ચારુને જ્યારે પુણેમાં નોકરી મળી ત્યારે ખૂબ ખુશ થઈ ગઈ હતી. શરૂઆતના થોડા દિવસ તે પોતાના ફોઈના ઘરે રહી અને બાદમાં ફોઈની મદદ લઈને એક ફ્લેટમાં શિફ્ટ થઈ ગઈ.
તેના ફ્લેટમાં ૨ બેડરૂમ હતા. ચારુની રૂમમેટ રમોના હતી. ધીરેધીરે રમોના અને ચારુમાં મિત્રતા થઈ ગઈ. ચારુને જ્યારે ઓફિસની ભાગદોડના લીધે ખાવાનું બનાવવામાં પરેશાની થવા લાગી ત્યારે રમોનાએ જ તેનું ટિફિન તૈયાર કરવું શરૂ કરી દીધું.
ચારુ ખૂબ ભોળી હતી. જ્યારે રમોનાએ ટિફિન બનાવી આપવાના તેને ૭૦૦૦ રૂપિયા પ્રતિમાસ કહ્યા ત્યારે તેણે કઈ જ બોલ્યાચાલ્યા વિના તેના હાથમાં પકડાવી દીધા. જોકે એ વાત અલગ હતી કે રમોના એક ટિફિન માટે મહિનાના ૫ હજાર રૂપિયા આપતી હતી. એટલું જ નહીં, રમોના પોતાના મોટાભાગના કોલ્સ ચારુના મોબાઈલથી કરતી હતી. જો રમોનાને ડેટ પર જવું હોય તો ચારુના ડ્રેસિસને ખૂબ હકથી પહેરીને ચાલી જતી. હદ ત્યારે થઈ જ્યારે ચારુને પૂછ્યા વિના રમોના પોતાના બોયફ્રેન્ડને ફ્લેટ પર રાત્રે લાવવા લાગી. જ્યારે ચારુએ આ વાતનો વિરોધ કર્યો ત્યારે રમોનાએ ચારુને બહેન, ઓલ્ડ ફેશન અને ન જાણે શું શું કહ્યું. તેમ છતાં ચારુ ચુપ રહી હતી.
રમોનાની બોલ્ડ જીવનશૈલીનું પરિણામ એ આવ્યું કે રમોના જ્યારે ડ્રગ્સની ડીલિંગમાં પકડાઈ ગઈ ત્યારે તેની ફ્લેટમેટ હોવાથી ચારુને પણ પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા પડ્યા. ચારુનો ફ્લેટ શેરિંગનો આ અનુભવ એટલો ખરાબ રહ્યો કે તેણે ફરી ક્યારેય કોઈની સાથે ફ્લેટ શેરિંગ ન કર્યો.
પરંતુ જરૂરી નથી કે બધાનો અનુભવ ચારુ જેવો હોય. ધનશ્રી અને પૂજા છેલ્લા ૫ વર્ષથી ગુરુગ્રામમાં ફ્લેટ શેરિંગ કરી રહ્યા છે. આટલા વર્ષોમાં બંને વચ્ચે ખૂબ સુંદર તાલમેલ બેસી ગયો છે.
એવું નથી કે ધનશ્રી અને પૂજાના વિચાર સમાન છે, પરંતુ બંનેએ પહેલા દિવસથી સાથે બેસીને કેટલાક નિયમકાયદા બનાવી લીધા હતા. જેમ કે બંનેમાંથી કોઈ પણ પોતાના બોયફ્રેન્ડને રાત્રે ઘરમાં લાવતી નહોતી. સાફસફાઈની જવાબદારી બંનેની રહેતી. પૂજા પોતાનું ખાવાનું પોતે બનાવતી હતી તો ધનશ્રીએ ટિફિન બંધાવી દીધું હતું. ઊંઘતા પહેલાં બંને એકબીજા સાથે દિવસભરની દિનચર્યા ચર્ચીને તાણ હળવો કરતી હતી, પરંતુ બંને એકબીજાના અંગત જીવનમાં ચંચુપાત કરતી નહોતી.
この記事は Grihshobha - Gujarati の June 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の June 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...
સૌંદર્ય સમસ્યા
ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...
કિચનની સફાઈથી મેળવો છુટકારો
દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી
૧૧ બેબી મસાજ ટિપ્સ
જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...
ગ્રંથણ ટિપ્સ
ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.
બોલતી આંખો
નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...