試す - 無料

ઈરાન, હિજાબવિવાદ અને ભભૂકતી હિંસા સાવધાન! તેલનો સોદાગર ભડકે બળે છે..

Chitralekha Gujarati

|

October 17, 2022

બાવીસ વર્ષની મ્હાસા અમીનીના કસ્ટડીમાં મૃત્યુ પછી ઈરાનમાં ફાટી નીકળેલો વિરોધ અને હિંસા ખરેખર તો છેલ્લાં ઘણાં વરસોના ભારેલા અગ્નિને કારણે થયેલો ભડકો છે. ઈસ્લામિક ક્રાંતિ પછીના ચાર દાયકામાં ઈરાનની સામાન્ય જનતાની જિંદગી શીર્ષાસન કરી ચૂકી છે. એક સમયે આધુનિક ગણાતું ઈરાન અચાનક સદીઓ પાછળ ફેંકાઈ ગયું છે. હવે પ્રજાએ ઘડિયાળના કાંટા ઊલટાવવાની શરૂઆત કરી છે.

- ઉમંગ વોરા

ઈરાન, હિજાબવિવાદ અને ભભૂકતી હિંસા સાવધાન! તેલનો સોદાગર ભડકે બળે છે..

તાનાશાહ, તારું મૃત્યુ આવ્યું છે..

સ્ત્રી, જીવન, સ્વતંત્રતા..

આવાં સૂત્રો સાથે છેલ્લાં બે અઠવાડિયાંથી ઈરાન ગુંજી રહ્યું છે. રાજધાની તહેરાન સહિત ઈરાનનાં પચાસેક શહેરોમાં પ્રદર્શનકારીઓનાં ટોળાં કટ્ટરપંથી ઈસ્લામિક સત્તા, ક્રૂર પોલીસ કાર્યવાહી અને અત્યાચાર સામે આંદોલન પર ઊતર્યાં છે. દિવસે ને દિવસે હિંસક બની રહેલાં આ વિરોધ પ્રદર્શનોની શરૂઆત બાવીસ વર્ષી મ્હાસા અમીનીના કસ્ટોડિયલ ડેથ પછી થઈ, જેની ઈરાનની મોરાલિટી પોલીસે હિજાબમાંથી વાળ દેખાતા હોવાને કારણે ધરપકડ કરી હતી અને પછી કસ્ટડીમાં અત્યાચારથી એનું મોત થયું હતું. મ્હાસાની દફનક્રિયા વખતે એના પરિવારે મુલ્લાઓને આવવા ન દઈને જડ ઈસ્લામિક રૂઢિઓનો ખુલ્લેઆમ વિરોધ કર્યો.

અમીનીના મોત પછી આ પ્રદર્શનો મોળાં પડવાને બદલે ઉગ્ર બનતાં ગયાં. અન્ય એક પ્રદર્શનકારી યુવતીએ હિજાબના વિરોધમાં પોતાના વાળ કાપ્યા તો પોલીસે એને વીંધી નાખી. હવે તહેરાનમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રસ્તે ઊતર્યા છે. સત્તાવાર આંકડા ૧૪ લોકો અને ૧૯ પોલીસનાં મોતના છે, પણ મોતનો બિનસત્તાવાર આંક ૪૦થી ૯૦નો કહેવાય છે. ૧૫૦૦ લોકોની ધરપકડ થઈ છે.

આ ધમાચકડી વચ્ચે સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠક માટે અમેરિકા ગયેલા ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનો ત્યાંની એક ટીવીચૅનલ પર ઈન્ટરવ્યૂ ગોઠવાયો હતો. યોગાનુયોગ એ મુલાકાત મૂળ ઈરાનની જ પત્રકાર ક્રિસ્ટિન લેવાની હતી, પણ રઈસી સામે ક્રિસ્ટિને હિજાબ પહેરવાની ના પાડી દેતાં રાષ્ટ્રપતિશ્રી ઈન્ટરવ્યૂ આપવા જ ન આવ્યા!

છેલ્લાં પાંચ વર્ષમાં ઈરાનમાં આ ત્રીજું વ્યાપક હિંસક વિરોધ પ્રદર્શન છે. અભ્યાસુઓના મતે ઈરાનની આજની આગનાં બળતાં તણખલાં તો છેક ૧૯૭૯ની ક્રાંતિથી મળી રહે છે.

આજે ગલીએ ગલીએ મહિલાઓને સરખાં કપડાં પહેરવાના પાઠ શીખવતા ઈરાનમાં ૧૯૬૦-૭૦ના દાયકામાં મહિલાઓ બિકિનીમાં દરિયાકિનારે ટહેલતી, મિની સ્કર્ટ પહેરીને જાહેરમાં હરતી-ફરતી, મન પડે એવા ડ્રેસ પહેરી યુનિવર્સિટીમાં ભણતી, નોકરી કરતી હતી. અરે, ઈરાનનાં મહારાણી સુદ્ધાં પશ્ચિમી પહેરવેશમાં ટિપટોપ રહેતાં.

પશ્ચિમી પ્રભાવ કેવી રીતે આવ્યો?

Chitralekha Gujarati からのその他のストーリー

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size