Essayer OR - Gratuit
બિહારઃ પરાજયનાં કારણ સમજો, સ્વીકારો અને ભૂલ સુધારો!
Chitralekha Gujarati
|December 01, 2025
વધુપડતા મદમાં રાચી કોંગ્રેસ-લાલુ યાદવના રાષ્ટ્રીય જનતા દળે નક્કર મુદ્દા રજૂ કરવાને બદલે નકારાત્મક પ્રચાર વધુ કર્યો, જ્યારે નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારે ચૂંટણીનાં સમીકરણ બરાબર સમજી વિધાનસભામાં મુશ્કેલ લાગતો વિજય શક્ય બનાવ્યો.
લોકસભાની છેલ્લી ચૂંટણી (વર્ષ ૨૦૨૪)માં ધારણાથી ઘણી ઓછી બેઠકો જીત્યા પછી ભાજપે એનું સાટું વાળતો હોય એમ હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી અને હવે બિહાર વિધાનસભામાં જબરું કાઠું કાઢ્યું છે. નીતિશ કુમાર અને ચિરાગ પાસવાનને સાથે રાખી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ જે બિહારમાં કદી થયું નથી એ-૨૪૩માંથી ૨૦૨ એટલે કે વિધાનસભાની ૮૦ ટકાથી વધુ બેઠકો અંકે કરવાનું કામ કરી દેખાડ્યું છે.
પરિણામ એટલું સૂપડાસાફ છે કે બિહારમાં વિપક્ષી મહાગઠબંધને જેને પોતાનો મુખ્ય પ્રધાન તરીકેનો ચહેરો બનાવ્યો હતો એ તેજસ્વી યાદવ અત્યારે પોતાનું મોઢું દેખાડી શકે એ સ્થિતિમાં નથી અને સ્વયં રાહુલ ગાંધી એક હરફ ઉચ્ચારી શકે એમ નથી. કોંગ્રેસ પ્રણિત વિપક્ષી મોરચાનો રાજકીય તખ્તે ફરી બેઠા થવા માટેનો દારોમદાર બિહારની આ ચૂંટણી પર હતો, પણ એક વધુ તક એના હાથમાંથી સરી ગઈ છે. વિપક્ષી આગેવાનોએ રાબેતા મુજબ મતદાન પ્રક્રિયા (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન)માં ચેડાં થયાંનો આક્ષેપ કર્યો છે અને ચૂંટણીપંચ પર સીધેસીધું દોષારોપણ કર્યું છે. બેલેટ પેપરને બદલે વોટિંગ મશીનની મદદથી મતદાન હમણાં શરૂ નથી થયું, ૧૯૮૨માં ઈન્દિરા ગાંધી વડા પ્રધાન હતા ત્યારે કેરળની એક પેટા ચૂંટણીમાં મર્યાદિત બૂથ પર પ્રયોગાત્મક ધોરણે એનો ઉપયોગ શરૂ થયો હતો અને ૨૦૦૪માં અટલ બિહારી વાજપેયીની સરકારે આખા દેશમાં એનો ઉપયોગ શરૂ કરાવ્યો એ પછીની લોકસભા ચૂંટણી કોંગ્રેસ જીતી હતી!
Cette histoire est tirée de l'édition December 01, 2025 de Chitralekha Gujarati.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Chitralekha Gujarati
Chitralekha Gujarati
તેજીનો આશાવાદ કે આશાવાદની તેજી?
અર્થતંત્રના વિકાસનો આશાવાદ અને બજારોની તેજીનો આશાવાદ સતત વધી રહ્યો છે. આમાં રાજી થવા જેવું તો ખરું જ, પરંતુ સાવચેત પણ રહેવું સારું, કારણ કે ઘણી વાર તેજીના આશાવાદમાં જ રોકાણકારો સહિતના લાખો લોકો તણાઈ જતા હોય છે... તો તણાવા કરતાં સમજવામાં ધ્યાન આપીએ.
3 mins
December 01, 2025
Chitralekha Gujarati
પાવરફુલ પોડકાસ્ટ
‘ચિત્રલેખા’ પોડકાસ્ટે વાચકો-દર્શકોમાં જબરું આકર્ષણ જગાવ્યું છે. દર સપ્તાહે જાણીતી ને માનીતી વ્યક્તિના બે પોડકાસ્ટ અથવા ઈન્ટરવ્યૂ આપવાની અમારી નેમ છે. અત્યાર સુધીમાં દસથી વધુ પોડકાસ્ટ પ્રસારિત થઈ ચૂક્યા છે. હવેથી દર અઠવાડિયે સેલિબ્રિટી સાથેની મજેદાર વાતચીતની એક ઝલક ‘ચિત્રલેખા’નાં પૃષ્ઠો પર જોવા મળશે. બાકી, આખો ઈન્ટરવ્યૂ જોવા મળશે ‘ચિત્રલેખા’ની યુટ્યૂબ ચૅનલ પર.
2 mins
December 01, 2025
Chitralekha Gujarati
ધુરંધરના ધૂમધડાકા...
દેશદ્રોહીઓ સામે ધુરંધર દેશપ્રેમીઓ... રણવીર સિંહ, આર. માધવન્, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ, સંજય દત્ત.
2 mins
December 01, 2025
Chitralekha Gujarati
વળતર
દુઃખ,એકલતા, ઉદાસી એ બધું માનવજીવનનો જ ભાગ છે, પણ ઉપચાર વિનાનું માંદું મન મોટું જોખમ છે. યાદ રહે, શ્વાસ છે તો નવી શરૂઆત શક્ય છે.
9 mins
December 01, 2025
Chitralekha Gujarati
અમેરિકાને પડ્યો સૌરાષ્ટ્રની મગફળીમાં રસ
અમેરિકાના ‘નૅશનલ પીનટ બોર્ડના ચૅરમૅન પાર્કર બોબઃ ‘સ-રસ' છે અહીંના સિંગદાણા.
3 mins
December 01, 2025
Chitralekha Gujarati
આ માગણી વાળી છે કે અજુગતી ?
પ્રેમસંબંધના પાયામાં છે વિશ્વાસ, એ તૂટે ત્યારે થતાં નુકસાનનું વળતર ચૂકવવાનું?
3 mins
December 01, 2025
Chitralekha Gujarati
બ્લડ શુગરનું લેવલ બરાબર જાળવવા આટલું રાખો ધ્યાન
શિયાળામાં રાત્રે દહીં ખાવાથી શું તકલીફ થઈ શકે? દહીં લેવાનું કોણે ટાળવું જોઈએ?
4 mins
December 01, 2025
Chitralekha Gujarati
જૂની ચીજોથી નવી સજાવટ કરતાં જાદુઈ ડાબી
પ્રવેશદ્વારથી માંડીને હૉલ, કિચન, ડાઈનિંગ રૂમ, સ્ટોર રૂમ, બેડરૂમ, બગીચો અને પાર્કિંગ એરિયામાં પ્રાચીન રાચરચીલાને મઠારીને, ચુસ્ત-દુરસ્ત કરીને એમણે નવા બંગલાને કળાત્મક ઓપ આપ્યો. સાથે જૂના સમયનો દેગડો, ઘંટી, ગરમ પાણીનો બંબો, પટારો, પ્રાઈમસ, વગેરેને યોગ્ય સ્થાને મૂકીને શોભા વધારી. સમજો કે ઘરનો પ્રત્યેક ખૂણો એમણે દિલથી સજાવ્યો છે. અમદાવાદનાં આ કળાપ્રેમી સન્નારી સાથે ગોઠડી કરવા જેવી છે.
4 mins
December 01, 2025
Chitralekha Gujarati
કેડી રે કંડારી એ બાળકોનાં નામની...
ભાઈના અપમૃત્યુના પગલે માનસિક સ્થિરતા ગુમાવનારી માતાના ઉપચાર દરમિયાન દત્તાત્રય ફોન્ડેએ નક્કી કર્યું કે ભવિષ્યમાં હું બૌદ્ધિક સ્તરે અક્ષમ હોય એવાં ઑટિસ્ટિક અને મતિમંદ બાળકોને જ ભણાવીશ... અને એ એમણે કરીને બતાવ્યું.
4 mins
December 01, 2025
Chitralekha Gujarati
પરણો તો પ્રેમથી, ભભકાથી નહીં...
ચમકદાર પીળા સોનાના ભાવ આજકાલ એક તોલાના રૂપિયા એક લાખ કરતાં ઊંચે બોલાય છે ત્યારે લગ્નપ્રસંગમાં સોનું ખરીદવું સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની ગયું છે. આમ છતાં દેખાદેખીમાં લોકો ખેંચી-તૂટીને પણ એની પાછળ ખર્ચ કરે છે. એટલે જ અમુક જ્ઞાતિ-આગેવાનોએ લગ્નની ઝાકઝમાળ પર લગામ તાણવાની પહેલ કરી છે.
3 mins
December 01, 2025
Listen
Translate
Change font size

