Prøve GULL - Gratis
આ વખતે પણ ભરોસાની સરકાર કે પછી ભાજપનો મેળ નહીં પડે?
Chitralekha Gujarati
|December 12, 2022
અગાઉ જેવો ચૂંટણીનો માહોલ નથી, પણ મતદાન તો કરવાનું જ છે. સવાલ એ છે કે એકધારાં સત્તાવીસ વર્ષથી કમળ પર પસંદગી ઉતારનારા ગુજરાતના મતદારો આ વખતે પણ ભાજપને ‘ફિર એક બાર’ તક આપશે કે પરિવર્તનના ભાગ રૂપે કોંગ્રેસને વિજયી બનાવશે? અને ગુજરાતની પ્રજાએ ભાગ્યે જ જેને સ્વીકાર્યું છે એવા ત્રીજા પરિબળ તરીકે ‘આમ આદમી પાર્ટી’ કેટલું ગજું કાઢશે?
વિખ્યાત રશિયન રાજનીતિજ્ઞ નિકિતા ક્રુશ્ર્ચોવનું એક સરસ વિધાન છેઃ રાજકારણીઓ બધે સરખા જ હોય. એ લોકો એવી જગ્યાએ પુલ બાંધવાનું વચન આપે છે, જ્યાં નદી જ ન હોય!
બસ, ગુજરાતમાં આજકાલ આ જ ચાલી રહ્યું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ રાજકીય પક્ષો રંગબેરંગી વચનોથી મતદારો પર સમરકંદ બુખારા ઓવારી રહ્યા છે. શાસક પક્ષ ભાજપે ૨૭ વર્ષના શાસન પછી પણ સંકલ્પપત્રના નામે નવાં વચનોનો પટારો ખોલ્યો છે, જેમાં ૨૫,૦૦૦ કરોડનું કૃષિ સિંચાઈ નેટવર્ક, નવી સરકારી કૉલેજોનું નિર્માણ, આઈઆઈટીની જેમ જીઆઈટી એટલે કે ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી, યુવાનોને ૨૦ લાખ રોજગારી, યુનિફૉર્મ સિવિલ કોડ, ૩૦૦૦ કિલોમીટર લાંબો પરિક્રમાપથ, દ્વારિકા કોરીડોર જેવા પ્રોજેક્ટ્સની સાથે ગુજરાતના અર્થતંત્રને એક ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવાના વાયદા ચૂંટણીબજારમાં વહેતા કર્યા છે.
ટૂંકમાં, મતદાર સામો મળે એટલે માગ માગ માગે એ આપું એવો માહોલ અત્યારે ગુજરાતમાં છે. ચિત્રલેખાનો આ અંક તમારા હાથમાં હશે ત્યારે ગુરુવાર, ૧ ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠક પરનું તો મતદાન પૂરું થઈ ચૂક્યું હશે અને ૫ ડિસેમ્બરના બીજા તબક્કાની ૯૩ બેઠક માટેનો પ્રચાર એના અંતિમ ચરણમાં હશે.
આંકડાઓ પર એક નજર નાખીએ તો, પહેલા તબક્કામાં કચ્છ તથા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મળી ૧૯ જિલ્લાની ૮૯ બેઠક પર કુલ ૨.૩૯ કરોડ મતદારો પોતાના પ્રતિનિધિની પસંદગી કરશે તો બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ૧૪ જિલ્લાના ૨.૫૨ કરોડ મતદારો કયા ૯૩ પ્રતિનિધિઓને ધારાસભામાં મોકલવા એ નક્કી કરશે. બન્ને તબક્કામાં કુલ ૪.૯૧ કરોડ · મતદારો છે, જેમાં ૨.૫૩ કરોડ પુરુષ, ૨.૩૭ કરોડ મહિલા અને ૧૩૯૧ નાન્યતર જાતિના મતદારો છે. વિધાનસભામાં જવા ઈચ્છુક એવા કુલ ૧૬૨૧ ઉમેદવારે આ જંગમાં ઝંપલાવ્યું છે, જેમાં ૧૪૮૨ પુરુષ અને ૧૩૯ મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. હવે ૧ અને ૫ ડિસેમ્બરે ૫૧,૮૩૯ મતદાન મથકો પર ઈવીએમનાં જે બટન દબાશે એમાં એમનું ભાવિ નક્કી થશે.

Denne historien er fra December 12, 2022-utgaven av Chitralekha Gujarati.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Chitralekha Gujarati
Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?
પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મુખવાસ
કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?
સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!
ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Translate
Change font size
