Facebook Pixel અમલસાડનાં ચીકુ એટલે તો મીઠાશનો દરિયો... | Chitralekha Gujarati - news - Lees dit verhaal op Magzter.com
Ga onbeperkt met Magzter GOLD

Ga onbeperkt met Magzter GOLD

Krijg onbeperkte toegang tot meer dan 9000 tijdschriften, kranten en Premium-verhalen voor slechts

$149.99
 
$74.99/Jaar

Poging GOUD - Vrij

અમલસાડનાં ચીકુ એટલે તો મીઠાશનો દરિયો...

Chitralekha Gujarati

|

May 05, 2025

નવસારી જિલ્લાના અમલસાડ વિસ્તારનાં અમલસાડી ચીકુને તાજેતરમાં ‘ભૌગોલિક માનાંકન’ અર્થાત્ (Geographical Indication-GI) ટૅગ મળ્યો છે. GI ટૅગ પ્રાપ્ત કરનાર દક્ષિણ ગુજરાતની આ પ્રથમ કૃષિપેદાશ. અગાઉ ગુજરાતના ભાલિયા ઘઉં, ગીરની કેસર કેરી અને કચ્છની ખારેક આ ટૅગ મેળવી ચૂકી છે. ચીકુની બાગાયતી ખેતીએ આ જિલ્લાના ખેડૂતોને આર્થિક લાભ અપાવ્યો જ, પણ સાથે ‘નવસારી કૃષિ યુનિવર્સિટી’એ એના સંશોધનમાં ખૂબ નામ કાઢ્યું છે.

અમલસાડનાં ચીકુ એટલે તો મીઠાશનો દરિયો...

કેસર, રાજાપુરી, લંગડો, જમાદાર, આસ, વગેરે કેરીની અનેક જાતનાં નામ વર્ષોથી લોકજીભે ચડ્યાં છે, પણ ચીકુની જાતનાં નામ કોઈ કહી શકશે? ઘણા કહેશે કે ચીકુ તો જાત-પાતથી પર છે!

ના, એવો જવાબ ન ચાલે. કાળી પત્તી, ભૂરી અને પીળી પત્તી, ક્રિકેટ બૉલ અથવા કોલકાતા સ્પેશિયલ, ઝૂમખિયા અને મોહનગુટી એવી ચીકુની અનેક જાત છે. જો કે ગ્રાહક અને કાછિયો માર્કેટમાં માત્ર ચીકુ નામે જ ખરીદ-વેચાણ કરે છે. હકીકતમાં ચીકુ માટે જાતતપાસની જરૂર નથી, કારણ કે ભારતીય માર્કેટમાં અને ખાસ કરીને ગુજરાતની બજારોમાં ૯૯ ટકા ચીકુ કાળી પત્તી જાતનાં છે. ગુજરાતમાં કાળી પત્તી જ ઉગાડાય છે.

imageરાજ્યમાં ચીકુનું હબ એટલે દક્ષિણ ગુજરાતનું અમલસાડ ગામ. નવસારી જિલ્લાના આ ગામનાં ચીકુને હવે GI (Geographical Indication) ટૅગ પણ મળી ગયો છે એટલે અમલસાડી ચીકુની ઓળખ હવે વૈશ્વિક પણ બનશે. અમલસાડી ચીકુ અને અમલસાડ ગામની ખાસ વાત જાણવા અમે તો અમલસાડ જ પહોંચી ગયા.

imageસુરતથી ૪૦ કિલોમીટર દૂર નવસારી વટાવીને પછીના ૨૦ કિલોમીટર જેટલો રસ્તો પસાર કરો એટલે અમલસાડ આવે, પણ એ પહેલાં રોડના બન્ને કિનારે હર્યાભર્યાં વૃક્ષો જોવાની મજા આવે. એમ તો નવસારી પહેલાં જ આંબાવાડી અને ચીકુવાડીનાં દર્શન થવા લાગે, પણ નવસારી બાદ આ બન્ને વાડીઓ ગાઢ થવા લાગે. કેરી અને ચીકુનાં લટકતાં ઝૂમખાં કોઈના પણ મોંમાં પાણી લાવી દે.

image

MEER VERHALEN VAN Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એમના વિરોધનું કારણ સમજો...

શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.

time to read

4 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આમાં કોનો વાંક છે?

હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?

time to read

2 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.

time to read

1 min

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિંહો ફરી રોગચાળાના સકંજામાં...

એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર

સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...

ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શું તમે ઓશિયાળા છો?

ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –

time to read

2 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?

સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત

અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.

time to read

1 min

15 June, 2026

Listen

Translate

Share

-
+

Change font size