Prøve GULL - Gratis
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
Chitralekha Gujarati
|January 06, 2025
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
સુખ વગરની ખુશી...
એક ગામમાં એક વૃદ્ધ માણસ રહેતો હતો. એ પોતાને દુનિયાની સૌથી કમનસીબ વ્યક્તિ ગણતો હતો. એ હંમેશાં ઉદાસ રહેતો, સતત ફરિયાદ કરતો અને ખરાબ મૂડમાં રહેતો હતો.
ગામલોકો એના આ વર્તનથી કંટાળી ગયા હતા. બધા એનાથી દૂર રહેતા હતા, કારણ કે એની વાણી કડવી બની ગઈ હતી. એમાં એ વધુ એકલવાયો થઈ ગયો. લોકો એને જોઈને દૂરથી જ રસ્તો બદલી નાખતા, પરંતુ એક દિવસ ચમત્કાર થયો. એ વૃદ્ધ ખુશખુશાલ રહેવા લાગ્યો. એ એનો એંસીમો જન્મદિવસ હતો. લોકોને લાગ્યું કે એનો જન્મદિવસ છે એટલે એ આનંદમાં છે, પણ પછી તો એ રોજ હસતો નજર આવે, સામેથી સૌની ખબર પૂછે, મદદ કરવા લાગી જાય, બાળકો ભેગો રમતો હોય અને એકલો હોય તો ગીતો ગાય. ગામલોકોને શંકા પડી કે આ ગાંડો તો નથી થઈ ગયો ને? `અમુક લોકો એની પાસે ગયા અને પૂછ્યું: ‘મહારાજ, શું થયું? તમારાં દુઃખડાં ક્યાં ગયાં?' લોકો
વૃદ્ધે જવાબ આપ્યોઃ ‘કંઈ થયું નથી. હું એંસી વર્ષથી સુખનો પીછો કરી રહ્યો હતો, એને લોકોમાં અને વસ્તુઓમાં શોધતો હતો, પરંતુ હવે મેં નક્કી કર્યું છે કે હું હવે સુખ વગર જીવીશ. હું હવે માત્ર જીવન જીવીશ... એટલે હવે હું ખુશ છું.’
***
એકલતા માણસને ખતમ કરી નાખે છે. મેં નક્કી કર્યું કે ટૅબૂ તેલ પીવા જાય. હું મારી જિંદગી ફરીથી બનાવીશ. વ્હાય ધ હેક નૉટ? (ટૅબૂ એટલે સમાજમાં જે વર્જિત છે, અસ્વીકાર્ય છે તે). આ શબ્દો ભારતની સૌથી મોટી રિયલ એસ્ટેટ અને કમર્શિયલ કંપની ડીએલએફ (દિલ્હી લૅન્ડ ઍન્ડ ફાઈનાન્સ)ના ૯૩ વર્ષી ચૅરમૅન કુશલ પાલ સિંહના છે. થોડા દિવસ પહેલાં એ સીએનબીસી બિઝનેસ ન્યૂઝચૅનલ પરના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. એક પ્રશ્નના ઉત્તરમાં એમણે કહ્યું: ‘મારી પત્નીનું અવસાન થયું એ પછી હું એકલો પડી ગયો હતો. એકાદ વર્ષમાં હું પણ મરી ગયો હોત, કારણ કે તમે જેનાથી સૌથી ઘનિષ્ઠ હો એ વ્યક્તિ જતી રહે પછી તમે ટેલિવિઝન જોયા કરો અથવા શરાબી થઈ જાવ. બધા જ મિત્રો જતા રહ્યા હોય. ઍક્ચ્યુઅલી, આજે મારા સમયની કોઈ વ્યક્તિ ભાગ્યે જ આસપાસમાં છે. એકલતા માણસને ખતમ કરી નાખે છે. મેં નક્કી કર્યું કે ટૅબૂ તેલ પીવા જાય. હું મારી જિંદગી ફરીથી બનાવીશ. વ્હાય ધ હેક નૉટ?
Denne historien er fra January 06, 2025-utgaven av Chitralekha Gujarati.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Chitralekha Gujarati
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Listen
Translate
Change font size

