Poging GOUD - Vrij
એક છોકરી ગમી છે...
Chitralekha Gujarati
|November 20-27, 2023 - Diwali
બેકારીથી કંટાળીને કવિ શુભમ્ પોતાની જ કવિતાઓ, પોતાના જ કાવ્યસંગ્રહો અને સાહિત્યનાં બીજાં પુસ્તકોની થપ્પી ડી એના પર ચઢી પંખા પર લટકવા છતો હતો ત્યાં હોન વાગ્યો. સામા છેડે કોલેજકાળની એની ગર્લફ્રેન્ડ અમીનો રેશમી અવાજ સંભળાયો. શુભમે હાલપૂરતો આત્મહત્યાનો પ્લાન પડતો મૂકી અમી પર કૉન્સન્ટ્રેટ કર્યું..
એંક જમાનામાં કૉલેજની છોકરીઓને યુવા-કિવ શુભમ્ અને એની કવિતા બહુ ગમતી, પણ પછી એ ગુજ્જુ છોકરીઓને કવિ કે કવિતા કરતાં પૈસા વધારે ગમવા માંડ્યા એટલે એ બધી પૈસાવાળાને પરણી ગઈ.
અને આજે ૩૦ વરસનો કુંવારો વિ શુભમ્ ક્યારેક જાહેરાત લખીને કે મુશાયરામાં મળતાં કવર (પુરસ્કાર) પર માંડ જીવી જતો. પ્રેમાળ કવિની લાગણીઓ અવારનવાર ભડકી ઊઠતી, પણ ખિસ્સામાં તો હંમેશાં ઠંડક એટલે કે કડકી જ રહેતી. એક વાર એ પા ડઝન કેળાં લઈને ઘરે આવતો હતો તો મકાનના મશ્કરા છોકરાએ પૂછ્યું: ‘શું વાત છે કવિ, આજે ત્રણત્રણ કેળાં ખરીદ્યાં? ઘરે પાર્ટી-બાર્ટી છે કે શું?’
સામે શુભમે ધમકી આપીઃ ‘એક છુટ્ટી કવિતા ફેંકું કે?’
અને છોકરા તરત જ ત્યાંથી છૂ.
આખરે કાયમી કડકીથી કંટાળીને કવિએ આપઘાત કરવાનું નક્કી કર્યું. ઘરમાં ઊંચું ટેબલ કે ખુરસી નહોતાં એટલે પોતાની જ જૂની-નવી કવિતાઓ, પોતાના જ ૧૦-૧૨ કાવ્યસંગ્રહોઅને સાહિત્યનાં બીજાં પુસ્તકોની થપ્પી કરી એના પર ચઢીને પંખા પર લટકવા જતો હતો. એવામાં ફોન વાગ્યો. શુભમને થયું: ‘મુશાયરા માટે ફોન હશે તો? સુસાઈડ તો ગમે ત્યારે થાય, મુશાયરો થોડો છોડાય?’
જો કે ફોનમાં કૉલેજકાળની ગર્લફ્રેન્ડ અમીનો રેશમી અવાજ સંભળાયો. અમી પૈસાવાળી છોકરી હતી. પૈસાવાળાની છોકરીઓ સુંદર જ હોય છે અથવા પૈસાવાળાની છોકરીઓ ધીમે ધીમે સુંદર લાગવા જ માંડે છે એવું શુભમ્ ત્યારે પણ માનતો અને અત્યારે પણ. પૈસાદાર અમીએ પોતાનાથી વધુ પૈસાવાળા છોકરા સાથે લગ્ન કરી લીધાં હતાં.
એનો મહારાષ્ટ્રિયન પતિ આનંદભાઉ મ્હાલે સમાજસેવક-કમ-બિઝનેસમૅન એટલે કે પાકો રાજકારણી હતો એટલે નૅચરલી, એની પાસે જેમ પ્રજા માટે સમય ઓછો હોય એમ પત્ની માટે પણ સમય નહોતો. અમી સાથે હનીમૂન પર યુરોપ ગયેલો ત્યારે પણ સ્વિત્ઝરલૅન્ડની બૅન્કોમાં આંટા મારીને એ દેશસેવા કર્યે રાખતો.
અમી એની અમીર લાઈફમાં શુભમને બોલાવીને એની રોમાન્ટિક કવિતાઓ સાંભળતી. બદલામાં શુભમને મોબાઈલ ફોન, બ્રાન્ડેડ ગૉગલ્સ કે કૅશ ગિફ્ટમાં આપતી. શુભમને થતું કે એની કવિતાઓની સાચી કદર ભલભલા સાહિત્યકારો નથી કરી શક્યા, એકમાત્ર અમી જ કરી શકી છે.
આજે અમીએ ફોન કરીને શુભમને ફાઈવ સ્ટાર હોટેલના ગાર્ડન કૅફેમાં બોલાવેલો. થોડી વાર પહેલાં જિંદગીના ગમમાં મરવા માગતો કવિ અત્યારે વિદેશી રમ ઢીંચતો હતો.
Dit verhaal komt uit de November 20-27, 2023 - Diwali-editie van Chitralekha Gujarati.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Chitralekha Gujarati
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Translate
Change font size

