Facebook Pixel મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય | Chitralekha Gujarati - news - Magzter.comでこの記事を読む
Magzter GOLDで無制限に

Magzter GOLDで無制限に

10,000以上の雑誌、新聞、プレミアム記事に無制限にアクセスできます。

$149.99
 
$74.99/年

試す - 無料

મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય

Chitralekha Gujarati

|

July 24, 2023

આમ તો કોઈ પણ શાપને પ્રયત્નો દ્વારા નિરર્થક કરી શકાય, પરંતુ માતા દ્વારા અપાયેલા શાપનો કોઈ ઉપાય નથી હોતો. આ કારણે મારું હૃદય કાંપી રહ્યું છે. જો કે હું હિંમત હારવા માગતો નથી અને આશા ગુમાવવા માગતો નથી.

- દીપક સોલિયા

મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય

વાત સાવ નાનકડી હતી. સફેદ અશ્વ  ઉચ્ચેશ્રવાના શરીરે ઊગેલા વાળ કાળા છે કે સફેદ એ વાતે બે બહેનો કદ્રુ અને વિનતા વચ્ચે શરત લાગેલી. શરત જીતવા માટે કદ્રુએ પોતાના નાગપુત્રોને આજ્ઞા કરી કે તમે અશ્વના શરીરે એવી રીતે વળગી જાઓ, જેથી દૂરથી કાળા વાળનો આભાસ થાય. દીકરાઓએ ના પાડી. માતા ભડકી. એણે શાપ આપી દીધોઃ જનમેજયના સર્પસત્રમાં અગ્નિ તમને બાળી મૂકશે. પછી જો કે નાગપુત્રોએ શાપથી ડરીને માતાની આજ્ઞાનું પાલન કરેલું અને એ અશ્વના શરીર પર વાળની માફક વળગી ગયેલા, છતાં માતા કૂણી ન પડી.

એમાં થયેલું એવું કે કદ્રુ દ્વારા પુત્રોને શાપ આપવામાં આવ્યો એ વખતે બ્રહ્માજી ત્યાં હાજર હતા. એમણે કદ્રુને શાપ આપતી રોકી નહીં એ તો ઠીક, શાપને એમણે યોગ્ય ગણાવીને કદ્રુને આશીર્વાદ આપેલા. પરિણામે કઠુના મનમાં પુત્રોને શાપ આપ્યા બાબતે કોઈ અપરાધભાવ ન જાગ્યો અને પુત્રોએ પછી આજ્ઞાનું પાલન કર્યું તો પણ માતાએ શાપ પાછો ન ખેંચ્યો.

શાપ અપાયાની ઘટના બાદ બ્રહ્માજી તરત ગયા કદ્રુના પતિ અને નાગપુત્રોના પિતા કશ્યપ ઋષિ પાસે. એમણે કશ્યપને કહ્યું: ‘તમારી પત્નીએ તમારા પુત્રોને શાપ આપ્યો છે, પણ તમે આમાં વચ્ચે પડશો નહીં. સૃષ્ટિના સંતુલન માટે આ પ્રકારનો શાપ ઉપયોગી છે.’ કશ્યપ સમજી ગયા. એમણે પિતામહ બ્રહ્માજીને હાથ જોડીને વંદન કર્યા.

- પરંતુ નાગપુત્રોને હાથ જોડીને બેસી રહેવાનું પાલવે એવું નહોતું. એમના માટે સવાલ જીવન-મરણનો હતો. નાગપુત્રોમાં સૌથી શ્રેષ્ઠ એવા શેષનાગે ભાઈઓનો સાથ છોડી દીધેલો અને એ વિષ્ણુના સાથી તથા પૃથ્વીના આધાર બની ગયેલા. નાગોમાં શ્રેષ્ઠતામાં શેષનાગ પછી બીજા નંબરે વાસુકિ હતા. નાગોના એ રાજા હતા. ધર્મનું ચુસ્તીથી પાલન કરનારા અને અતિ સમજદાર એવા વાસુકિએ માતાના શાપમાંથી બચવા માટે શું કરવું જોઈએ એ વિશે જાતે ખૂબ વિચાર્યું, પરંતુ કોઈ ઉપાય જડ્યો નહીં. પોતે સર્વજ્ઞ નથી અને પોતાને જે ન સૂઝે એ સાથીઓને સૂઝી શકે એવી સમજ અને નમ્રતા વાસુકિમાં હતી એટલે એમણે ઉપાય વિચારવા ઐરાવત તથા અન્ય બુદ્ધિશાળી નાગબંધુઓની મદદ માગી. એમણે ચુનંદા સાપોની બેઠક બોલાવી.

બેઠકના આરંભે વાસુકિએ પ્રામાણિકતાપૂર્વક સ્વીકાર્યું: ‘મને ડર લાગી રહ્યો છે.’

Chitralekha Gujarati からのその他のストーリー

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એમના વિરોધનું કારણ સમજો...

શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.

time to read

4 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આમાં કોનો વાંક છે?

હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?

time to read

2 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.

time to read

1 min

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિંહો ફરી રોગચાળાના સકંજામાં...

એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર

સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...

ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શું તમે ઓશિયાળા છો?

ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –

time to read

2 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?

સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત

અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.

time to read

1 min

15 June, 2026

Translate

Share

-
+

Change font size