試す - 無料

ખરા અર્થમાં કર્મયોગિની..

Chitralekha Gujarati

|

January 23, 2023

સતત સાત દાયકા સુધી ‘ચિત્રલેખા’ પરિવારને વિરાટ વડલા જેવી શીતળ છાયા આપતાં રહેલાં મધુરી કોટક એટલે અપાર સંઘર્ષથી તપેલા સોના જેવું તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતાં પુરુષાર્થી પત્રકાર તથા પારખુ નજર ધરાવતાં ઉમદા તસવીરકાર..

- કેતન મિસ્ત્રી (મુંબઈ)

ખરા અર્થમાં કર્મયોગિની..

મધુરીબહેન સાથે પ્રથમ પરિચય થયેલો ૧૯૮૦ના દાયકાના અંતભાગમાં. તે વખતે હું દૈનિક સમકાલીમાં ફિલ્મસમીક્ષા લખતો એ ક્રમે દર અઠવાડિયે નવી ફિલ્મના પ્રિવ્યુ શોમાં જવાનું થતું. મધુરીબહેન ત્યારે ચિત્રલેખા ગ્રુપના ફિલ્મ સામયિક જીનાં એડિટર હતાં. કોઈ મોટી, ગાજેલી ફિલ્મ હોય તો એ પ્રિવ્યૂમાં આવતાં. મનમોહન દેસાઈની ડિરેક્ટર તરીકેની છેલ્લી ફિલ્મ તૂફાનનો પ્રિવ્યુ મને યાદ છે. કોલાબા વિસ્તારમાં અભિનેતા શશી કપૂરની માલિકના બ્લેઝ મિની થિયેટરમાં મધુબહેન આવેલાં. સાથે હતા માં હોલીવૂડની ફિલ્મો વિશે લખતા વ્રજ શાહ. વ્રજભાઈએ અમારી ઓળખાણ કરાવી. મારા આશ્ચર્ય વચ્ચે મધુબહેને કહ્યું: ‘હું તમારા રિવ્યૂ વાંચું છું, જરા અલગ હોય છે. બને તો ક્યારેક લખો જી માટે.. થોડાં ડિફરન્ટ લખાણ અમને મળશે.’

એ પછી ૧૯૯૮માં હું ચિત્રલેખામાં જોડાયો અને એમને નિયમિત મળવાનું થતું. ફિલ્મવિષયક લેખ લખું તો અચૂક બોલાવે ને એ વિશે ચર્ચા કરે.

મને હંમેશાં એવું ફીલ થાય કે કોટક-દંપતી અલ્પમૂલ્યાંકિત રહ્યાં. એમની લેવાવી જોઈએ એવી નોંધ લેવાઈ નહીં. જરા વિચાર કરોઃ વજુ કોટક ૧૯૩૭માં મુંબઈ આવે છે, ૧૯૪૧માં પહેલું સર્જન ઈસાડોરા ડંકનની આત્મકથાનું રૂપાંતર રૂપરાણી આપે છે. ૧૯૫૯માં એમનો દેહાંત થાય છે. ૧૭-૧૮ વર્ષના ટૂંકા સમયગાળામાં એમણે ફિલ્મો માટે કથા-પટકથા-સંવાદ લખ્યાં, નવ જેટલી નવલકથા, અઢળક ટૂંકી વાર્તા-નિબંધ-લેખ લખ્યાં, પ્રભાતનાં પુષ્પો જેવું ચિંતનાત્મક સાહિત્ય સર્જ્ય, ચિત્રપટ, ચિત્રલેખા જેવાં સામયિક ચલાવ્યાં..

બીજી બાજુ મધુબહેન. ભાવનગરથી આવતાં એક સાદાં ગૃહિણી. ઓછું ભણેલાં, પણ લાઈફ યુનિવર્સિટીમાં ઝાઝું ગણેલાં મધુબહેને અપાર સંઘર્ષ વેઠીને દેશનાં બીજાં ગુજરાતી મહિલા તસવીરકાર (પહેલા હોમાઈ વ્યારાવાલા) બનવાનું બહુમાન મેળવ્યું. પછી ચિત્રલેખા સહિતનાં સામયિકોનાં સંપાદક થયાં.

Chitralekha Gujarati からのその他のストーリー

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size