कोशिश गोल्ड - मुक्त
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
Chitralekha Gujarati
|November 13, 2023
કર્મનાં ફળોથી દેવો પણ ન બચી શકે. એક દેવતાએ નાનકડી ભૂલ દ્વારા વસિષ્ઠ ઋષિને નારાજ કર્યા. ઋષિએ શાપ આપ્યો. પરિણામે એ દેવતાએ સ્વર્ગ છોડીને મૃત્યુલોકમાં આવવું પડ્યું અને ભીષ્મના રૂપમાં એક અતિ લાંબી-કપરી જિંદગી વેઠવી પડી.
ભીમને સૌ ઓળખે છે. જીવનનાં આરંભિક વર્ષો બાદ કરતાં ભીષ્મનું આખું જીવન વહીવટ, ખટપટ અને વ્યથાથી ભરેલું રહ્યું. પોતે બ્રહ્મચારી હતા એમનો પોતાનો પત્ની-સંતાનોનો કોઈ પરિવાર નહોતો, છતાં સાવકા પરિવારની પાર વગરની પળોજણનો ભાર જીવનભર એમણે ઊંચકવો પડ્યો. આનું કારણ એ હતું કે એમનો જન્મ થયો એ પહેલાં જ એમને આકરું જીવન જીવવાનો શાપ મળી ચૂક્યો હતો.
એ એ શાપની કથા જાણીએ...
દેવતાઓમાં બ્રહ્મા-વિષ્ણુ-મહેશ સૌથી ઉપર. એમની નીચે આવે ૩૩ દેવતા. એમાં ૧૨ આદિત્યો, ૧૧ રુદ્રો, બે અશ્વિનો ઉપરાંત આઠ વસુઓ છે. એ આઠમાંનો એક વસુ એટલે ઘુ (બીજું નામ પ્રભાસ). ભીષ્મ એટલે આ ઘુ નામના વસુનું માનવરૂપ.
દેવતાઓ રહે સ્વર્ગમાં, પણ ઘુને પૃથ્વી પર જીવન વિતાવવાનો શાપ મળ્યો. શાપ આપ્યો વસિષ્ઠ ઋષિએ. શાપનું કારણ હતી એક શ્રેષ્ઠ ગાય. પર્વતોમાં સૌથી ઊંચા ગણાતા મેરુ પર્વતની નજીકમાં વસિષ્ઠ મુનિનો સુંદર આશ્રમ હતો અને આશ્રમમાં નંદિની નામની ગાય હતી. નંદિનીની માતા હતી સુરભિ. સુરભિ પોતે અત્યંત ગર્વિષ્ઠ, પરંતુ નંદિનીમાં ગર્વનો કે દુર્ભાવનો અંશમાત્ર નહોતો. સપ્તર્ષિમાંના એક એવા કશ્યપ ઋષિના વીર્ય થકી સુરભિએ નંદિનીને જન્મ આપ્યો અને પછી નંદિની સપ્તર્ષિમાંના અન્ય એક એવા વસિષ્ઠને સોંપાઈ. વસિષ્ઠનાં હોમ-હવન તથા અન્ય આશ્રમકાર્યોમાં નંદિની અતિ ઉપયોગી બની રહી. વસિષ્ઠને નંદિની પ્રત્યે અતિ સ્નેહ.
એક વાર વસિષ્ઠ ઋષિને ક્યાંક બહાર જવાનું થયું. એમની ગેરહાજરીમાં નંદિની નિર્ભયપણે આશ્રમ નજીકના સુંદરવનમાં ચરી રહી હતી ત્યારે આઠ વસુઓ અને એમની પત્નીઓ ફરતાં ફરતાં ત્યાં આવી ચડ્યાં. નંદિનીને જોઈને વસુ ઘુની પત્ની આશ્ચર્યચકિત થઈ ગઈ. એણે અત્યંત ઉમળકાભેર પતિને આ ગાય બતાવી. ઘુએ પત્નીને કહ્યું: ‘આ સુરભિની પુત્રી નંદિની છે. એનું દૂધ પીનારાનું યૌવન ઘણું લાંબું ટકે અને એ બહુ લાંબું જીવે.’
यह कहानी Chitralekha Gujarati के November 13, 2023 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Chitralekha Gujarati से और कहानियाँ
Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?
પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મુખવાસ
કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?
સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!
ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Translate
Change font size

