તો હવાની ઘનતા ઓછી હોય અને એવી પાતળી હવામાં વિમાન ઊંચકવા માટે જે બળ (થ્રસ્ટ) જરૂરી હોય એ ન મળે. એમાંય આ વિમાન તો અમદાવાદથી સીધું લંડનના ગેટવિક ઍરપોર્ટ જવાનું હતું. આશરે નવ કલાકની ફ્લાઈટ હતી એટલે વિમાનમાં સવા લાખ લિટર જેટલું ઈંધણ (Jet A અથવા Jet A-1 તરીકે ઓળખાતું ઍવિયેશન ટર્બાઈન ફ્યુઅલ/સ્પેશિયલાઈઝ્ડ કેરોસીન) હતું. આ જ કારણ હતું કે ઠાંસોઠાંસ ઈંધણ ભરેલા પ્લેનને પૂરતો ધક્કો કે બળ મળે એ માટે પાઈલટે રનવેની પૂરેપૂરી લંબાઈનો ઉપયોગ કરવાનું ઠેરવ્યું. વિમાન રનવે પર જેટલું લાંબે સુધી દોડે એટલું એને લિફ્ટ કરવા (ઊંચકવા)નું આસાન રહે.ઍર ટ્રાફિક કન્ટ્રોલ પાસેથી મંજૂરી મળી એટલે માઈક્રોફોન પર રેડી ફૉર ડિપાર્ચરની ઘોષણા કરી અને અમદાવાદથી લંડન ગેટવિકની ફ્લાઈટ રનવે પર સરકવા લાગી. પાઈલટે સ્પીડ વધારી અને થોડી ક્ષણમાં ઍર ઈન્ડિયાનું ડ્રીમલાઈનર વિમાન હવામાં ઊંચકાયું.
પાતળી હવાને કારણે વિમાનને ઊંચકાવવામાં મદદ મળે એ માટે પાઈલટે અમદાવાદ ઍરપોર્ટના રનવેના એકદમ છેવાડેથી ટેક ઑ← લેવાનું નક્કી કર્યું. રનવે પરથી પ્લેન બરાબર ઊંચકાયું પણ ખરું, પરંતુ એ પછી ગણતરીની સેકન્ડમાં...Dit verhaal komt uit de June 30, 2025-editie van Chitralekha Gujarati.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Chitralekha Gujarati
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Listen
Translate
Change font size

