Essayer OR - Gratuit
હીરાની ધૂંધળી ચમક... રોજગારના નવા રસ્તા કટ-પૉલિશથી પરે... જીવનને નવો ઘાટ આપતા રત્નકલાકારો
Chitralekha Gujarati
|December 01, 2025
દિવાળી વેકેશન બાદ સુરતમાં ફરીથી હીરાનાં કારખાનાં ધમધમવા માંડ્યાં, પરંતુ ધંધાએ હજી ગતિ પકડી નથી. કેટલાક હીરાઘસુએ વૅકેશન લંબાવ્યું, તો કોઈ ઘંટી પરથી હંમેશ માટે ઊઠી ગયા. અમુક વેપારીએ કારખાનાં જ બંધ કરી દીધાં. સુરતના હીરાને કોની નજર લાગી છે? સુરતથી ગ્રાઉન્ડ રિપોર્ટ.
નવેમ્બર મહિનાની શિયાળુ સવારે વિજય પ્રવીણભાઈ જેઠવા એમના નાનકડા ગૅરેજનું શટર ઊંચું કરે છે. લોખંડના કર્કશ અવાજની સાથે સૂરજનાં કિરણ અંદર રેલાય છે. એ કિરણ, જે એકાદ વર્ષથી વિજયભાઈના જીવનમાં ફરી ઝળહળ્યાં છે. એક સમયે પ્રવીણભાઈ સુરતની વિશ્વપ્રસિદ્ધ ડાયમંડ બજારમાં હીરા ઘસી મહિને પચાસેક હજારની રોકડી કમાણી કરતા. થોડા સમય પહેલાં હીરા સાથેની પંદર વર્ષની મૈત્રી છોડી એ બાઈક રિપેરિંગ-કલરિંગ તરફ વળ્યા. એ કહે છેઃ ‘હીરામાં કમાણી સારી હતી, પણ હવે એ કામમાં પહેલાં જેવી ચમક રહી નથી. રોજગારમાં સ્થિરતા નથી. ગૅરેજમાં કમાણી ઓછી છે, પણ મનની શાંતિ છે, આવક સ્થિર છે. હવે ડાયમંડમાં પાછા જવાની વાત જ કરવી નથી.'
ઢળતી સાંજે સુરતના પુણાગામની સડક પર કર્મનાથ છોલે-ભટૂરના દુકાનદાર પ્રદીપ યોગનંદી સ્વાદશોખીન સુરતવાસીઓને ગરમાગરમ છોલે અને વરાળ નીકળતા ભટૂરા સર્વ કરે છે. હજી મહિના પહેલાં પ્રદીપ યોગનંદી પણ હીરાની દુનિયામાં જીવતા હતા, પણ હવે એમણે હીરા છોડી દીધા છે એમના ભાઈની જેમ. ભાઈએ વર્ષો પહેલાં ડાયમંડ છોડી ઢોસાનો સ્ટૉલ નાખ્યો હતો. મીઠું મલકતાં પ્રદીપ કહે છે: રોજગાર ગમે તે હોય, રોજગાર હોવો જોઈએ-સ્થિર હોવો જોઈએ.'
આ છે સુરત શહેરની ઝાકઝમાળવાળી હીરાની દુનિયા પાછળનું સત્ય. આજે આ નગરીમાં અનેક વિજયભાઈ, પ્રદીપભાઈ છે, જેમના હીરા ઘસતા હાથોએ હવે નાના-મોટા ઈતર વ્યવસાયમાં ઝુકાવ્યું છેઃ ચા-નાસ્તાની લારી, પાર્સલની ડિલિવરી, ટેક્સ્ટાઈલ માર્કેટમાં નોકરી... હીરાબજારમાંથી મોટા પાયે થઈ રહેલી હિજરત ક્યારે અટકશે એ કહેવું અત્યારે મુશ્કેલ છે.
છેલ્લાં વીસ વર્ષથી વધુ સમય હીરાબજારમાં કામ કરનાર અશ્વિન દાણીધારિયા ચિત્રલેખાને કહે છેઃ ‘હીરાબજારમાં બે-ત્રણ મહિના જ તેજી હોય. બાકી તો મંદી જ મંદી. હવે પહેલાં જેવાં કામ પણ થતાં નથી. કારખાનામાં કામ વગર બેસી રહેવું પડે. એકાદ વર્ષથી હું મિત્ર સાથે ઈલેક્ટ્રિક કામમાં લાગી ગયો. આમાં વળતર સારું મળે છે.’
Cette histoire est tirée de l'édition December 01, 2025 de Chitralekha Gujarati.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Chitralekha Gujarati
Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?
પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મુખવાસ
કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?
સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!
ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Listen
Translate
Change font size
