कोशिश गोल्ड - मुक्त
ચલ મેરે ઘોડે ટિક ટિકટિક...
Chitralekha Gujarati
|May 20, 2024
નાનપણમાં મુંબઈના દરિયાકિનારે ઘોડેસવારી કરતાં કરતાં એને અશ્વો સાથે જાણે પ્રેમ થઈ ગયો. વર્ષો પછી અને લગ્ન પછી અનાયાસ એક ઘોડો પાળવાનું નક્કી કર્યું. એક પછી એક કરતાં આજે બાર ઘોડા એમના સ્ટડમાં છે. આપણે ત્યાં અશ્વના માલિક, સંવર્ધક અને ટ્રેનર કોઈ સ્ત્રી હોય એવું જ્વલ્લે જ સાંભળવા મળે. જામનગરનાં આ મહિલા છે એમાંનાં એક.

રાજસ્થાનનું પુષ્કર શહેર વિશ્વભરમાં બ્રહ્માના એકમાત્ર મંદિર માટે જાણીતું છે. લાખો શ્રદ્ધાળુઓ આ પવિત્ર ધામની મુલાકાતે આવે છે. પુષ્કરનું ઓર એક આકર્ષણ એટલે ત્યાં યોજાતો પશુમેળો. પુષ્કરમાં ઊંટ અને અશ્વોની મોટી બજાર ભરાય છે.
હમણાં પુષ્કરમાં યોજાયેલા હોર્સ શોમાં અસાધારણ પ્રતિભા પ્રદર્શન ધરાવતા દસ વછેરામાં જામનગરના અશ્વ પરમરાજનું નામ ચમક્યું. એના વિશે ચર્ચા પણ બહુ થઈ. એનું કારણ એ કે આ ઘોડાના માલિક, સંવર્ધક અને પ્રશિક્ષક એક મહિલા છે!
સામાન્ય રીતે અશ્વની વાત આવે તો, આ પુરુષપ્રધાન કાર્યક્ષેત્રમાં વધુમાં વધુ કોઈ મહિલા અસવાર હોય એવું બને. જો કે અશ્વના માલિક, સંવર્ધક અને ટ્રેનર કોઈ સ્ત્રી હોય એવું જ્વલ્લે જ સાંભળવા મળે. જામનગરનાં ભાવનાબહેન કારિયા એમાંનાં એક છે. જામનગર નજીકના ખીજડિયા ગામમાં આશરે બાર વીઘાં જમીનમાં ભાવના કારિયાએ એમના પતિ સાથે રાજલ સ્ટડ ફાર્મ બનાવ્યું છે, જ્યાં નાના-મોટા બાર ઘોડા અત્યારે ઊછરી રહ્યા છે.
મૂળ રાજસ્થાનના ટોંક નગરનાં વતની અને રાજપૂત ઘરાનામાંથી આવતાં ભાવનાબહેનનાં પ્રેમલગ્ન પોરબંદરમાં વસતા લોહાણા મિલિંદ કારિયા સાથે થયાં છે. આ પતિ-પત્ની, બન્નેને નાનપણથી જ ઘોડાનો શોખ. બાળપણમાં ભાવના મુંબઈમાં જુહૂ ચોપાટી પર ફરવા જાય ત્યારે ચકરડા (ફજેત ફાળકા) કે બીજી કોઈ રાઈડમાં બેસવાના બદલે ઘોડેસવારી કરવાનું વધુ પસંદ કરે. બીજી બાજુ, મિલિંદ એના પિતા સાથે પોરબંદરના મહેલમાં માલસામાન આપવા જાય ત્યારે રાજાના ઘોડા જોતા અને એમને પણ ખૂબ જ આકર્ષણ રહેતું.
यह कहानी Chitralekha Gujarati के May 20, 2024 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Chitralekha Gujarati से और कहानियाँ

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size