Prøve GULL - Gratis
આપણે આ વિખવાદ ભૂલવા તૈયાર છીએ?
Chitralekha Gujarati
|February 19, 2024
ભારતીય સમાજના તમામ વર્ગે વિકાસની દોડમાં સહભાગી થવું હોય અને એનાં સારાં પરિણામ મેળવવાં હોય તો મંદિર-મસ્જિદના વિવાદને તિલાંજલિ આપવાની જરૂર છે. સવાલ છે સમાધાન માટે આપણી સ્વીકૃતિનો.
અ વિશ્વાસ એક એવી ઊપજ છે જેનાં મૂળિયાં ઝટ બળતાં નથી. બે પરિવાર વચ્ચે આપસી ભરોસાનો અભાવ હોય તો એનું સમાધાન લાવવું હજી શક્ય છે, પણ બે સમાજ કે માનવસમુદાય વચ્ચે અવિશ્વાસ હોય તો ડહોળાયેલું પાણી શાંત પડતાં ખાસ્સી વાર લાગે છે અને ક્યારેક એમાં નાનકડો પથ્થર પડે તોય એ મોટાં વમળ ઊભાં કરી દે છે.
બે જુદી જુદી વિચારધારા ધરાવતા સમાજ વચ્ચે અણબનાવનાં અનેક કારણ હોઈ શકે. ધાર્મિક વિચારસરણીમાં અસમાનતા એ માટેનું એક પ્રમુખ કારણ છે.દુનિયાના અનેક દેશની રચના કે એમનું ગઠન ત્યાંની પ્રજાના ધર્મની સમાનતા અથવા તો અસમાનતાને લીધે કે એના આધારે થયાં છે. બે વિચારસરણી વચ્ચે એકમેક માટે થોડુંય જતું કરવાની તૈયારી હોય તો એ મતભેદ ઓછા થઈ શકે.
ભારતમાં હિંદુ સંસ્કૃતિ સદીઓથી છે, પણ અન્ય ભૌગોલિક વિસ્તારમાં લોકો જેટલા સંગઠિત હોય એટલી હિંદુ પ્રજા સંગઠિત નહોતી. વર્ણ, જ્ઞાતિ, સંપ્રદાયના નામે અનેક ફાંટા હતા અને એક જ ધર્મ હોવા છતાં એ કોઈ એક કડી નહોતી. આ જ કારણે ભારતની પ્રજા એકજૂટ આક્રમણોનો સામનો ન કરી શકી અને દેશ વર્ષો-દાયકા-સદીઓ સુધી જુદી જુદી વિદેશી રાજવટના તાબામાં રહ્યો. ભારતવર્ષના ભૌગોલિક સીમાડા ઓળંગી જે લોકો અહીં આવ્યા એમાંથી મુસ્લિમો અહીં જ મોટી સંખ્યામાં વસી ગયા. બીજી પ્રજા અહીં સાગમટે કાયમી વસવાટના ઈરાદે નહીં આવી હોય.
લાંબા સમય સુધી જુદી જુદી ઈસ્લામિક રાજવટનાં આક્રમણ ભારત પર થતાં રહ્યાં. અસંગઠિત પ્રજા તરત એમના કાબૂમાં તો આવી ગઈ, પણ પ્રજાનું ખમીર અને મનોબળ તોડી નાખવા આક્રમણખોરોએ સ્થાનિક પ્રજાનાં ધર્મસ્થળોને લક્ષ્ય બનાવ્યાં. જે ભગવાન પોતાનું ઘર ન બચાવી શક્યો એ હિંદુ પ્રજાનું કઈ રીતે રક્ષણ કરી શકવાનો? એવું લોકોનાં મનમાં ઠસાવી મોટા પાયે ધર્મપરિવર્તન પણ કરાવવામાં આવ્યું. બારમીથી અઢારમી સદી વચ્ચે ૩૫૦૦ જેટલાં હિંદુ ધર્મસ્થાનકોનો નાશ કરવામાં આવ્યો અને એમાંથી કેટલાંક પૂજાસ્થળોની જગ્યાએ જ મસ્જિદ બાંધવામાં આવી. શક્ય છે કે આમાંથી કેટલીક મસ્જિદ પણ સમયની થપાટ સામે ટકી નહીં શકી હોય.
Denne historien er fra February 19, 2024-utgaven av Chitralekha Gujarati.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Chitralekha Gujarati
Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?
પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મુખવાસ
કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?
સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!
ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Listen
Translate
Change font size

