નણંદ-ભાભી જ નહીં, બારામતી બનશે સાહેબ અને દાદાના જંગનું સાક્ષી
Chitralekha Gujarati|April 15, 2024
પાંચ દાયકા કરતાં વધુ સમયથી પુણે જિલ્લાનો મતવિસ્તાર શરદ પવારનો ગઢ બનીને રહ્યો છે. હવે પહેલી વાર એમના સામ્રાજ્ય સામે પડકાર ઊભો થયો છે... અને એ પડકાર એમના ઘરમાંથી જ, સગા ભત્રીજા તરફથી જ છે. દીકરી સામે ભત્રીજાવહુનો આ જંગ જામવાનો છે એ બારામતીનો લઈએ પરિચય.
ભવ્ય પટેલ । ઉમંગ વોરા
નણંદ-ભાભી જ નહીં, બારામતી બનશે સાહેબ અને દાદાના જંગનું સાક્ષી

છેલ્લાં પચ્ચીસ વર્ષ દરમિયાન ‘કાંટે કી ટક્કર’ કહી શકાય એવી ચૂંટણી કઈ? એવું કોઈ પૂછે તો સૌથી પહેલા ક્રમે આવે ૧૯૯૯માં કર્ણાટકની બેલ્લારી બેઠક પર સોનિયા ગાંધી સામે ભાજપનાં સુષમા સ્વરાજનો જંગ. એ પછી આવે ૨૦૧૪ લોકસભા ચૂંટણી. બેઠક અમેઠી. હરીફ ઉમેદવારોઃ રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની. સત્તાવાર રીતે રાજકારણમાં નવાંસવાં પ્રવેશેલાં સોનિયાએ બેલ્લારીમાં સુષમા સ્વરાજને પરાસ્ત કર્યાં હતાં તો ૨૦૧૪માં અમેઠીમાંથી રાહુલે સ્મૃતિ ઈરાનીને. જો કે ૨૦૧૯માં સ્મૃતિએ રાહુલને ગાંધીપરિવારના ગઢ ગણાતા અમેઠી મતવિસ્તારમાંથી હરાવી આગલી હારનો બદલો લીધો હતો.

સુનેત્રા પવાર-સુપ્રિયા સુળેઃ અમારે અંદરોઅંદર કોઈ વિવાદ નથી, આ લડાઈ માત્ર બે રાજકીય વિચારધારાની છે... ખરેખર?

આ ચૂંટણીની વાત કરીએ તો, હજી કેટલીક બેઠકોના ઉમેદવારનાં નામ જાહેર થવાનાં બાકી છે તેમ છતાં અત્યાર સુધી જે નામ ઘોષિત થયાં છે એ પરથી આ વખતે લાગે છે કે એવો મહાજંગ મહારાષ્ટ્રમાં જોવા મળશે. બેઠક હશે બારામતી.

હા, બારામતી એટલે મરાઠીમાં જેને બાલે કિલ્લા કહે છે એ શરદ પવારનો ગઢ. વર્ષોથી અહીં શરદભાઉનું એકહથ્થુ શાસન ચાલે છે. એ પોતે અથવા એમનાં પુત્રી સુપ્રિયા સુળે કે પછી એમના ભત્રીજા અજિત‘દાદા’ પવાર જ અહીં લોકસભાની એક પછી એક ચૂંટણી જીતતા આવ્યા છે. આ વખતે પણ બારામતીમાં જીતશે કોઈ શરદ પવારના ઘરની જ કહી શકાય એવી વ્યક્તિ, પરંતુ આ વખતે કહાનીમાં થોડો, ના, થોડો નહીં, જબરો વળાંક આવ્યો છે. થયું છે એવું કે આ વખતની ચૂંટણીમાં શરદભાઉએ તો એમનાં દીકરી સુપ્રિયાને જ ફરી ઉમેદવારી આપી છે તો સામે છે, શરદ પવારનાં ભત્રીજાવહુ સુનેત્રા અજિત પવાર અર્થાત્ નણંદ-ભાભીનો જંગ છે બારામતીમાં.

આ અજિત પવાર એક સમયે શરદભાઉના રાજકીય વારસ ગણાતા, પરંતુ પછી શરદ પવારે એમનાં દીકરી સુપ્રિયાને પણ રાજકારણમાં ઉતાર્યાં એટલે રહેતે રહેતે કાકા-ભત્રીજા વચ્ચે અંતર વધતું ગયું. રાજકારણમાં કોઈ પાછું ઝટ નિવૃત્તિ લેતું નથી. અહીં પણ એવું જ થયું. ૮૦ની ઉંમર વટાવ્યા પછી પણ શરદ પવારે એમની રાષ્ટ્રવાદી કોંગ્રેસનું સુકાન છોડ્યું નહીં. બીજી બાજુ, મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ભાઈ એટલે કે દાદા તરીકે ઓળખાતા અજિત પવાર એકદમ અધીરા, મહત્ત્વાકાંક્ષી અને સત્તા માટે હંમેશાં તલપાપડ.

この記事は Chitralekha Gujarati の April 15, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の April 15, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
ધીરુ દાદા નહીં, ધીરુ મિસ્ત્રી નામ છે મારું!
Chitralekha Gujarati

ધીરુ દાદા નહીં, ધીરુ મિસ્ત્રી નામ છે મારું!

બીજાં બાળકોને જોઈ એ ટેબલ ટેનિસ રમતાં શીખ્યા અને રાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવ્યો. પછી એમણે કથક નૃત્યમાં મહારત મેળવી. સારી નોકરી મેળવવા થોડી મોટી ઉંમરે ડિગ્રી લીધી, પણ તકદીર એમને ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા તરફ લઈ ગયું. જમાનાથી આગળ રહી એમણે એવી કેટલીક યાદગાર શૉર્ટ ફિલ્મ્સ બનાવી અને એ પછી ફિલ્મજગતને રામ રામ કરી એમણે સમાજસેવામાં ઝંપલાવ્યું. આજે, આયુષ્યના નવમા દાયકામાં પણ ઉત્સાહભેર એ જીવન માણી રહ્યા છે.

time-read
4 分  |
May 13, 2024
છત્રીસ વર્ષનો અનોખો ગાઢ સંબંધ...
Chitralekha Gujarati

છત્રીસ વર્ષનો અનોખો ગાઢ સંબંધ...

દર વર્ષે નિયમિત યોજાતી ‘સાહચર્ય’ શિબિર એ કળા-સાહિત્યની એક એવી નિકટતા છે, જેનો ગર્વ દરેક ગુજરાતી ભાવકે લેવો જોઈએ.

time-read
4 分  |
May 13, 2024
કચ્છની એકમાત્ર રાજાશાહી રખાલનું રખોપું થશે?
Chitralekha Gujarati

કચ્છની એકમાત્ર રાજાશાહી રખાલનું રખોપું થશે?

જૈવ વિવિધતા અને પ્રાકૃતિક સૌંદર્યની દૃષ્ટિએ વિલક્ષણ કહી શકાય એવું કચ્છનું સાડા બાર હજાર એકરમાં ફેલાયેલું ચાડવા રખાલ જંગલ ભૂતપૂર્વ રાજવી અને સરકાર વચ્ચે વર્ષોથી અદાલતી જંગનું કારણ બન્યું છે, જેનો હજી નિવેડો આવ્યો નથી. બન્ને પક્ષ અને પ્રજાને પણ સંતોષ થાય એવો ઉકેલ કચ્છમાં પર્યટન વિકાસનો વધુ એક વિકલ્પ ઊભો કરી શકે એમ છે.

time-read
3 分  |
May 13, 2024
સહસ્થિતિ એ પ્રેમની પૂર્વશરત નથી, પ્રેમની ઉપલબ્ધિ છે...
Chitralekha Gujarati

સહસ્થિતિ એ પ્રેમની પૂર્વશરત નથી, પ્રેમની ઉપલબ્ધિ છે...

માનવીય સંબંધો ગતિશીલ હોય છે, અચળ નહીં. સંબંધો જો સમયની સાથે વિકાસ ન કરે તો એ કટાઈ જાય છે. લગ્ન સામે ખતરો લિવ-ઈનનો નથી. એની અસલી મુશ્કેલી આધુનિક સમયની જરૂરત, દબાવ અને પડકારોને પહોંચી વળવા ની ક્ષમતાનો અભાવ છે.

time-read
5 分  |
May 13, 2024
યુદ્ધ ઈઝરાયલ-હમસ વચ્ચે... ધડાકા અમેરિકામાં!
Chitralekha Gujarati

યુદ્ધ ઈઝરાયલ-હમસ વચ્ચે... ધડાકા અમેરિકામાં!

ગાઝા પટ્ટી પરના ઈઝરાયલી આક્રમણનો મામલો હવે એના પ્રખર ટેકેદાર અમેરિકાને દઝાડી રહ્યો છે. અમેરિકાની અનેક વિદ્યાપીઠમાં અત્યારે આ વિગ્રહના વિરુદ્ધમાં આંદોલન ચાલી રહ્યાં છે.

time-read
4 分  |
May 13, 2024
જસ્ટ એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ..

સમજદારી અને પ્રતિભા જેવા ફાનસની આપણને અણમોલ ભેટ આપવામાં આવી છે.

time-read
1 min  |
May 13, 2024
અપેક્ષા ને ઉપેક્ષા વચ્ચેની કેડી
Chitralekha Gujarati

અપેક્ષા ને ઉપેક્ષા વચ્ચેની કેડી

કાશ, હું એ વાત સમજાવી શકું, કેટલું ચાહું છું ને ચાહી શકું. અંજના ગોસ્વામી ‘અંજુમ’

time-read
2 分  |
May 13, 2024
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
Chitralekha Gujarati

નયા હિંદુસ્તાન... નયા સિનેમા!

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.

time-read
7 分  |
May 06, 2024
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
Chitralekha Gujarati

સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..

સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?

time-read
3 分  |
May 06, 2024
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
Chitralekha Gujarati

સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?

માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.

time-read
3 分  |
May 06, 2024