એ સાત કલાક પાંચ મિનિટ...
Chitralekha Gujarati|January 22, 2024
અયોધ્યામાં અત્યારે પ્રચંડ ઉન્માદ છે. આ ઉન્માદ છે નવનિર્માણ પામી રહેલા રામમંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે. ગણતરીના દિવસોમાં એ ક્ષણ આવી પહોંચવાની છે. જો કે અહીં વાત એછે ક્ષણ, જેને કારણે શક્ય બની એ ઘટનાની... બાબરી મસ્જિદ તૂટવાની ઘટના. રામમંદિરના સ્થાને વર્ષ ૧૫૨૮-૨૯માં ઊભી થયેલી મસ્જિદના ત્રણ ગુંબજ એક પછી એક તોડી પાડવામાં આવ્યા એ દિવસે પણ અયોધ્યામાં આવો જ ઉન્માદ હતો. રામલલ્લા ફરી એમના ઘરે બિરાજમાન થવાના છે ત્યારે ચાલો, સમગ્ર કાલખંડ ફેરવી નાખનારી છ ડિસેમ્બરની એ ઘટનાનું રિ-કૅપ લઈએ કૅલેન્ડરને ૩૧ વર્ષ પાછળ ફેરવીને.
પ્રફુલ ગોરડિયા
એ સાત કલાક પાંચ મિનિટ...

બરીધ્વંસનાં એ દશ્યો આજે પણ મારી આંખો સમક્ષ તરે છે. ૧૯૯૨ની છ ડિસેમ્બરે સવારે ૧૦:૪૦થી સાંજે પોણા છ સુધી હું અયોધ્યામાં જ હતો, જ્યારે કારસેવક જેવા દેખાતા લોકોએ બાબરી મસ્જિદના ત્રણ ગુંબજને જમીનદોસ્ત કરી દીધા હતા.

એ સવારે બાબરી મસ્જિદની આસપાસનો આખો વિસ્તાર ત્રણેક લાખ લોકોથી ઊભરાતો હતો. રામમંદિરના બાંધકામની સેવામાં આપવા માટે દેશના જુદા જુદા વિસ્તારોમાંથી ટ્રેન અને બસમાર્ગે લોકોનાં ધાડાં અયોધ્યા નગરીમાં ઊતરી આવ્યાં હતાં. નગરની શેરીઓમાં એ સૌ શાંતિપૂર્વક આગળ વધી રહ્યાં હતાં. કેટલાકે માથા પર કેસરી રંગની પટ્ટી બાંધી હતી, તો કરી વિર કે જન પોતપોતાનું યોગદાન કેટલાક હાથમાં ધાર્મિક બૅનર, ત્રિશૂળ અને ભગવાન શ્રીરામના ફોટોગ્રાફ્સ સાથે જોવા મળ્યા હતા. લોકો ભજન ગાતા, આનંદની ચિચિયારી પાડતા, તાળીઓ પાડતા, ખુશખુશાલ થઈને જય શ્રીરામના નારા લગાવતા જતા હતા.

મેં એ આખો દિવસ સીતા કી રસોઈ તરીકે ઓળખાતા મંદિરની અગાસી પર વિતાવ્યો હતો. એ સ્થળ બાબરીના ઢાંચાથી થોડે જ દૂર હતું. ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતાની સાથે હું ત્યાં ગયો હતો.  સદ્નસીબે, ફરજ પરના કારસેવકો કેશુભાઈને ઓળખી ગયા હતા અને અમને રક્ષણ હેઠળ સીતા કી રસોઈ મંદિરની અગાસી પર લઈ ગયા હતા. મેં એક જગ્યા બરાબર પકડી લીધી હતી. અનેક વિદેશી પત્રકારો તથા તસવીરકારો પણ વિવાદાસ્પદ સ્થળે પહોંચ્યા હતા.

દિવસ પસાર થતો ગયો એમ અગાસી પર ઘણા મહાનુભાવો  આવતા-જતા રહ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કે.એસ. સુદર્શન, ભાજપના લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીનો એમાં સમાવેશ હતો. પ્રતીકાત્મક કારસેવા ધીમી ગતિએ શરૂ થઈ હતી. કેન્દ્ર સરકારે વિવાદાસ્પદ જમીનના એકેય ભાગનો ઉપયોગ કરવાની પરવાનગી આપી નહોતી. બપોરે બારેક વાગ્યા સુધી રાજકીય નેતાઓનાં ટૂંકાં ભાષણ ચાલ્યાં હતાં. એની વચ્ચે ભક્તિગીત પણ ગવાઈ રહ્યાં હતાં.

વાતાવરણમાં તંગદિલીનો અમને અનુભવ થતો હતો અને કંઈક નવા જૂની થવાની અપેક્ષા પણ જાગી હતી, પરંતુ નીચે કંઈ નક્કર બનતું જણાતું નહોતું. મંચ પર આચાર્ય ધર્મેન્દ્ર ભાષણ કરી રહ્યા હતા. બાદમાં ઉમા ભારતી પણ લોકોને સંબોધવા આવ્યાં હતાં.

この記事は Chitralekha Gujarati の January 22, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の January 22, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
લો, ટૅક્સ હેવન ગણાતા દુબઈમાં હવે આવે છે કૉર્પોરેટ ટૅક્સ
Chitralekha Gujarati

લો, ટૅક્સ હેવન ગણાતા દુબઈમાં હવે આવે છે કૉર્પોરેટ ટૅક્સ

દુનિયાની ટોચની ઘણીખરી કંપની જ્યાં કોઈ ને કોઈ રીતે હાજરી ધરાવે છે એ દુબઈમાં અત્યાર સુધી આ કંપનીઓ પાસેથી કોઈ કર વસૂલવામાં આવતો નથી એ જાણીને નવાઈ લાગે. આ જ કારણે દુબઈ એ વ્યાપાર-ઉદ્યોગ માટે સ્વર્ગ ગણાય છે. જો કે હવે પશ્ચિમ એશિયાનું આ સૌથી મોટું બિઝનેસ હબ આર્થિક ગેરરીતિ ડામવાના નામે કરવેરા વસૂલશે.

time-read
4 分  |
May 13, 2024
એકની સંપત્તિ બીજાને...બ્રિટન-અમેરિકામાં શું છે સ્થિતિ?
Chitralekha Gujarati

એકની સંપત્તિ બીજાને...બ્રિટન-અમેરિકામાં શું છે સ્થિતિ?

સરખામણીનો આશય નથી, કરાય પણ નહીં... પરંતુ સંપત્તિની સમાન વહેંચણીની બીજા કેટલાક દેશોમાં કેવી જોગવાઈ છે એ જાણીએ...

time-read
5 分  |
May 13, 2024
નિવૃત્તિ હોય તો આવી!
Chitralekha Gujarati

નિવૃત્તિ હોય તો આવી!

ભાવનગરના મધુભાઈ શાહ ૨૦૦૪માં બૅન્કની નોકરીમાંથી નિવૃત્ત થયા, પણ એ પછીય બે દાયકાથી એ રોજ બૅન્કમાં જાય છે ને અગાઉની જેમ જ એમનું કામ કરે છે. માત્ર સેવાભાવથી.

time-read
2 分  |
May 13, 2024
છત્રીસ વર્ષનો અનોખો ગાઢ સંબંધ...
Chitralekha Gujarati

છત્રીસ વર્ષનો અનોખો ગાઢ સંબંધ...

દર વર્ષે નિયમિત યોજાતી ‘સાહચર્ય’ શિબિર એ કળા-સાહિત્યની એક એવી નિકટતા છે, જેનો ગર્વ દરેક ગુજરાતી ભાવકે લેવો જોઈએ.

time-read
4 分  |
May 13, 2024
કચ્છની એકમાત્ર રાજાશાહી રખાલનું રખોપું થશે?
Chitralekha Gujarati

કચ્છની એકમાત્ર રાજાશાહી રખાલનું રખોપું થશે?

જૈવ વિવિધતા અને પ્રાકૃતિક સૌંદર્યની દૃષ્ટિએ વિલક્ષણ કહી શકાય એવું કચ્છનું સાડા બાર હજાર એકરમાં ફેલાયેલું ચાડવા રખાલ જંગલ ભૂતપૂર્વ રાજવી અને સરકાર વચ્ચે વર્ષોથી અદાલતી જંગનું કારણ બન્યું છે, જેનો હજી નિવેડો આવ્યો નથી. બન્ને પક્ષ અને પ્રજાને પણ સંતોષ થાય એવો ઉકેલ કચ્છમાં પર્યટન વિકાસનો વધુ એક વિકલ્પ ઊભો કરી શકે એમ છે.

time-read
3 分  |
May 13, 2024
સહસ્થિતિ એ પ્રેમની પૂર્વશરત નથી, પ્રેમની ઉપલબ્ધિ છે...
Chitralekha Gujarati

સહસ્થિતિ એ પ્રેમની પૂર્વશરત નથી, પ્રેમની ઉપલબ્ધિ છે...

માનવીય સંબંધો ગતિશીલ હોય છે, અચળ નહીં. સંબંધો જો સમયની સાથે વિકાસ ન કરે તો એ કટાઈ જાય છે. લગ્ન સામે ખતરો લિવ-ઈનનો નથી. એની અસલી મુશ્કેલી આધુનિક સમયની જરૂરત, દબાવ અને પડકારોને પહોંચી વળવા ની ક્ષમતાનો અભાવ છે.

time-read
5 分  |
May 13, 2024
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
Chitralekha Gujarati

સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?

માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.

time-read
3 分  |
May 06, 2024
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
Chitralekha Gujarati

વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર

૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.

time-read
2 分  |
May 06, 2024
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
Chitralekha Gujarati

ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો

ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.

time-read
2 分  |
May 06, 2024
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
Chitralekha Gujarati

સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!

લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.

time-read
2 分  |
May 06, 2024