Poging GOUD - Vrij
શું છે વળી આ સિમ સ્પૅપિંગની બલા?
Chitralekha Gujarati
|March 06, 2023
ઑનલાઈન લુટારાઓની ટોળકીમાં સિમ સ્લૅપર્સ નામની એક નવતર પ્રજાતિ સક્રિય થઈ ગઈ છે, જે આપણા સિમ કાર્ડની માહિતી પરથી ડુપ્લિકેટ સિમ ઍક્ટિવેટ કરાવીને ગણતરીની મિનિટોમાં આપણું બૅન્ક એકાઉન્ટ સફાચટ કરી દે છે. પાછલા એક વર્ષમાં અમેરિકા જેવા દેશમાં પણ રોજનાં ચારથી પાંચ સિમ સ્લૅપ કરી જાણનારા આ શાતિર ધુતારાઓની શી છે ટેક્નિક?
આશરે દોઢ મહિના પહેલાંનો કિસ્સો છે. દિલ્હીના એક વેપારીભાઈને અજાણ્યા નંબરથી સતત કૉલ્સ અને મિસ્ડ કૉલ્સ આવવા લાગ્યા. થોડી વાર વિચારીને એ ભાઈએ એક ફોન રિસીવ કર્યો, પણ સામેથી કોઈએ જવાબ ન આપ્યો. ત્યારે તો આ ઘટના કોઈનું અટકચાળું છે એમ સમજીને વેપારીભાઈ કામમાં પરોવાયા, પણ પછી એમને ખબર પડી કે એમના બૅન્ક એકાઉન્ટમાં થોકબંધ ટ્રાન્ઝેક્શન્સ થયાં છે અને ગણતરીની મિનિટોમાં એમના ખાતામાંથી પૂરા પચાસ લાખ રૂપિયા ઊપડી ગયા છે!
પોલીસ પાસે પહોંચી આપવીતી-ફરિયાદની વિધિ સંપન્ન કરી ત્યારે એ વેપારીભાઈને જાણવા મળ્યું કે આપણા ડિજિટલ યુગમાં અવતરેલા નવતર ઈ-લુટારાઓએ સિમ સ્પૅપિંગથી એમને અડ્યા વગર એમના રૂપિયા સેરવી લીધા છે.
ભારતમાં જ નહીં, વિશ્વના અનેક દેશોમાં સિમ સ્પૅપિંગ સ્કેમનો વધતો ટ્રેન્ડ જોઈ સાઈબર સિક્યોરિટીના નિષ્ણાતો ગોથે ચડ્યા છે, કારણ કે ગ્રાહકની પૂરેપૂરી સાવચેતી છતાં, અરે, ગ્રાહકે ફોન કૉલ કે મેસેજ દ્વારા કોઈ પણ મહત્ત્વની માહિતી શૅર કરી ન હોવા છતાં લુટારાઓ લૂંટને અંજામ આપી દે છે અને કોઈને કાંઈ ખબર પડતી નથી. આપણી પર્સનલ વિગતોને અડ્યા વગર લાખો રૂપિયાની તસ્કરીને મિનિટોમાં અંજામ આપતી ઑનલાઈન લુટારાઓની સિમ સ્વપ ટેક્નિક ભલભલા ટેક્નોક્રેટ્સને મૂંઝવી રહી છે. ટુ ફૅક્ટર ઑથેન્ટિફિકેશન પ્રોસેસ અને થ્રી સ્ટેપ વેરિફિકેશન જેવી ગ્રાહક સુવિધા માટે બનેલી સર્વિસિસમાં રહેલી મર્યાદાઓનો સિમ સ્વંપર્સ ભરપૂર (ગેર)ફાયદો ઉઠાવે છે.
શું છે આખરે આ સિમ સ્લૅપ સ્કેમ?
સાદી ભાષામાં કહીએ તો રૂપિયા, જરઝવેરાત, બીજી કીમતી ચીજોની અને આ ડિજિટલ યુગમાં ડેટાની ચોરીની ગાથા આપણે સાંભળી ચૂક્યા છીએ, એમ અહીં સિમ સ્પૅપિંગ કરનારા ડિજિટલ ચાંચિયાઓ તમારા ફોન નંબરની ચોરી કરી લે છે. હવે થોડાક કલાકો માટે જ ભલે, પણ તમારો ફોન નંબર તમારા બદલે બીજા કોઈ (ખાસ તો ચોર-લુટારા) પાસે હોય તો વિચારો કે તમારા નંબર પર આવતા ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ) દ્વારા એ તમારા બૅન્ક એકાઉન્ટના શા હાલ કરી નાખે. બસ, કંઈક એવું જ થાય છે સિમ સ્વપિંગમાં.

Dit verhaal komt uit de March 06, 2023-editie van Chitralekha Gujarati.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Chitralekha Gujarati
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Translate
Change font size

