कोशिश गोल्ड - मुक्त
ગુજરાતના આર્થિક વિકાસની ગાડીને કેટલો વેગ મળશે?
Chitralekha Gujarati
|December 26, 2022
વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતને પગલે ગુજરાતમાં આર્થિક ક્ષેત્રે પણ નવાં પરિણામ-પરિમાણ જોવા મળશે એવી આશા સંગીન બની રહી છે. માત્ર દેશમાં જ નહીં, વિશ્વના તખ્તા પર પણ ગુજરાતનું નામ બોલાય એવા મિશન સાથે આ રાજ્ય હવે પછી નવા ટ્રાન્સફોર્મેશન તરફ આગળ વધશે, આ રહ્યાં કારણ..

નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભાજપની જીતનો ડંકો વગાડ્યો, હવે આર્થિક ક્ષેત્રે પણ ઢોલ-નગારાં વાગશે.
આગામી પાંચથી દસ વરસમાં ગુજરાત ભારત માટે એક મોડલ સ્ટેટ તરીકે ઊભરશે. બીજાં રાજ્યો ગુજરાતને અનુસરવાનું પસંદ કરશે. સાતત્યપૂર્ણ, સમતોલ અને સિસ્ટેમેટિક વિકાસનું ઉદાહરણ બનેલું ગુજરાત આગામી વરસોમાં સાવ નોખું સ્વરૂપ ધારણ કરશે. આ નવા સ્વરૂપમાં ગુજરાત ગ્લોબલ સ્તરે પણ એક નવી ગરિમા સાથે ઊભું હશે..
આ આશાસ્પદ વિધાનો તાજેતરમાં ગુજરાત વિશેની ચર્ચાના વિષય બન્યાં છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જીત સાથે રાજકીય ઢોલ-નગારાં બાદ હવે આર્થિક ઢોલ-નગારાં વાગશે એવી આશા છે. ભાજપની આ ભવ્ય જીત બાદ ગુજરાતના આર્થિક-ઔદ્યોગિક વિકાસને નવી ગતિ-નવી દિશા મળશે. ગુજરાત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ પ્રેમભાવ હોવાનું જાહેર છે. ગુજરાતના ઝડપી વિકાસનું આ પણ એક મહત્ત્વનું કારણ અને પરિબળ છે.
ચાલો, જોઈએ આ વિષયમાં ગુજરાતની સોશિયો-ઈકોનોમીનો અભ્યાસ ધરાવતા નિષ્ણાતો શું કહે છે..
રોજગારસર્જન પર વધુ ધ્યાન જરૂરી
અમદાવાદસ્થિત મૅનેજમેન્ટ એક્સ્પર્ટ અને ઈકોનોમિસ્ટ નયન પરીખ ચિત્રલેખા સાથેની વાતચીતમાં કહે છેઃ
‘ભાજપને આ વખતે જે જીત પ્રાપ્ત થઈ છે ત્યારે જો સરકાર રાજકીય ઉદ્દેશો કે કથિત રમતોને બાજુએ મૂકી અમુક બોલ્ડ નિર્ણય લે તો ગુજરાતનું ખરેખર વધુ હિત થઈ શકે છે. ગુજરાતમાં વિકાસ થઈ રહ્યો છે, પરંતુ એની સામે રોજગારસર્જનની મર્યાદા છે. આના પર વધુ જોર આપવાની જરૂર છે. ભાજપની જીત બાદ આ વખતે કોઈ મજબૂત વિરોધ પક્ષ રહ્યો નથી, જે એક રીતે આવકાર્ય ન ગણાય, તંદુરસ્ત વિરોધ લોકશાહીનું પ્રેરક બળ બનતો હોય છે. જો કે ભાજપ એનો ગેરલાભ લેવાને બદલે ગુજરાતની પ્રજાનાં હિતમાં પિચની બહાર જઈને પણ બૅટિંગ કરી શકે છે. હવે ગુજરાત સરકાર માટે નવા કાનૂન પસાર કરાવવાનું વધુ સરળ અને ઝડપી બનશે. ભાજપ સરકાર આ વિષયમાં ગુડ ગવર્નન્સ સાથે સર્વાંગી હિતમાં આગળ વધશે એવી આશા રાખીએ.’
સંરક્ષણ ક્ષેત્રે પણ તોપ ગાજશે
ગુજરાતની સમૃદ્ધિનું કારણ છે એની પ્રગતિ. આ એક ઉમદા દાખલો છે, જે બીજાં રાજ્યોમાં પણ થાય તો સોનામાં સુગંધ ભળે એમ જણાવતાં બ્રોકરેજ-ફાઈનાન્સિયલ અગ્રણી હાઉસ કેઆર ચોકસી હોલ્ડિંગના મૅનેજિંગ ડિરેક્ટર : દેવેન ચોકસી ચિત્રલેખાને કહે છે:
यह कहानी Chitralekha Gujarati के December 26, 2022 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Chitralekha Gujarati से और कहानियाँ

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size