कोशिश गोल्ड - मुक्त

સહમતી છે સુખી અને શાંતિપૂર્ણ સહજીવનની ચાવી

Chitralekha Gujarati

|

June 24 , 2024

સામૂહિક ચિંતન ત્યારે જ અસરકારક સાબિત થાય જ્યારે સમૂહમાં સંયુક્ત રહેવાની વૃત્તિ હોય અને એમના દૃષ્ટિકોણ તેમ જ સમજશક્તિ એકસમાન હોય. એમની વ્યક્તિગત ઈચ્છાને કારણે માણસો વચ્ચે ગહેરું વિભાજન હોય તો સર્વસંમતિની કવાયત હતાશાજનક સાબિત થાય છે.

- રાજ ગોસ્વામી

સહમતી છે સુખી અને શાંતિપૂર્ણ સહજીવનની ચાવી

નિર્ણય લેવાની કળા...

એક માણસ ધોમધખતા રણમાં તરસનો માર્યો ભૂલો પડી ગયો. પાણીની શોધમાં એ આમતેમ ભટકતો હતો. અચાનક દૂર એને એક ઝૂંપડી નજર આવી. એના જીવમાં જીવ આવ્યો. એ જોશમાં ને જોશમાં ત્યાં પહોંચ્યો. ઝૂંપડી ખાલી હતી. અંદર કોઈ નહોતું. એના આશ્ચર્ય વચ્ચે ત્યાં પાણીનો એક પંપ હતો. માણસે ઝૂંપડીમાં નજર ફેરવી. એક ખૂણામાં પાણીભરેલી બૉટલ હતી. એનામાં ફરી જીવ આવ્યો.

બૉટલ નીચે એક ચિઠ્ઠી હતી. એમાં લખેલું હતું: પંપ ચાલુ કરવા માટે આ પાણીનો ઉપયોગ કરવો અને બૉટલને ભરીને પાછી મૂકી દેવી, જેથી બીજું કોઈ એનો ઉપયોગ કરી શકે.

અચંબિત વટેમાર્ગુએ ચિઠ્ઠીને ઊથલાવી. એની પાછળ એક નકશો દોરેલો હતો. એ અનુસાર, ઝૂંપડીથી ઘણે દૂર પાણીનું ઝરણું હતું. વટેમાર્ગુ મૂંઝવણમાં મુકાયોઃ બૉટલમાંથી પાણી પીને તરસ છીપાવી લેવી કે પંપમાંથી પાણી કાઢીને સાથે ભરી લેવું? પાણીની બૉટલ પંપમાં ઠાલવે અને પાણી ન આવ્યું તો? રસ્તામાં ઝરણું ન આવ્યું તો બૉટલમાંથી પાણી પીને તત્કાળની સમસ્યા ઉકેલવી કે પંપનું પાણી સાથે રાખીને દૂરની સમસ્યા ઉકેલવી? એણે વિચાર કર્યો કે વહેલા કે મોડા જોખમ તો લેવું જ પડશે. એણે તરસ કાબૂમાં કરીને વિવેકબુદ્ધિના સહારે બીજો વિકલ્પ પસંદ કર્યો. એના આનંદ વચ્ચે પંપમાંથી પાણી આવ્યું. એણે ધરાઈને પાણી પીધું, આગળના પ્રવાસ માટે વધારાનું પાણી પણ ભરી લીધું, પેલી ખાલી બૉટલને ભરીને ખૂણામાં મૂકી દીધી અને ચિઠ્ઠીમાં ઉમેર્યુંઃ મારો વિશ્વાસ કરજો, પંપ કામ કરે છે.

(સારઃ નિર્ણય લેવો એ એક કળા છે. એમાં આવેશ નહીં, પણ તાર્કિક વિચારશક્તિની જરૂર પડે છે.)

***

દેશમાં લોકસભાની સૌથી મોટી ચૂંટણી સમાપ્ત થઈ છે. ૪૪ દિવસ સુધી ચાલેલી આ ચૂંટણી સ્વતંત્ર ભારતની સૌથી લાંબી લોકતાંત્રિક કવાયત હતી. અગાઉ ૧૯૫૧-૫૨માં પહેલી લોકસભાની ચૂંટણી ચાર મહિના સુધી ચાલી હતી. સૌથી ટૂંકી, ચાર દિવસની ચૂંટણી ૧૯૮૦માં થઈ હતી.

ભારતમાં સંસદીય પ્રણાલી છે. આપણે એને બ્રિટનમાંથી આયાત કરી છે, પરંતુ પ્રાચીન સમયમાં જ્યારે કબીલાઈ સમાજો અસ્તિત્વમાં હતા ત્યારે એના વડાના નિર્ણયોનું ગામનાં મોટેરાં દ્વારા આકલન થતું હતું. ક્રમશઃ એ જ રીત સંસદીય પ્રણાલી તરીકે વિકસી હતી.

Chitralekha Gujarati से और कहानियाँ

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Listen

Translate

Share

-
+

Change font size