Prøve GULL - Gratis
માત્ર આંકડા નહીં...ભારતના ભવિષ્યનો નકશો!
Chitralekha Gujarati
|June 08, 2026
જનગણના-૨૦૨૭ શરૂ થઈ છે... આપણી, આપણા ઘરની વિગતો દેશની આબાદીનો અરીસો બની રહેશે.
ધરની ડોરબેલ વાગશે, સામે કોઈ અજાણી વ્યક્તિ હશે, પણ એના હાથમાં રહેલા રજિસ્ટર કે ટૅબમાં તમારા ઘરની નાનામાં નાની વિગતો દેશના ભવિષ્યનો ભાગ બનવાની છે. ઘરમાં કેટલા લોકો રહે છે? કેટલા રૂમ છે? પાણી, વીજળી, શૌચાલય જેવી સુવિધા કેટલી ઉપલબ્ધ છે? તમારા ઉત્તર માત્ર આંકડા નહીં હોય, પરંતુ ભારતના આવનારા દાયકાની દિશા નક્કી કરનારી માહિતી હશે.
સુજલ મયાત્રા: આ કામ કરનારા તમામ કર્મચારીઓને પૂરતી તાલીમ આપવામાં આવી છે.હા, દેશની ૧૬મી અને આઝાદી પછીની આઠમી ઐતિહાસિક જનગણના-૨૦૨૭નો પ્રારંભ થયો છે. મહારાષ્ટ્ર સહિત કેટલાંક રાજ્યોમાં એની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તો ગુજરાતમાં ૧ જૂન, ૨૦૨૬થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન ઘરયાદી અને મકાનોની ગણતરી (હાઉસ લિસ્ટિંગ ઑપરેશન-HLO) હાથ ધરવામાં આવશે.
આ પ્રક્રિયા વિશે વધુ જાણવા ચિત્રલેખાએ ગુજરાતના વસતિગણતરી નિયામક સુજલ જે. મયાત્રા સાથે વાતચીત કરી. પ્રસ્તુત છે એ વાતચીતના અંશ...
ચિત્રલેખાઃ ભારતની પ્રથમ ‘ડિજિટલ જનગણના’ થઈ રહી છે, તો ડેટા કલેક્શનની પ્રક્રિયા જૂની પદ્ધતિ કરતાં કેટલી અલગ છે?
Denne historien er fra June 08, 2026-utgaven av Chitralekha Gujarati.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Chitralekha Gujarati
Chitralekha Gujarati
એનાં પેન્ટિંગ એટલે કૅન્વાસ પર વાગતી વાંસળી
‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં અભિનેત્રી આલિયા ભટ્ટના ડિઝાઈનર સિલ્ક કોર્સેટ ગાઉનમાં ફ્રેન્ચ રિવેરાની સૌંદર્યસૃષ્ટિ ઝળકી. એ ચિત્રસૃષ્ટિ સર્જી છે અમદાવાદનાં એક મ્યુરલ આર્ટિસ્ટ અને ચિત્રકારે. એમની ચિત્રકળાનો પથ કાગળ-કૅન્વાસથી કાપડ સુધી, શોખથી સેલિબ્રિટી સુધી પહોંચ્યો છે.
4 mins
June 08, 2026
Chitralekha Gujarati
ભાત ખાવાનું બંધ કર્યું, પણ વજન કેમ ઘટતું નથી?
ઘી અને બટર, બન્નેમાં ચરબી તો છે જ, પરંતુ બન્નેની સ્વાસ્થ્યની દૃષ્ટિએ સરખામણી કરીએ તો...
4 mins
June 08, 2026
Chitralekha Gujarati
કર્મચારીઓ માટે પીએફ અને પેન્શનની જેમ હવે એસઆઈપી!
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ એક નવા જ સ્તર પર જઈ વિસ્તરી શકે એવો તખ્તો રચાઈ રહ્યો છે. નિયમનતંત્ર સેબી મ્યુચ્યુઅલ ફંડ્સ માટે કેટલાક ઉદાર નિયમો લાવવાનું વિચારી રહ્યું છે, જેને કારણે મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓમાં રોકાણપ્રવાહ અને ઉદ્યોગનો વ્યાપ પણ અનેક ગણો વધી શકે. સાથોસાથ નવા રોકાણકારોની સંખ્યા પણ અધધધ વધી શકે.
2 mins
June 08, 2026
Chitralekha Gujarati
સ્ત્રીએ આખી જિંદગી ચારિત્ર્યનું પ્રમાણપત્ર લઈને ફરવાનું?
પવિત્રતાના નામે અનેક મહિલાના જાન લેવામાં આવે છે, છતાં આપણે મૌન ધારણ કરીને બેઠાં છીએ.
3 mins
June 08, 2026
Chitralekha Gujarati
ઈકોસાઇડ... વિકાસ, લાલચ ને સત્તા માટે પ્રકૃતિનો સંહાર...
યુદ્ધ અને કૉર્પોરેટ લાલચને કારણે પૃથ્વી પર થતા પર્યાવરણીય સંહારનું નામ છેઃ “ઈકોસાઈડ.’ વિયેતનામથી ચેર્નોબિલ, અરલ સમુદ્રથી લેબેનોનની ઘટનાનાં ઉદાહરણો સાથે પ્રકૃતિ વિરુદ્ધના આ અપરાધને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુનો જાહેર કરવા માટે ચાલી રહેલી વૈશ્વિક મથામણ અને સત્તાધીશોની ઉદાસીનતા અકળાવી મૂકે એવી છે.
5 mins
June 08, 2026
Chitralekha Gujarati
પ્રિડિક્શન માર્કેટનો અશ્વમેધ કેવો છે?
લગાવો એક શરત રાજકારણ કે રમતગમતમાં તમારી ચાંચ ડૂબતી હોય, લગભગ સાચાં પડે એવાં અનુમાન તમે લગાવી શકતા હો તો ‘પોલીમાર્કેટ’ નામનું પ્લૅટફૉર્મ એની રોકડી કરવાનું પ્રલોભન આપે છે. પૈસા ફેંકીને લગાવી શકાતી આવી શરતોને આપણે ભલે જુગાર અથવા સટ્ટો કહીએ અને ઘણા દેશોમાં એ કાયદેસર નથી. તેમ છતાં એનો ક્રેઝ દિવસે દિવસે વધી રહ્યો છે.
4 mins
June 08, 2026
Chitralekha Gujarati
હવે વરસાદ પર રમાશે વાયદાનો સત્તાવાર ખેલ!
ગાજ્યા મેઘ વરસશે કે નહીં? કૃષિપેદાશોના વાયદાનાં કામકાજ અને સટ્ટો વધે એટલે ભાવ વધે છે એવી ફરિયાદ વચ્ચે સરકારે ઘણાં ખેત-ઉત્પાદનોના વાયદા બંધ કરાવ્યા હતા. જો કે ભાવ તો એ પછી પણ વધ્યા. ખરેખર તો આવી મોંઘવારી વધવાનું મુખ્ય કારણ નબળું ચોમાસું અને પ્રતિકૂળ હવામાન છે. હવે તો વરસાદના જ વાયદા શરૂ થઈ રહ્યા છે ત્યારે જાણો, એ કોને કઈ રીતે ઉપયોગી થઈ શકે.
3 mins
June 08, 2026
Chitralekha Gujarati
માત્ર આંકડા નહીં...ભારતના ભવિષ્યનો નકશો!
જનગણના-૨૦૨૭ શરૂ થઈ છે... આપણી, આપણા ઘરની વિગતો દેશની આબાદીનો અરીસો બની રહેશે.
2 mins
June 08, 2026
Chitralekha Gujarati
સરકારી નોકરી આ ગામના યુવાઓને શોધતી આવે છે!
તક મળે તો જાકારો ન આપો... બેકારીની ચર્ચા નીકળે એટલે મોટા ભાગના યુવાનો ‘સરકારી નોકરી તો હવે મળતી જ નથી...’ આવી નિરાશા સાથે સંવાદ ચાલુ કરે છે, પરંતુ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલા એક ખોબા જેવડા નાનાવાડા ગામના અનેક યુવાનોએ સકારાત્મક વિચાર અને આત્મવિશ્વાસના બળે સરકારી નોકરી મેળવીને એ કાગારોળનો જવાબ આપ્યો છે. એમાં પણ છેલ્લા એક જ વર્ષમાં આ ગામનાં પચ્ચીસ જેટલાં યુવાન-યુવતીઓએ સરકારમાં નોકરી મેળવી છે, જે એક નાનકડા ગામ માટે મોટી વાત છે.
4 mins
June 08, 2026
Chitralekha Gujarati
શિપ-બિલ્ડિંગની શાન સલાયા પર સંકટનાં મોજાં...
સઢવાળા વહાણવટાના વેપાર માટે પ્રખ્યાત ખંભાળિયા નજીક આવેલું સલાયા બંદર હાલ પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે સંકટનો સામનો કરી રહ્યું છે. એક જ સપ્તાહમાં સલાયાનાં બે વહાણ પર હોર્મુજ સમુદ્રધુની નજીક હુમલા, એક નાવિકનું મોત, લાખોની કિંમતનાં વહાણની જળસમાધિથી હાલ વહાણવટાની દિશા ડગમગતી જણાય છે.
3 mins
June 08, 2026
Listen
Translate
Change font size

