Facebook Pixel જૂનાગઢનું એ ભયાનક જળતાંડવઃ હવે શું? | Chitralekha Gujarati - news - Magzter.comでこの記事を読む

試す - 無料

જૂનાગઢનું એ ભયાનક જળતાંડવઃ હવે શું?

Chitralekha Gujarati

|

August 14, 2023

કાળવા નદીને કાંઠે વસેલા ગિરનાર તળેટીના પ્રાચીન જૂનાગઢ શહેરમાં પાંચ કલાકમાં ખાબકેલા દસથી બાર ઈંચ વરસાદે દાયકાઓમાં ન બની હોય એવી વિનાશક સ્થિતિનું સર્જન કરી દીધું ત્યારે લોકો બોલી ઊઠ્યાઃ ‘કાળવાને તમે ખૂબ દબાવ્યો, હવે કાળવો તમને દબાવે છે!’

- ધીરુ પુરોહિત (જૂનાગઢ)

જૂનાગઢનું એ ભયાનક જળતાંડવઃ હવે શું?

‘સાહેબ, અમને બચાવી લ્યો. અમારાં ઘર પાણીમાં ડૂબી રહ્યાં છે, અમને બચાવો.. એક બહેનનો આવો ફોન આવ્યો અને મારું હૃદય દ્રવી ઊઠ્યું. પ્રશાસને તત્કાલ પગલાં લીધાં અને એ સોસાયટીના લોકો બચી ગયા..’ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના આ શબ્દો જૂનાગઢના સોશિયલ મિડિયામાં ખૂબ ચાલી રહ્યા છે.

એ વાત પણ સાચી છે. શનિવાર, ૨૨ જુલાઈનો એ દિવસ જૂનાગઢના પ્રજાજનો ક્યારેય નહીં ભૂલી શકે. એ દિવસે એમની આંખ સામે મોત નાચતું હતું. ગિરનાર વિસ્તારમાં જાણે આભ ફાટ્યું હોય એમ વરસાદ પડ્યો અને એનું પાણી જૂનાગઢની કાળવા નદીમાં ઠલવાયું. જે નદીનાં પાણી જોઈ જોઈને અહીંના લોકો મોટા થયા છે એ જૂનાગઢ શહેરની વચ્ચેથી વહેતી કાળવા નદીમાં અચાનક એટલાં પ્રચંડ પૂર આવ્યાં કે રસ્તા પર જતાં વાહનો સાથે માણસો ઊછળીને સેંકડો ફૂટ દૂર ફંગોળાતા રહ્યા. સેંકડો વાહનો અને પશુઓ તણાયાં, લોકો ટીવી, ફ્રિજ, ફર્નિચર, વગેરે ઘરવખરી અને પૈસા સુદ્ધાં જેમનાં તેમ મૂકી ઘરના બીજા માળે ચડી ગયા. જેની પાસે એક જ માળનાં મકાન હતાં એ તો ગળા સુધી ડૂબતાં રહ્યાં.

પાણીનો પ્રકોપ એટલો હતો કે આખીને આખી દીવાલો ધસી પડી તો ક્યાંક મકાનના ટુકડા એની સાથે વહી ગયા. રમકડાંની જેમ ભારેખમ ગાડીઓ તરતી તરતી ક્યાંને ક્યાં ફંગોળાઈ ગઈ ને અમુકની દશા તો સાવ ઓળખાય નહીં એવી થઈ ગઈ.

Chitralekha Gujarati からのその他のストーリー

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દીકરા માટે હજી આટલો દુરાગ્રહ કેમ?

લૈંગિક ભેદભાવ નાબૂદ કરવાની સહિયારી જવાબદારી છે શિક્ષિત સ્ત્રી-પુરુષોની... અને સમાજની.

time to read

3 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

માય નેમ ઈઝ સ્પાઈડરમૅન

time to read

1 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

અંધેર નગરી ને ગધેડા રાજા

time to read

1 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

વિલનનો ટેરર કે ટેડી બેરનો લવ?

નામમાં તે શું બન્યું છે? જો સિત્તેરના દાયકામાં આ નિયમ આવ્યો હોત તો જમ્મી, રાણા, તેજા, દ્વારા કે રાકાનું શું થાત?

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઉનાળાની રવાડી ટ્રીટઃ મેંગો ડિલાઈટ

ફળોનો રાજા કેરી ઉનાળાની ઋતુનું સૌથી સુંદર નજરાણું છે.

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પાણી નીચે છુપાયેલા યમદૂત

દરિયાઈ સુરંગ માત્ર ૧૫૦૦ ડૉલરમાં તૈયાર થતી એક સી માઈન (સમુદ્રી સુરંગ) ૨૦૦ કરોડ ડૉલરના મહાકાય જહાજને પળવારમાં ડુબાડી શકે છે. આર્થિક અને માનસિક દબાણ ઊભું કરવા માટે વપરાતી આ સુરંગનો ઈતિહાસ ૧૫મી સદીના ચીન સુધી જાય છે. આજે ઈરાન હોર્મઝની ખાડીમાં પાંચ હજાર સુરંગો હોવાનો દાવો કરે છે ત્યારે એને નષ્ટ કરવા માટે ‘માઈન સ્વીપિંગ’ની જટિલ પ્રક્રિયા કેવી છે એ પણ જાણવા જેવું છે.

time to read

6 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવું શોષણ કદાપિ સહન ન કરો...

જાણીતી આઈટી કંપની ‘ટીસીએસ’માં ઘટેલી કથિત ‘કૉર્પોરેટ જિહાદ’થી એ સવાલ ફરી ઊભો થયો છે કે કામકાજના સ્થળે મહિલાઓ કેમ હજી સુરક્ષિત નથી. ઑફિસમાં તમારી ધાર્મિક શ્રદ્ધા સામે પ્રશ્નચિહ્ન મુકાતાં હોય, તમે વારંવાર છેડતી, યૌનશોષણ, પ્રેમજાળ, બ્લેકમેઈલિંગ, ધર્માંતરણનાં દબાણનો શિકાર બનતાં હો કે પછી અન્ય પ્રકારે શોષણ થતું હોય તો અનેક પ્રકારની સંસ્થાકીય, સરકારી તેમ જ કાયદાકીય યંત્રણાની મદદ ઉપલબ્ધ છે. જરૂર છે ફક્ત તમારા અધિકારોને સ્પષ્ટ રીતે સમજી લેવાની.

time to read

4 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સામયિક નહીં, સંસ્કૃતિ-સંસ્કારસંવેદના!

યાદોના દીવડા, ઉજવણીઓનો ઉજાસ... મુંબઈ-ગુજરાતમાં અમૃત મહોત્સવનાં શ્રેણીબદ્ધ સેલિબ્રેશન સાથે ચિત્રલેખા @ ૭૬

time to read

4 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રોકાણકારોને ફસાવવા કેવા કેવા પેંતરા રચવામાં આવે છે?

શૅરબજારમાં તેજી હોય ત્યારે તો રોકાણકારોને ફસાવવાની-લૂંટવાની પ્રવૃત્તિ એક યા બીજા સ્વરૂપે ચાલતી જ હોય છે, પણ કેટલીક નાની બ્રોકરેજ-ફાઈનાન્સ કંપનીઓ બારે માસ રોકાણકારોને છેતરવાની રમત રમતી હોય છે અને આ માટે આકર્ષક ઑફરો, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કામ પર લગાડે છે. બસ, પછી શું? સીધા-સાદા રોકાણકારો એમની જાળમાં આવી જાય છે.

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શૈશવ તૈયાર કરશે બાલદોસ્ત

બાળકના ખભે હાથ મૂકી હૂંફ અને હોંકારો આપનારા મિત્રની ખોટ પૂરી કરશે આ પ્રોજેક્ટ.

time to read

3 mins

May 04, 2026

Translate

Share

-
+

Change font size