Facebook Pixel મોહનથાળ આઉટ, ચીકી ઈન.. પણ કેમ? | Chitralekha Gujarati - news - Les denne historien på Magzter.com
Gå ubegrenset med Magzter GOLD

Gå ubegrenset med Magzter GOLD

Få ubegrenset tilgang til over 9000 magasiner, aviser og premiumhistorier for bare

$149.99
 
$74.99/År

Prøve GULL - Gratis

મોહનથાળ આઉટ, ચીકી ઈન.. પણ કેમ?

Chitralekha Gujarati

|

March 27, 2023

જાણીતા યાત્રાધામ અંબાજીમાં આપવામાં આવતા પ્રસાદમાં અચાનક ફેરફાર થવાથી જામી બબાલ. જો કે ચીકી સાથે મોહનથાળનો પ્રસાદ પણ ચાલુ રાખવાનો નિર્ણય લેવાતાં હાલપૂરતો મામલો થાળે પડે એમ લાગે છે.

- મહેશ શાહ (અમદાવાદ)

મોહનથાળ આઉટ, ચીકી ઈન.. પણ કેમ?

ગુજરાતમાં પાછલા મહિનાઓમાં (ખાસ તો ચૂંટણીપ્રચારના ગાળામાં) લોલીપોપ શબ્દ ચર્ચામાં રહ્યો હતો. આજકાલ ચીકી શબ્દ ભારે ચર્ચા અને વિવાદમાં છે. ગુજરાતમાં ખાસ કરીને ઉત્તરાયણના દિવસોમાં તલ કે સિંગની ચીકીનું અઢળક વેચાણ થાય. અત્યારે પણ મામલો ચીકીના વેચાણનો છે. જો કે એનો વિવાદ જાગ્યો છે.

મૂળમાં છે ચીકી વેચાણનો નિર્ણય અને એનું સ્થળ. ફોડ પાડીને કહીએ તો ચીકીને પ્રસાદ (રિપીટ માતાજીના પ્રસાદ) તરીકે આપવાનો વિવાદ થયો છે. સ્થળ છે ગુજરાતનું વિશ્વપ્રસિદ્ધ યાત્રાસ્થાનક અને શક્તિપીઠ અંબાજી.

અંબાજીમાં રજવાડી સમયની પરંપરા મુજબ જગતજનની અંબા માતાને શુદ્ધ ઘીનો મોહનથાળ ધરાવવામાં આવે. એ જ મોહનથાળ ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે અને કોઈને વધારે લેવો હોય તો એનું વેચાણ પણ થાય.

જો કે અચાનક પહેલી માર્ચથી અંબાજી મંદિરના વહીવટી તંત્ર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે મંદિરમાં મોહનથાળનું વેચાણ બંધ કર્યું અને એના બદલે ફરાળી ચીકીના પ્રસાદનું વેચાણ શરૂ કર્યું. કહો કે મંદિર વહીવટી તંત્રએ માતાજીના પ્રસાદનો વિકલ્પ જાતે શોધ્યો અને અમલમાં મૂક્યો. ન ચર્ચા, ન સંમતિ. માત્ર એકપક્ષીય નિર્ણય.

એનાથી વિશ્વભરના માઈભક્તોની લાગણીઆસ્થાને ઠેસ પહોંચી. એનો વિરોધ થયો. સવાલ એ કે વર્ષો બાદ મંદિરના પ્રસાદની પરંપરા ત્યજી એમાં અચાનક બદલાવ લાવવાનું કારણ શું? કોઈ દબાણ કે મજબૂરી કે પછી કોઈને વેપાર ખટાવી દેવાની રાજ-નીતિ?!

વિવાદ પહેલાં જાણીએ અંબાજી મંદિરની પરંપરા અને પ્રસાદ વિશે. રાજવી કાળમાં અને આજે પણ અંબાજી મંદિરમાં તેલનો નિષેધ હોવાથી માતાજીના દીવા, રાજભોગ, પ્રસાદ, વગેરેમાં તેલ વપરાતું નથી, બલકે શુદ્ધ ઘીનો ઉપયોગ થાય. એ ઉપરાંત, રાજભોગ બનાવવાનાં લાકડાં પર પણ શુદ્ધ ઘી લાગે. વર્ષો પહેલાં ભાવિકો દર્શનાર્થે આબુ રોડથી અંબાજી આવતા ત્યારે રસ્તામાં આવતી નદીમાં માથાબોળ સ્નાન કરીને મંદિરમાં દર્શને જતા. એ નદી તેલિયા નદી કહેવાતી.

FLERE HISTORIER FRA Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Translate

Share

-
+

Change font size