कोशिश गोल्ड - मुक्त

જીવતેજીવ શ્રદ્ધાંજલિ જીવનને સાફ રીતે જોવાનો પ્રયાસ

Chitralekha Gujarati

|

November 25, 2024

સામાન્ય રીતે આપણે આપણા મૃત્યુની વાત કરવાનું ટાળીએ છીએ, પણ અમુક ‘સાહસિક’ લોકો એવી વાતોને તંદુરસ્તીના સ્તરે લઈ જતા હોય છે. પોતાના મૃત્યુનો વિચાર એ કદાચ સૌથી સકારાત્મક વિચાર છે.

- રાજ ગોસ્વામી

જીવતેજીવ શ્રદ્ધાંજલિ જીવનને સાફ રીતે જોવાનો પ્રયાસ

એક અંતિમ સાફ અવાજ...

મહાભારતમાં એક જગ્યાએ કહ્યું છે કે જિંદગીનો સૌથી મોટો ચમત્કાર એ છે કે આપણને ખબર છે કે મૃત્યુ અનિવાર્ય છે, છતાં આપણને એ વિશ્વાસ નથી કે એક દિવસ હું પણ મરી જઈશ. મૃત્યુને લઈને સહજ થઈ જવાની મેં એક વાર કોશિશ કરી હતી, પરંતુ મારી હાલત એક માછલી જેવી હતી, જે જમીન પર ઊછળી ઊછળીને પોતાને મૃત્યુની શક્તિમાંથી આઝાદ કરવાની કોશિશ કરે છે...

મુંબઈમાં મેં એક વાર આચાર્ય રજનીશને મૃત્યુના ભય વિશે પૂછેલું. એમણે કહેલુંઃ ‘મૃત્યુના ભયથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય એ છે કે આપણે મરતી વ્યક્તિને જોવી જોઈએ.' હું બહુ વખત આ કરું છું. હું કોઈનાં લગ્નમાં જાઉં કે ન જાઉં, અંતિમ સંસ્કારમાં અવશ્ય જાઉં છું. હું મૃત વ્યક્તિના સંબંધીઓ સાથે બેસું છું. હું નિયમિત નિગમબોધના સ્મશાનઘાટ પર જાઉં છું અને ચિતામાં આગ લાગતી હોય અને શરીર લપટોમાં સળગતું હોય એ જોયા કરું છું. એ વખતે મને કવિ ટેનિસનની આ પંક્તિઓથી બહુ રાહત મળે છેઃ સૂર્યાસ્ત અને સાંજનો તારો, અને મારા માટે એક અંતિમ સાફ અવાજ.

અને કદાચ શરાબખાનાની ચીખ પુકાર પણ નહીં, જ્યારે હું સમુદ્રની યાત્રા પર નીકળી જઈશ...

ગોધૂલિક અને સાંજનો સમય, અને એ પછી બધો અંધકાર અને શક્ય છે કોઈ ઉદાસી ન હોય, ન હોય વિદાય, જ્યારે હું નીકળું.

- પત્રકાર-સંપાદક-લેખક ખુશવંત સિંહ

નવા વર્ષના પહેલા દિવસે ભારતે એક ઉત્તમ અર્થશાસ્ત્રીને ગુમાવ્યા. ૬૯ વર્ષના વિવેક દેબરોય વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ તથા નાણા મંત્રાલયની ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્ગીકરણ અને ફાઈનાન્સિંગ ફ્રેમવર્ક પરની નિષ્ણાત સમિતિના અધ્યક્ષ હતા. દેબરોય ૨૦૧૫થી ૨૦૧૯ સુધી ભારત સરકારની થિન્ક ટૅન્ક સમા નીતિ આયોગના સભ્ય પણ હતા. વર્ષ ૨૦૧૫માં એમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

વિવેક દેબરોય નવા બૌદ્ધિક દૃષ્ટિકોણ માટે જાણીતા હતા. એ એક ઉત્તમ અનુવાદક અને આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને ઈતિહાસના વિદ્વાન હતા. એમણે અનેક પુસ્તકો લખ્યાં છે. એ ઘણાં અખબારોમાં સલાહકાર સંપાદક પણ હતા. એમણે મહાભારત, રામાયણ અને ભગવદ્ગીતાનો સંસ્કૃતમાંથી અંગ્રેજીમાં અનુવાદ પણ કર્યો છે.

Chitralekha Gujarati से और कहानियाँ

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Listen

Translate

Share

-
+

Change font size