Facebook Pixel બનાવટી બાબુઓનો કેમ ફાટ્યો છે રાફડો? | Chitralekha Gujarati - news - Magzter.comでこの記事を読む
Magzter GOLDで無制限に

Magzter GOLDで無制限に

10,000以上の雑誌、新聞、プレミアム記事に無制限にアクセスできます。

$149.99
 
$74.99/年

試す - 無料

બનાવટી બાબુઓનો કેમ ફાટ્યો છે રાફડો?

Chitralekha Gujarati

|

December 16, 2024

પોલીસ અને બીજા સરકારી વિભાગના અધિકારી તરીકે ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવવાના કે બીજી કોઈ છેતરપિંડી કરવાના કિસ્સા વધી રહ્યા છે. આવા કેટલાક લેભાગુઓએ તો વડા પ્રધાન કે મુખ્ય મંત્રી કાર્યાલયના ઑફિસર હોવાનો દાવો કરીને સુદ્ધાં લોકોને ઉલ્લુ બનાવ્યા છે.

- મહેશ શાહ (અમદાવાદ)

બનાવટી બાબુઓનો કેમ ફાટ્યો છે રાફડો?

થોડા દિવસ પહેલાંની વાત છે. અમદાવાદ ઍરપોર્ટ પર બેઠી દડીનો દાઢી અને ચશ્માંધારી ત્રીસેક વર્ષી મેહુલ શાહ ઊતરે છે. ગેટ બહાર નીકળતાંવેત અમુક લોકો એના પર પુષ્પવર્ષા કરે છે. બાજુમાં બે બાઉન્સર ગોઠવાય છે. બાઉન્સર કારનો દરવાજો ખોલે છે અને સાહેબ લાલ લાઈટ અને સફેદ પડદાવાળી કારમાં બેસીને નીકળી જાય છે.

આ અધિકારીના વિઝિટિંગ કાર્ડ પર ત્રણ સિંહ મુખાકૃતિના પ્રતીક સાથે લખ્યું છેઃ મેહુલ પી. શાહ, ચૅરમૅન, સાયન્સ ઍન્ડ રિસર્ચ વિભાગ, કેન્દ્ર સરકાર. એના જ બીજા એક ઓળખપત્રમાં વળી લખ્યું છેઃ ડિરેક્ટર, મહેસૂલ વિભાગ, ગાંધીનગર સચિવાલય.

જો કે બાઉન્સર અને શુભેચ્છકોથી ઘેરાયેલા રહેતા શાહ હવે પોલીસ લૉકઅપમાં છે તથા છાશવારે સરકારી કારના બદલે પોલીસવૅનમાં બેસવું પડે છે.

કારણ? મેહુલ શાહ અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના ચોપડે આરોપી છે. એની સામે નકલી સાયન્ટિસ્ટ અને નકલી આઈએએસ અધિકારી તરીકે ઓળખ આપવાનો તથા એ માટેના નકલી દસ્તાવેજો બનાવવાનો, છેતરપિંડી કરવાનો આરોપ છે.

મૂળ સુરેન્દ્રનગરનો અને વર્ષોથી વાંકાનેરમાં સ્થાયી થયેલો મેહુલ ભાડાની જગામાં અંગ્રેજી માધ્યમની જ્યોતિ સ્કૂલ અને કિડ્સલૅન્ડ સ્કૂલ ચલાવે છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા મેહુલને મોટી મોટી વાત કરીને સામેવાળાને પ્રભાવિત કરવાની આદત. એમાં વાંકાનેરના બે યુવકનો સાથ મળ્યો. સ્કૂલ સંચાલનના અનુભવથી એણે સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને પછી અમદાવાદમાં અમુક સ્કૂલ સંચાલકને મળીને મોટી રકમે ખરીદવા કે ભાડેથી સંચાલન કરવાની ઑફર આપી.

અમુક લોકોને એણે સાયન્સ ઍન્ડ ડેવલપમેન્ટના ડિરેક્ટર તરીકે ઓળખ આપીને નોકરી અપાવવાની લાલચ આપી. એ જ રીતે રેવન્યૂ વિભાગના આઈએએસ અધિકારી ગણાવીને અમદાવાદના ટ્રાવેલ સંચાલક પ્રીતેશ શાહ સાથે એણે છેતરપિંડી કરી, એ ભારે પડી. ક્રાઈમ બ્રાન્ચે ૨૪ નવેમ્બરે મેહુલ શાહની ધરપકડ કરી.

આ કેસના તપાસ અધિકારી, ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર જે.કે. મકવાણા કહે છેઃ ‘આરોપી મેહુલ શાહે પ્રીતેશ શાહ પાસેથી સરકારી કામ માટે બે ગાડી અનુક્રમે દૈનિક ૩૫૦૦ અને સાત હજારના ભાડા પર મેળવીને અમુક રકમ ચૂકવી નહોતી. એણે કારમાં સાઈરન અને પડદા લગાવવા ગૃહ મંત્રાલયનો બનાવટી પત્ર આપ્યો હતો.’

Chitralekha Gujarati からのその他のストーリー

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એમના વિરોધનું કારણ સમજો...

શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.

time to read

4 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આમાં કોનો વાંક છે?

હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?

time to read

2 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.

time to read

1 min

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિંહો ફરી રોગચાળાના સકંજામાં...

એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર

સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...

ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શું તમે ઓશિયાળા છો?

ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –

time to read

2 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?

સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત

અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.

time to read

1 min

15 June, 2026

Listen

Translate

Share

-
+

Change font size