कोशिश गोल्ड - मुक्त

કુમારઃ સદીને આંબતું સામયિક

Chitralekha Gujarati

|

October 21, 2024

એકસો વર્ષ પહેલાં ‘ઊગતી પ્રજાનું માસિક’ મુદ્રાવાક્ય સાથે શરૂ થયેલા ‘કુમાર’નું મુદ્રાચિત્ર હતું (અને છે)-એક હાથમાં લગામ, બીજા હાથમાં ભાલો ધારીને યુવાઊર્જાના પ્રતીક સમો થનગનતો ઘોડેસવાર. પ્રવેશાંકમાં આહવાન હતું કે ‘કુમાર-કુમારીમાંથી, જેઓ ઊછરતા લેખકો હશે એમને અમે યોગ્યતા પ્રમાણે સ્થાન આપીશું, કારણ કે અમારી ઈચ્છા છે કે આ માસિક વાંચનારાનાં હૃદયનું પ્રતિબિંબ બની રહે.’ યુવાવર્ગમાં સંસ્કારસિંચનના ઉદ્દેશથી શરૂ થયેલું આ માસિક કાળની થપાટ ખમતું, ત્રણેક વરસના અંતરાલને બાદ કરતાં અવિરત પ્રકાશિત થતું રહ્યું. રવિશંકર રાવળથી પ્રફુલ્લ રાવલના તંત્રીપદ હેઠળ ગુણવત્તાયુક્ત, વૈવિધ્યસભર વાંચનસામગ્રીથી ત્રણ-ચાર પેઢીને વિચારસમૃદ્ધ કરતું રહ્યું. કિશોર-કિશોરીનાં સંસ્કારસંવર્ધન અને ઘડતરમાં અનન્ય પ્રદાન ધરાવતા ‘કુમાર’ના જન્મની, ક્રમબદ્ધ વિકાસની તથા અનેક વિપરીતતા વચ્ચે લક્ષ્ય ટકાવી રાખવાના સંઘર્ષની કથા બડી રસપ્રદ છે.

- ડૉ. કુમારપાળ દેસાઈ

કુમારઃ સદીને આંબતું સામયિક

વાત બરાબર એક સદી પૂર્વેની છે. કલ્પના છે, ગુજરાતની પ્રજાને વિશ્વની ગતિવિધિ અને સંસ્કારઘડતરની સામગ્રી આપતું સામયિક પ્રગટ કરવાની. એ સામયિક એટલે કુમાર. એક સદી પૂર્વે ગુજરાતી ભાષામાં વિશ્વનાં સ્પંદનોને ઝીલીને પ્રગટ થયેલું કુમાર સામયિક એકસો વર્ષ પૂર્ણ કરે એ ઘટના ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસનું મહત્ત્વનું સોપાન છે. ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિનાં ઘડતરમાં એણે મહત્ત્વનું યોગદાન આપ્યું અને એથીય વિશેષ તો ગુજરાતને જ્ઞાન અને માહિતીની દૃષ્ટિએ સમૃદ્ધ કરવાની એક સુદીર્ઘ પરંપરા એણે આજ સુધી જાળવી રાખી છે. કુમારના પ્રથમ અંકમાં બચુભાઈ રાવતે નિવેદન આપતાં લખ્યું હતું કે આવતી પેઢીને ખમીરવંતી બનાવવાનો આ સામયિકનો આશય છે.

એનો પ્રારંભ કર્યો ગુજરાતના કળાગુરુ રવિશંકર મહાશંકર રાવળે. એ સમયે ભેખધારી પત્રકાર હાજી મહમ્મદ અલારખિયાનું વીસમી સદી સામયિક એની લેખસામગ્રી અને સચિત્રતા માટે વિશેષ જાણીતું હતું, પરંતુ હાજી મહમ્મદ અલારખિયાના અવસાન પછી વીસમી સદી બંધ પડ્યું. એ સમયે એમની સાથે નિકટતાથી સંકળાયેલા કળાગુરુ રવિશંકર રાવળના મનમાં એક સચિત્ર સામયિક શરૂ કરવાનો વિચાર જાગ્યો. એમણે વિચાર્યું કે ‘આપણે પ્રજાજીવન ખીલવવું હોય તો શાળા અને ઘરની વચ્ચે સંબંધ સાધતું વ્યવહાર, સાહસ અને ચારિત્ર્યમાં સજગતા તથા તાલીમ આપે એવું પત્ર કાઢવું જોઈએ.’

ચિત્તમાં આ વિચાર ચાલતો હતો એ સમયે રવિશંકરભાઈ ભાવનગર ગયા. ત્યાં દક્ષિણામૂર્તિમાં અનંત અને ઉપેન્દ્ર પંડ્યા તથા બીજા કેટલાક વિદ્યાર્થી સાથે મળીને કુમાર નામનું હસ્તલિખિત સામયિક ચલાવતા હતા એ એમણે જોયું. ચૌદેક વર્ષના આ વિદ્યાર્થીઓ પાસેથી કળાગુરુ રવિશંકર રાવળે પોતાના સામયિકના નામની પસંદગી કરી અને એના પ્રથમ અંકમાં અનંત અને ઉપેન્દ્ર કુમારના પહેલા તંત્રીઓ નામનો લેખ લખ્યો. એમનું ઔદાર્ય તો એવું કે એમણે ૧૯૧૮ની ૩૦ જાન્યુઆરીએ પોતે દોરેલાં બે વિદ્યાર્થીનાં સ્કેચ પણ આ લેખ સાથે છાપ્યાં. એ જમાનામાં અમદાવાદમાં બ્લૉક બનાવવાની સગવડ નહોતી આથી એક નવા સાહસ સાથે કુમાર સ્ટુડિયો શરૂ કર્યો. એમની સાથે બચુભાઈ રાવત નવજીવનની નોકરી છોડીને કુમાર સામયિકમાં જોડાયા.

Chitralekha Gujarati से और कहानियाँ

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Listen

Translate

Share

-
+

Change font size