試す - 無料

Nirmit Magazine - すべての号

સામાજિક, શૈક્ષણિક, સાંસ્ક્રુતિક, સાહિત્યિક અને વ્યવસાયિક ગતિવિધિઓની જાણકારી અને અંતરંગ વિગતો ‘નિર્મિત ‘ માંથી મળે તેવી નેમ સાથે… એક નવા સૂર્યનો ઉદય થઇ રહ્યો છે. ‘નિર્મિત’ ને શિષ્ટ સાહિત્ય, લોકસાહિત્યના અભ્યાસી અને લોકશિક્ષણમાં શ્રધ્ધા ધરાવતા સહ્યદયી લેખકો મળ્યા છે, તે ‘નિર્મિત’ માટે જમા પાસુ છે. લેખકો એ ‘નિર્મિત’ ની મૂડી છે. કુટુંબના આબાલ-વ્રુધ્દ્ધ પ્રત્યેક સભ્યો એક સાથે બેસી ને ‘નિર્મિત’ વાંચી શકશે, એવુ એનુ પોત છે. અનેક વિટંબણા અને સમસ્યા-પ્રક્ષ્ર્નોથી ઘેરાયેલા ગ્રામ્ય વિસ્તારનાં પીડાતા ત્રસ્ત લોકો આજે નિરાશામય જીંદગી જીવી રહ્યાં છે તેવા સમયે તેના ખભે હાથ મુકીને હિંમત, સધિયારો આપવનું કાર્ય ‘નિર્મિત’ કરશે. એટલુંજ નહી પણ… માણસના દિલમાં માતુભૂમિની અસ્મિતાનો ભાવ જગાડવાનું ઉમદા કાર્ય ‘નિર્મિત’ કરશે. દર સપ્તાહે સોમવારે આપણી કાઠિયાવાની સંસ્ક્રુતિ અને વિરાસતને ‘નિર્મિત’ માં ગૌરવભેર સ્થાન અપાશે.