એનાલિસિસ
ABHIYAAN|Abhiyaan Magazine 18/05/2024
ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?
સુધીર એસ. રાવલ
એનાલિસિસ

ચૂંટણી આવે એટલે વિવિધ પ્રકારનાં સર્વેક્ષણોની જાણે મોસમ આવી. સર્વેક્ષણો કરતી એજન્સીઓ માટે એ બિઝનેસની ખાસ સિઝન કહેવાય. આવા સમયે સવાલ થાય કે આ સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી? છેલ્લાં કેટલાંક વર્ષોમાં લોકસભા કે વિધાનસભાઓની ચૂંટણીમાં જાહેર થયેલાં સર્વેક્ષણોનો ટ્રૅક-રેકોર્ડ જોઈએ તો એ પણ સવાલ થાય કે ચૂંટણી પર થતાં સર્વેક્ષણો પર ભરોસો કરવો જોઈએ કે નહીં? અને કરવો જોઈએ તો કેટલો ભરોસો કરવો જોઈએ? આજકાલ સામાન્ય રીતે મત આપવા ન જતાં નાગરિકોમાં પણ રાજકારણ વિષેનો રસ ગજબ હોય છે. કયો પક્ષ જીતશે કે હારશે? કયા ઉમેદવારની સ્થિતિ મજબૂત છે કે નબળી? કોની સરકાર આવશે કે જશે? આવા વિષયો પર લોકોની જિજ્ઞાસા એવી પ્રબળ હોય છે કે સર્વેક્ષણોની મોસમ પણ એ કારણે જ અચાનક પુરબહારમાં ખીલી ઊઠે છે. લોકોની જિજ્ઞાસા કહો કે અપેક્ષા, તેની રોકડી કરી લેવા રાતોરાત અનેક એજન્સીઓ અસ્તિત્વમાં આવી જાય છે, પરંતુ ચૂંટણી બાદ તેનો કોઈ અતોપતો જડતો નથી. એવું નથી કે સર્વેક્ષણો કરનારી બધી એજન્સીઓ આ પ્રકારની હોય છે. વિશ્વસનીય કહી શકાય તેવી પણ સંસ્થાઓ - એજન્સીઓ છે, જેઓ વૈજ્ઞાનિક ઢબે પદ્ધતિસર સર્વેક્ષણો કરતી હોય છે અને તેમનાં અનુમાનો ઘણે અંશે સાચા પણ પડતાં હોય છે. આમછતાં એક હકીકત એ પણ છે કે આવી સારી એજન્સીઓનાં સર્વેક્ષણો પણ ઘણીવાર ખોટાં પડી શકે છે. એનો અર્થ એવો ન કરી શકાય કે એજન્સી શંકાસ્પદ છે. એક રીતે જોઈએ તો સર્વેક્ષણોનું અનુમાન હવામાન પર થતાં અનુમાનો જેવું જ હોય છે, જે ક્યારેક સચોટ તો ક્યારેક સાવ ખોટું હોય છે, છતાં આગાહીઓ થતી હોય છે અને એ પણ એ જ પદ્ધતિએ!

સર્વેક્ષણોની વિશ્વસનીયતા સમજવા માટે સર્વેક્ષણ કરતી એજન્સીનો ટ્રૅક-રેકોર્ડ જાણવો જરૂરી હોય છે. એ પણ જાણવું જોઈએ કે જે-તે એજન્સીની સરવે કરવાની પતિ શું છે? જમીન પર કેટલો સરવે કરાયો છે? ટૅક્નોલૉજીનો ઉપયોગ કેટલો અને કેવી રીતનો થયો છે. સર્વેક્ષણ કરનારી ટીમ અને તારણો અને અનુમાન પર આવનાર તજજ્ઞોનો અભ્યાસ અને અનુભવ શું છે, તેવાં અનેક પાસાંઓ સર્વેક્ષણની વિશ્વસનીયતા સમજવા માટે મહત્ત્વનાં હોય છે.

この記事は ABHIYAAN の Abhiyaan Magazine 18/05/2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の Abhiyaan Magazine 18/05/2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો

time-read
3 分  |
Abhiyaan Magazine 08/06/2024
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
ABHIYAAN

Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?

કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે

time-read
1 min  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન ગાર્ડનિંગ

હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?

time-read
2 分  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન

time-read
2 分  |
Abhiyaan Magazine 08/06/2024
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
ABHIYAAN

નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!

બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.

time-read
3 分  |
Abhiyaan Magazine 08/06/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!

time-read
5 分  |
Abhiyaan Magazine 08/06/2024
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
ABHIYAAN

કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ

મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.

time-read
5 分  |
Abhiyaan Magazine 08/06/2024
બિંજ-થિંગ,
ABHIYAAN

બિંજ-થિંગ,

કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ

time-read
5 分  |
Abhiyaan Magazine 08/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો

time-read
5 分  |
Abhiyaan Magazine 08/06/2024
અવસર
ABHIYAAN

અવસર

પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?

time-read
6 分  |
Abhiyaan Magazine 08/06/2024