試す 金 - 無料
ઘર ફૂટે ઘર જાય...
Chitralekha Gujarati
|June 03, 2024
દિલ્હી અને પંજાબની લોકસભા ચૂંટણી ટાણે જ આ બે રાજ્યમાં ભાજપને મજબૂત લડત આપી શકે એવી ‘આમ આદમી પાર્ટી’ના બે નેતા બાખડ્યા છે. અરવિંદ કેજરીવાલે મૌન તોડીને પણ ઘરની આગ પહેલાં ઠારવી પડશે.
આમ આદમી પાર્ટી (આપ) માટે ગ્રહણ ટાણે સાપ નીકળ્યો છે. અરવિંદ કેજરીવાલના પક્ષનું સૌથી વધુ ઊપજે છે એ દિલ્હી અને પંજાબમાં લોકસભાની ચૂંટણી હજી થવાની બાકી છે અને એ પહેલાં પક્ષના બે નેતા વચ્ચે ઘમસાણ મચ્યું છે. આમ આદમી પાર્ટીનાં આગેવાન સ્વાતિ માલિવાલને લગતો આ વિવાદ છે અને આ વિવાદને કારણે આપની સમગ્ર નેતાગીરી માટે ક્ષોભની સ્થિતિ ઊભી થઈ છે.
કેજરીવાલના જ અંગત સચિવ બિભવ કુમાર સામે માલિવાલે શારીરિક મારપીટનો આરોપ લના સત્તાવ મૂક્યો છે. માલિવાલ અને બિભવ કુમાર વચ્ચેની હાથાપાઈની ઘટના કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાને બની છે. મામલો પોલીસસ્ટેશને પહોંચ્યો ત્યારે શરૂઆતમાં તો આપ વતી બિભવ કુમાર સામે પગલાં લેવાશે... એવું નિવેદન કરવામાં આવ્યું, પણ એક જ દિવસમાં બાજી ફરી ગઈ અને હવે આમ આદમી પાર્ટીના મોટા ભાગના નેતા બિભવ કુમારનો બચાવ કરવામાં લાગી પડ્યા છે. સ્વાતિ માલિવાલ ભાજપના ઈશારે કેજરીવાલને ભીડવવા બિભવ કુમાર સામે જંગે ચડ્યાં હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.
હકીકત તો આંખ સામે આવવાની હશે ત્યારે આવશે, અત્યારે તો આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં ભાજપ સામે લડવાની સાથે ઘરની અંદર લાગેલી આગ હોલવવાની છે.
બે વર્ષ અગાઉ દિલ્હીની આમ આદમી પાર્ટી (આપ)ની સરકારે શરાબના ઠેકા ફાળવવા માટે નવી નીતિ ઘડી હતી, પણ એની સામે ભારે વિરોધ થયો એટલે કેજરીવાલ સરકારે આ વિવાદાસ્પદ નીતિ પાછી ખેંચી. જો કે એમાં થયેલી કથિત ગેરરીતિના આરોપસર મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સુદ્ધાં જેલભેગા થવું પડ્યું. પક્ષના બે વરિષ્ઠ નેતા હજી જેલમાં છે. અલબત્ત, કેજરીવાલ લોકસભા ચૂંટણી માટેનું મતદાન પૂરું થાય ત્યાં સુધી બહાર રહેવાની રાહત સર્વોચ્ચ અદાલતમાંથી મેળવી શક્યા છે
このストーリーは、Chitralekha Gujarati の June 03, 2024 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Chitralekha Gujarati からのその他のストーリー
Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?
પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મુખવાસ
કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?
સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!
ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Listen
Translate
Change font size

