Facebook Pixel બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક | Chitralekha Gujarati - news - Magzter.comでこの記事を読む
Magzter GOLDで無制限に

Magzter GOLDで無制限に

10,000以上の雑誌、新聞、プレミアム記事に無制限にアクセスできます。

$149.99
 
$74.99/年

試す - 無料

બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક

Chitralekha Gujarati

|

May 20, 2024

દાઝ્યા પર બામ... અંગદાનની જેમ ચામડીનું દાન પણ અનેક દરદીને નવજીવન આપે એ હકીકત વિશે જાગરૂકતા ધીરે ધીરે આવી રહી છે એની સાબિતી છે ગુજરાતની ત્રણ ત્વચા બૅન્ક.

- મહેશ શાહ (અમદાવાદ)

બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક

માનવશરીરનું રક્ત જમા કરતી ને જરૂરતમંદોને પૂરું પાડતી બ્લડ બૅન્કથી લઈને આંખોને રોશની આપતી આઈ બૅન્ક તથા માતાનું દૂધ કે વીર્ય સંઘરતી બૅન્કો એ આર્થિક વહેવારો સિવાયની બૅન્કો છે. થોડાં વર્ષ પહેલાં ગુજરાતની પ્રથમ બોન (હાડકાં) બૅન્ક અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં શરૂ થઈ ને તત્કાળ બંધ થઈ ગઈ. આવી અનોખી બૅન્કોની યાદીમાં સ્કિન બૅન્કનું પણ નામ આવે, જ્યાં માનવશરીરની ત્વચાની વૈજ્ઞાનિક પદ્ધતિથી જાળવણી થાય છે. જાણીને નવાઈ લાગે કે ત્વચા એ માનવશરીરનું સૌથી મોટું અવયવ છે અને શરીર ના કુલ વજનનો પંદરેક ટકા હિસ્સો ધરાવે છે. ત્વચાદાન દ્વારા મેળવાતી ચામડી આ બૅન્કમાં જમા કરી દાઝી ગયેલા કે અકસ્માતમાં ઈજા પામેલા લોકોને અથવા તો કૅન્સરના દરદીને આપવામાં આવે છે.

ત્વચાનાં આઠ પડમાંથી ત્વચાદાન માટે બાહ્ય પડ (એપિડર્મિસ) લેવામાં આવે છે. દેશની પ્રથમ સ્કિન બૅન્ક ૧૯૭૨માં ડૉ. મનોહર કેસવાનીએ મુંબઈમાં શરૂ કરી હતી. અત્યારે દેશમાં પચ્ચીસથી વધુ સ્કિન બૅન્ક છે, જેમાંની આઠ તો મુંબઈની સ્કિન બૅન્કે જ શરૂ કરાવી છે. ગુજરાતમાં ત્રણ સ્કિન બૅન્ક છે. સૌપ્રથમ સ્કિન બૅન્ક ખાનગી ધોરણે રાજકોટ માં ૨૦૨૧ના જાન્યુઆરીમાં શરૂ થઈ. બીજી સ્કિન બૅન્ક અનુક્રમે રાજકોટ અને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં શરૂ થઈ.

અમદાવાદની સ્કિન બૅન્કના વડા અને સિવિલ હૉસ્પિટલના બર્ન્સ ઍન્ડ પ્લાસ્ટિક સર્જરી વિભાગના પ્રાધ્યાપક ડૉ. જયેશ સચદે કહે છે: ‘બ્રેન ડેડ વ્યક્તિના શરીરમાંથી આંખ, કિડની, હૃદય, ફેફસાં, પેન્ક્રિયાઝ અને આંતરડું લઈ એનું જરૂરતમંદના શરીરમાં પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટ) થાય છે એ જ રીતે મૃત વ્યક્તિના પગના પાછળના ભાગ અને પીઠમાંથી ત્વચાનું બાહ્ય પડ મૃત્યુના છ કલાકમાં લઈ શકાય. એ સમયે પ્લાસ્ટિક સર્જન અને નર્સિંગ ટીમ મૃતકની ત્વચા અને થોડુંક લોહી લે. ત્વચા ગ્લિસરોલમાં જાળવી એની બૅક્ટેરિયલ અને ફંગસ ટેસ્ટ તથા લોહીની એચઆઈવી, હેપેટાઈટિસ બી અને સી, વગેરે ટેસ્ટ થાય.'

Chitralekha Gujarati からのその他のストーリー

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Listen

Translate

Share

-
+

Change font size