कोशिश गोल्ड - मुक्त
ચંદ્રયાન-૩ ચાંદામામાને ઘરે જાય છે ભારતનું ત્રીજું મિશન
Chitralekha Gujarati
|July 24, 2023
આગલા પ્રોજેક્ટની નિષ્ફળતામાંથી બોધપાઠ લઈને બનેલું ચંદ્રયાન-૩ એનાં અધૂરાં કામ માટે ચંદ્રની સફરે જઈ રહ્યું છે. કેવાં છે એનાં વિવિધ ઉપકરણ અને શું છે એના ઉપયોગ?

૫હેલું મુહૂર્ત છે શુક્રવાર, ૧૪ જુલાઈ, બપોરે ૨:૩૫ વાગ્યે. બીજું મુહૂર્ત નિરધાર્યું છે ૨૩ ઓગસ્ટ, બપોરે આશરે સવા બાર વાગ્યાનું.
પહેલું મુહૂર્ત છે ચંદ્રયાન-૩ એ ભારતના ત્રીજા મૂન મિશનની રવાનગીનું. દેશના પૂર્વ કાંઠે આવેલા શ્રીહરિકોટાસ્થિત ભારતીય અવકાશવિજ્ઞાન સંશોધન સંસ્થા (ઈસરો)ના લૉન્ચિંગ પૅડ પરથી અતિ શક્તિશાળી રોટમાં સવાર થઈ ચંદ્રયાન-૩ અંતરીક્ષ તરફ ગતિ કરશે અને ૩,૮૪,૦૦૦ કિલોમીટરનું અંતર કાપી ૨૩ ઓગસ્ટના મધ્યાહ્ને ચંદ્રના દક્ષિણ ગોળાર્ધ પર ઊતરવાનો પ્રયાસ કરશે.
પંદર વર્ષ અગાઉ (ઑક્ટોબર, ૨૦૦૮) ભારત પહેલા જ ધડાકે ચંદ્ર સુધી પહોંચ્યું હતું એટલે કે એનું પહેલું મૂન મિશન એ રીતે સફળ રહ્યું હતું. એ પહેલાં ચંદ્રયાને એનું નિર્ધારિત જીવન પૂરું નહોતું કર્યું, પરંતુ ચંદ્રના દક્ષિણ ગોળાર્ધમાં બરફના અતિ સૂક્ષ્મ કણ રૂપે પાણી હોવાની શોધ કરી હતી.
પ્રચંડ તાકતવર અને ‘બાહુબલી' તરીકે ઓળખાતાં લૉન્ચ વેહિકલ માર્ક-૩ દ્વારા સફર કરશે ચંદ્રયાન-૩.
પહેલા પ્રયાસની સફળતાથી સંતોષ માનીને ભારત બેસી ન રહ્યું. ૨૦૧૯માં ભારતે ચંદ્રયાન-૨ પ્રોજેક્ટ સાથે ફરી ચંદ્રની દિશામાં ગતિ કરી. પહેલા ચંદ્રયાનથી આ પ્રોજેક્ટ ઘણો અલગ હતો. એક તો એમાં ત્રણ હિસ્સા હતાઃ ઑર્બિટર, લન્ડર અને રોવર. ચંદ્રયાન ચંદ્રની નજીક પહોંચે એટલે એમાંથી લૅન્ડર તથા રોવર છૂટાં પડ્યાં અને નામ મુજબ ઑર્બિટર ચંદ્રની ફરતે ફરતું રહ્યું. લૅન્ડર ચંદ્રની સપાટી પર ઊતરે (લૅન્ડ થાય) એ પછી રોવર તરીકે ઓળખાતી ચાલણગાડી એમાંથી બહાર આવે અને ચંદ્રની ધરતી પર જુદા જુદા પ્રયોગ કરે અને એની માટીનું પૃથક્કરણ કરે એવી ઈસરોની યોજના હતી. કમનસીબે લૅન્ડર એકદમ નિયંત્રિત ગતિ સાથે ઊતરવાને બદલે બહુ ઝડપે ચંદ્રની સપાટી પર ઊતર્યું, કહો કે રીતસર અફળાયું અને પરિણામે એ જ તબક્કે ખોટકાઈ ગયું.
यह कहानी Chitralekha Gujarati के July 24, 2023 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Chitralekha Gujarati से और कहानियाँ

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size