રોટલી ગોળ જ શા માટે હોય? જવાબ ખબર છે?
ABHIYAAN|March 02, 2024
શૈક્ષણિક રીતે પાછળ હોવાનું મનાતા કચ્છ જિલ્લામાં અત્યારે ધીરે-ધીરે પણ સાતત્યથી વિજ્ઞાન પ્રવૃત્તિઓ વધી રહી છે. ભુજની સાથે-સાથે નાનાં ગામોનાં બાળકોનો પણ વિજ્ઞાનમાં રસ વધી રહ્યો છે. વિજ્ઞાન મેળા, રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં કચ્છનાં બાળકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યાં છે. વિજ્ઞાનના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતાં બાળકો સામાન્ય જીવનને વિજ્ઞાન સાથે જોડીને જોઈ શકે છે. તાલુકા કક્ષાએ પણ વિજ્ઞાન કેન્દ્રો ચાલુ થાય તો ગ્રામ્ય વિસ્તારનાં બાળકોને ફાયદો થઈ શકે.
સુચિતા બોઘાણી કનર
રોટલી ગોળ જ શા માટે હોય? જવાબ ખબર છે?

પ્રશ્નઃ રોટલી શા માટે ગોળ જ હોય છે?

વિદ્યાર્થીઓએ આપેલા જવાબઃ

• સૂર્ય, ચંદ્ર, પૃથ્વી બધું જ ગોળ છે માટે.

• રોટલી રાખવાનો ડબ્બો ગોળ હોય છે માટે..

• મમ્મી ગોળાકાર બહુ ઝડપથી બનાવી શકે છે માટે..

• ગોળાકાર બનાવવો સહેલો હોય છે માટે..

• પાટલો ગોળ હોય છે માટે..

• ગેસનું બર્નર ગોળ હોય છે માટે..

• ગોળ રોટલી દેખાવમાં સારી લાગે છે માટે..

આમાંથી સાચો જવાબ ક્યો?

આ પ્રશ્નનો જવાબ ભલે મોટા માણસોને ખબર ન હોય, પરંતુ કચ્છનાં ગામડાં અને શહેરનાં અનેક નાનાં બાળકો તેનો જવાબ જાણે છે.તેમને ખબર છે કે, તાપ મીણબત્તીનો હોય કે દીવાનો કે ચૂલાનો હોય કે ગેસનો, તાપ હંમેશાં બધી જ દિશા એક સરખી રીતે ફેલાય છે. રોટલી ગોળ હોય તો તે ચારેબાજુ સરખી રીતે શેકી શકાય છે. જો ચોરસ કે ત્રિકોણ રોટલી હોય તો તે શેકવામાં મુશ્કેલી પડે, વચ્ચેથી બળી જાય અને છેડેથી કાચી રહી જાય. આથી જ રોટલી ગોળ બનાવાય છે.

હાલમાં કચ્છમાં વિજ્ઞાન પ્રવૃત્તિનો વ્યાપ ધીરે-ધીરે વધી રહ્યો છે. આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં બાળકો આ અને આવા પ્રશ્નોના જવાબ જાણે છે. આ પ્રવૃત્તિઓના પરિણામે જ બાળકો વિજ્ઞાનને એક વિષય તરીકે તો જુએ જ છે, પરંતુ તેને જીવન સાથે જોડવાનું પણ શીખી રહ્યાં છે. રોજબરોજની દરેકે દરેક ક્રિયા સાથે, દરેક વસ્તુ સાથે વિજ્ઞાન અને ગણિત જોડાયેલું હોય છે. તે બાળકો જાણી રહ્યાં છે. તેઓ જો જીવનને વૈજ્ઞાનિક રીતે જોતાં શીખે તો કદાચ જીવન પ્રત્યેનો તેમનો અભિગમ બદલાઈ શકે. આવા હેતુથી જ આ સરહદી વિસ્તારમાં વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ થાય છે. જોકે આજે આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલાં બાળકો વધ્યા હોવા છતાં સમગ્ર કચ્છનાં બાળકોની તુલનામાં તેમની સંખ્યા ઓછી છે. આ સંખ્યા વધવી જોઈએ.

この記事は ABHIYAAN の March 02, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の March 02, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 分  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

દુઃખના દવમાં પાંચ પગલાં

time-read
4 分  |
Abhiyaan Magazine 18/05/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?

time-read
4 分  |
Abhiyaan Magazine 18/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક

time-read
2 分  |
Abhiyaan Magazine 18/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા

time-read
2 分  |
Abhiyaan Magazine 18/05/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા

time-read
3 分  |
Abhiyaan Magazine 18/05/2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)

time-read
3 分  |
Abhiyaan Magazine 11/05/2024