कोशिश गोल्ड - मुक्त
રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...
Chitralekha Gujarati
|June 10, 2024
ગુજરાત જ નહીં, પણ દેશભરમાં ચકચાર જગાવનાર રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના ફરી ન બને એ માટે શું કરી શકાય?
માસૂમ બાળકો સહિત ૨૮ લોકોનાં મોત બાદ હવે તમને ખબર પડી કે શહેરમાં ગેમિંગ ઝોન વગર પરવાનગીએ ચાલે છે? ગેમિંગ સેન્ટર અનધિકૃત પરિસરમાં બનાવવામાં આવેલો અને એની પાસે ફાયર સેફ્ટીનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) પણ નહોતું. આ બધું ચાર વર્ષથી ચાલી રહ્યું હતું... તો શું તમે ઊંઘતા હતા? હવે અમને નગર પ્રશાસન પર બિલકુલ ભરોસો નથી. આ દુર્ઘટના આંખ ઉઘાડનારી છે.
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનાના મુદ્દે સોમવાર, ૨૭ મેએ ગુજરાત હાઈ કોર્ટના જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવેન દેસાઈની બનેલી બેન્ચે આવાં ધારદાર નિરીક્ષણ કર્યાં.
હાલ દેશભરમાં ત્રણ આગની ઘટનાના સમાચાર પ્રજાને દઝાડી રહ્યા છેઃ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની આગમાં ત્રીસથી વધારેનાં મોત. એ પહેલાં મુંબઈની પાદરે આવેલા ડોમ્બિવલીની કેમિકલ ફેક્ટરીના બૉઈલરમાં આગ ફાટી નીકળતાં છનાં મોત અને રાજકોટ કરુણાંતિકાની રાતે નવી દિલ્હીની એક ખાનગી હૉસ્પિટલની આગમાં સાત નવજાત શિશુનાં મોત. એવાં શિશુ, જેમનાં હજી તો નામકરણ પણ થયાં નહોતાં!
રાજકોટ આગની વાત કરીએ તો, એવું સામે આવ્યું કે ગેમ ઝોનમાં પ્રવેશતાં પહેલાં સંચાલકો એક મોત-પત્રક (તો બીજું શું?) ભરાવતા હતા કે અંદર કંઈ પણ અઘટિત બનશે તો સંચાલકો સામે કાયદેસર પગલાં લઈ શકાશે નહીં. કેમ કોઈ આલા સરકારી અધિકારીએ આ ફૉર્મ વાંચ્યું નહીં? કેમ સામે એમની પાસે લખાવવાની ફરજ પાડવામાં ન આવી કે અમારો ગેમ ઝોન તમામ સરકારી ધારાધોરણ, મંજૂરીને આધીન ચાલે છે ને એમાં સુરક્ષાનાં તમામ સાધન છે. શું આંખે મોતિયો હતો? ના. આલા અફસરોને ખબર હતી કે બધું લોલંલોલ છે, ગેમ ઝોન પમિશન વગર ચાલે છે.
અચ્છા, આલા અફસરોએ ટેમ્પરરી એટલે કે કામચલાઉનો અર્થ શાળા-કૉલેજ કે યુપીએસસીના અભ્યાસક્રમમાં ક્યારેય ભણ્યો નહીં હોય? ધારો કે કોઈ મેદાન પર ભાગવત્ સપ્તાહ બેસાડે ને મંડપ બાંધે તો અમુક દિવસ બાદ એ પંડાલ અથવા ટેમ્પરરી સ્ટ્રક્ચર તોડી પાડવાનું હોય. ચાર-ચાર વર્ષ એ ટેમ્પરરી કેવી રીતે કહેવાય?
यह कहानी Chitralekha Gujarati के June 10, 2024 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Chitralekha Gujarati से और कहानियाँ
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Listen
Translate
Change font size

