試す 金 - 無料
હૃદય હચમચાવતી આવી કેટકેટલી કરુણાંતિકા
Chitralekha Gujarati
|November 14, 2022
માનવીની બેદરકારી, લોભ, ભ્રષ્ટાચાર કે પછી અણઆવડતને કારણે સર્જાતી આપત્તિમાં દર વર્ષે સેંકડો લોકો જાન ગુમાવે છે. આવી ઘટના ઘટે ત્યારે સત્તાવાળા સામે સામાન્ય લોકોનો રોષ ભભૂકી ઊઠે છે. એ રોષ ઠંડો પાડવા માટે મૃતક-ઈજાગ્રસ્ત માટે નાણાકીય વળતરની જાહેરાત થાય છે, ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા માટે કમિશન નિમાય છે, પણ થોડા દિવસમાં બધું ભુલાઈ જાય છે. જરૂર છે શિસ્ત અને ફરજનિષ્ઠાની.

મોરબીના ઝૂલતા પુલની ટ્રેજેડી હોય કે તાજેતરમાં હેલોવિન ફેસ્ટિવલની ધક્કામક્કીમાં દક્ષિણ કોરિયામાં થયેલાં ૧૫૦ લોકોનાં મોતની ગમખ્વાર ઘટના, આવી માનવસર્જિત હોનારત મોટે ભાગે આગ, ધક્કામુક્કી, અકસ્માત, કશુંક તૂટી પડવું કે પાણીમાં ડૂબી જવા સંબંધી હોય છે, જેમ કે..
૧૯૫૪માં અલાહાબાદના કુંભમેળા વખતે તંત્રની બેદરકારીને લીધે એવી ધક્કામુક્કી સર્જાઈ કે ૮૨૦ લોકોના જીવ ગયા. ૨૦૧૩ના કુંભમેળા વખતે પણ અલાહાબાદ સ્ટેશન પરની ગિરદીમાં ૩૬ યાત્રાળુ ગૂંગળાઈ મર્યા હતા. એ જ રીતે ૨૦૦૫માં મહારાષ્ટ્રના વાઈ શહેરના એક મંદિરમાં થયેલી નાસભાગમાં તો ૩૫૦ ભાવિકોએ જાન ગુમાવેલા.
૨૦૧૩માં મધ્ય પ્રદેશના રત્નગર્ભ મંદિરમાં દર્શનાર્થીઓના જંગી ધસારામાં ૧૧૫ ભક્તો દબાઈ મૂઆ હતા. ૨૦૦૮માં જોધપુરના ચામુંડા મંદિરની તોતિંગ ભીડમાં ૧૨૦ ભક્તોના જીવ ગયા હતા. ૨૦૦૬માં નૈનાદેવી મંદિર (હિમાચલ પ્રદેશ) તથા ૨૦૧૧માં શબરી માલા (કેરળ)માં ભીડ બેકાબૂ બની, એમાં અનુક્રમે ૧૫૦ અને ૧૦૬ લોકોનાં મોત થયાં હતાં.
૨૦૧૪માં દાઉદી વહોરા સંપ્રદાયના વડા સૈયદના સાહેબના મુંબઈસ્થિત નિવાસસ્થાને ધક્કામુક્કી થતાં ૧૮ અનુયાયીએ જાન ગુમાવેલા.
મક્કામાં ઘણી વાર નાસભાગ હજયાત્રીઓનાં મોતનું કારણ બની છે તો શિવાકાશીમાં ફટાકડા ફૅક્ટરીઓની આગ પણ લોકોના જીવ લેતી રહી છે.
મુસ્લિમોના સૌથી પવિત્ર સ્થળ મક્કાની ટનલમાં ૧૯૯૦માં થયેલી નાસભાગે ૧૪૨૬ હજયાત્રીના જાન લીધેલા. એ જ રીતે ૨૦૦૫માં શયતાનને પથ્થર મારવાના વિધિસ્થળે ધક્કામુક્કી થઈ, એમાં ૨૫૧ હાજીઓ જન્નતનશીન થયા હતા. ૨૦૦૬માં એ જ સ્થળે ૬૨ મુસ્લિમો ધસારામાં ગૂંગળાઈ ગયા હતા. ૨૦૧૫ની હજયાત્રા દરમિયાન પણ આવી ટ્રેજેડીમાં ૭૧૭ યાત્રી માર્યા ગયા હતા.
このストーリーは、Chitralekha Gujarati の November 14, 2022 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Chitralekha Gujarati からのその他のストーリー

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size