Poging GOUD - Vrij
આ ડૉક્ટર કરે છે પૃથ્વીને પ્લાસ્ટિકમુક્ત રાખવાનો ઈલાજ
Chitralekha Gujarati
|July 10, 2023
પહેલી જુલાઈએ ‘ડૉક્ટર્સ ડે’ નિમિત્તે વાત કરીએ ‘જૉય ઑફ ગિવિંગ’, ‘નો સિંગલ યુઝ ઑફ પ્લાસ્ટિક’, ‘ઈકો બ્રિક્સ’ તથા ‘નો કટ કૉર્નર’ જેવી ‘દવા’ સાથે પ્લાસ્ટિકની બીમારીનો ઈલાજ કરી રહેલા ભાવનગરના ‘ડૉક્ટર વિથ ડિફરન્સ’ ગણાતા તબીબ તેજસ દોશી વિશે.
ડૉક્ટર માણસની સારવાર કરે અને ગંભીર બીમારીથી બચી શકાય એ માટે શું પરેજી રાખવી એની સલાહ પણ આપે. ભાવનગરના એક ડૉક્ટર જનરલ ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ તો કરે જ છે, એની સાથે સાથે પૃથ્વીની સંભાળ લે છે અને પ્રકૃતિ તથા પર્યાવરણને ગંભીર બીમારી ન થાય એ માટે માનવજાતે કેવી દરકાર રાખવી એના ઉપાય સૂચવે છે. ડૉક્ટર વિથ ડિફરન્સ કહી શકાય એવા તેજસ દોશી પૃથ્વીને પ્લાસ્ટિકથી મુક્ત કરવામાં પોતાના સ્તરે કામ કરી રહ્યા છે અને આજે આ કામ માત્ર ગુજરાત જ નહીં, દેશ અને દેશની બહાર પણ વિસ્તર્યું છે.
ભાવનગરમાં ૧૯૯૮થી જનરલ ફિઝિશિયન તરીકે કાર્યરત ડૉ. તેજસ દોશી એટલે એક પ્રકૃતિપ્રેમી જણ. ૧૯૮૪થી દર વર્ષે નિયમિત હિમાલયના પ્રવાસે જવાનો એમનો ક્રમ. વીસેક વર્ષથી તો વિદ્યાર્થીઓની ટીમ લઈને હિમાલયના પર્વતોમાં એ પહોંચે છે. હિમાલયની આવી મુલાકાત વખતે અહીં વધતા જતાં પ્લાસ્ટિક અને અન્ય કચરા અંગે સતત પીડા રહેતી. આ દિશામાં કંઈક તો કરવું જ પડશે એવા વિચારનો ઉકેલ આવે એ પહેલાં એમણે જો કે બીજી સમસ્યા પર પણ કામ શરૂ કર્યું. ઘોંઘાટથી માનવ અને પશુ-પક્ષીને થતાં નુકસાનના નિરાકરણ માટે ૨૦૧૫માં નૉઈસ પોલ્યુશન સામે તેજસભાઈએ નો હૉર્ન પ્લીઝનો પ્રોજેક્ટ હાથ ધર્યો. પોતાના ભાઈ પીયૂષના નામે પીયૂષ મેડિકલ ગાઈડન્સ ફાઉન્ડેશન ૨૦૧૪થી કાર્યરત કરી સમાજ માટે કંઈક કરી છૂટવાનો પ્રયાસ તો એમણે શરૂ કર્યો જ હતો, પરંતુ સીધા જ સામાજિક દાયિત્વ સાથેનો એમનો પહેલો પ્રયોગ નો હૉર્ન પ્લીઝનો કહી શકાય.
એક વર્ષનાં બાવન અઠવાડિયાં અને બાવન શાળાનાં કુલ મળીને બાવન હજાર બાળકો દર શુક્રવારે સવારે અને સાંજે ભાવનગરનાં વિવિધ સર્કલ અને મુખ્ય માર્ગો પર નો હૉર્ન પ્લીઝ અને નૉઈસ પોલ્યુશન અટકાવવાનાં બોર્ડ અને બૅનર સાથે ઊભાં રહે. કશું જ બોલ્યા વગર ઘણું કહી દેતો આ પ્રયોગ સફળ રહ્યો અને એમાં સ્કાઉટ ગાઈડ, પોલીસતંત્ર અને અમુક સામાજિક સંસ્થાઓનો સહયોગ મળ્યો એટલે એક નહીં, પરંતુ ત્રણ વર્ષ સુધી આ પ્રોજેક્ટ અલગ અલગ રીતે ચાલ્યો અને ૧૧૪ શાળાનાં એક લાખથી વધુ બાળકો આ ઝુંબેશમાં જોડાયાં. આજે પણ આ પ્રોજેક્ટ ગુજરાતનાં ગાંધીનગર, નડિયાદ, ગાંધીધામ અને ગુજરાત બહાર થાણે, મુંબઈ, નાગપુર સહિતનાં શહેરોમાં નાનાં-મોટાં સ્વરૂપે ચાલે છે, એના પાયામાં આ ડૉક્ટરની પહેલ રહેલી છે એમ કહી શકાય.
Dit verhaal komt uit de July 10, 2023-editie van Chitralekha Gujarati.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Chitralekha Gujarati
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Translate
Change font size

