試す 金 - 無料
વતનપ્રેમ સંગે સારવારનું સાહસ ફળ્યું
Chitralekha Gujarati
|September 05, 2022
રોજ સરેરાશ ૧૮ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરતા અમદાવાદની ‘શેલ્બી હૉસ્પિટલ’ના ખ્યાતનામ ઑર્થોપેડિક સર્જ્યન ડૉ. વિક્રમ શાહે આ ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનમાં પણ નોંધપાત્ર પ્રદાન આપ્યું છે.
-
થોડા સમય પહેલાંની વાત છે. આફ્રિકાના ઘાના દેશના બોલ્ગાટાંગા શહેરવાસી ચાર સંતાનનાં માતા અને નિવૃત્ત નર્સ નાન્સાતા સાલીફ અને એમના પતિ અમદાવાદ આવ્યાં. અમદાવાદની એમની આ પ્રથમ મુલાકાત હતી અને બન્ને ખૂબ ચિંતિત હતાં.
એનું કારણ એ કે ૬૫ વર્ષી નાન્સાતા ડિસેમ્બર, ૨૦૧૬માં ઘરકામ કરતી વખતે પડી ગયાં, એમાં પગે ફ્રેક્ચર થયું એટલે ઘાનાના વાબકુ શહેરમાં હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી, પરંતુ ઈન્ફેક્શન થયું એટલે કુમાસી શહેરની હૉસ્પિટલના ડૉક્ટરે ફરીથી હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરી, જે સફળ ન થઈ. કમભાગ્ય ગણો તો એ પછી પણ પાંચ વખત હિપ રિપ્લેસમેન્ટની રિવિઝન સર્જરી કરાવવી પડી.
પરિણામ શું? તમામ સર્જરી ફેલ અને પીડા અસહ્ય. સારવારખર્ચ થયો એ વધારામાં. જો કે નાન્સાતા હિંમત ન હાર્યાં. એ અરસામાં એમને કોઈકે કહ્યું કે ભારતમાં અમદાવાદની ‘શેલ્બી હૉસ્પિટલ’ના ડૉ. વિક્રમ શાહે દેશવિદેશના અનેક દરદીઓની જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરી છે એટલે ઘાનાવાસી દંપતી અમદાવાદ આવ્યાં. ખૂબ અરમાન સાથે આવ્યાં. કારણ, અહીં પણ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી જ થવાની હતી. સર્જરી થઈ અને એ સફળ નીવડી. ‘શેલ્બી’માંથી હર્ષભેર વિદાય લેતાં નાન્સાતાએ ડૉ. વિક્રમ શાહને ગળગળા અવાજે કહ્યું: ‘સર, બિગ બિગ થેન્ક યુ.’
આ કિસ્સો યાદ કરી વિખ્યાત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જ્યન ડૉ. વિક્રમ શાહ કહે છે: ‘મેં દરદીની રિવિઝન સર્જરી (જૂનું ઈમ્પ્લાન્ટ દૂર કરીને નવું ઈમ્પ્લાન્ટ બેસાડવાની સારવાર)માં એસિટાબ્યુલમ (હિપ બોર્નનું સોકેટ કે જેમાં ફેમર ફિટ થાય)ને ખાસ ઈન્સ્ટ્રુમેન્ટેશનથી હાડકાંને નુકસાન કર્યા વિના રિવાઈઝ કર્યું. પછી સોકેટને મોટી સાઈઝના કપ અને સ્મૂથી વ્યવસ્થિત કર્યું અને પ્લાસ્ટિક લાઈનર મૂક્યાં.’
એ થકી વિદેશી દરદી નાન્સાતા પીડામુક્ત થયાં. વિદેશમાં છ વખત સર્જરી પછી ભારતમાં રિવિઝન સર્જરી સફળ થયાનો દેશનો આ સંભવતઃ પ્રથમ કેસ હતો.
このストーリーは、Chitralekha Gujarati の September 05, 2022 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Chitralekha Gujarati からのその他のストーリー
Chitralekha Gujarati
વ્યવહાર અને વાસ્તવિકતામાં ફરક છે...
ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરવા અને એનો અમલ કરી શકવા વચ્ચે મોટું અંતર છે. નેપાળના નવા વડા પ્રધાનને સત્તા પર આવ્યાના ગણતરીના સમયમાં જ એનો અનુભવ થઈ ગયો.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
‘ચિત્રલેખા’નો એક લેખ, જેણે બદલી નાખ્યું જીવન...
તંદુરસ્તી જ સાચી મૂડી છે એ સમજાતાં બીજા જ દિવસથી એમણે બદલ્યો જીવનનો ક્રમ.
1 mins
May 18, 2026
Chitralekha Gujarati
વહાણ બનાવવું કામ છે, સમુદ્ર સર કરવો એ સ્વપ્ન છે!
કામની સફળતા, સાર્થકતા અને સંતોષમાં એ કામ કરવા પાછળના હેતુની સ્પષ્ટતા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સ્ટીવ જૉબ્સ, માર્ટિન લ્યુથર કિંગ અને સૅમ વોલ્ટન જેવા લીડર બીજા લોકોથી અલગ એટલા માટે પડે છે, કારણ કે એમણે હંમેશાં જાતને સવાલ પૂછ્યો હતોઃ ‘હું આ શા માટે કરું છું?’
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
આપણે જે રીતે વિચારીએ છીએ એ રીતે લોકો આપણને મૂલવતા હોતા નથી. એ બધા પણ પોતાની દુનિયામાં જ વ્યસ્ત હોય છે. આથી જેવા છીએ એવા-સહજ બની રહીએ.
1 min
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ કેમેરા...ટ્રાવેલ
દક્ષિણ ભારતમાં કલાકારોને ભગવાન માનવામાં આવે છે. પછી તેમને લીધે શ્રદ્ધા, ભાવના, ઉત્સુકતા એમ બધાનો સંગમ થાય છે અને તે ફિલ્મમાં જ્યાં જાય છે તે ઠેકાણે મુલાકાત લેવા માટે લોકો ઘેલા બની જાય છે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
એ ૮૦ હિપ્પોની કોલંબિયામાં કતલ થશે કે જામનગરમાં એમને જીવતદાન મળશે?
વન્યપ્રાણીની વસતિ કે એનો રંજાડ વધી જાય તો એવા જીવોને મારી નાખવામાં આવે છે. દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયાની જીવનરેખા સમી મેગડાલે નદીના પટમાં હિપ્પોપોટેમસની સંખ્યા વધીને ૨૦૦ સુધી પહોંચી જતાં હવે એને જોખમી જાહેર કરી સ્થાનિક સરકારે એમાંથી ૮૦ જેટલા હિપ્પોનો ‘નિકાલ’ કરવાનું ઠેરવ્યું છે. જો કે ગુજરાતના એક ખૂણે એમને આશ્રય મળવાની શક્યતા પણ ઊભી થઈ છે.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
એક પછી એક
છેવટ સમસ્યામાંથી સમસ્યા જ નીકળી સમજ્યો હતો હું–પૂરો થયો મામલો હવે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
દીકરા માટે હજી આટલો દુરાગ્રહ કેમ?
લૈંગિક ભેદભાવ નાબૂદ કરવાની સહિયારી જવાબદારી છે શિક્ષિત સ્ત્રી-પુરુષોની... અને સમાજની.
3 mins
May 04, 2026
Chitralekha Gujarati
મુખવાસ
માય નેમ ઈઝ સ્પાઈડરમૅન
1 mins
May 04, 2026
Chitralekha Gujarati
મુખવાસ
અંધેર નગરી ને ગધેડા રાજા
1 mins
May 04, 2026
Translate
Change font size
