Essayer OR - Gratuit
નેપાળઃ ભ્રષ્ટાચારનું લોહી ચાખી ગયેલો વાઘ એનો શિકાર જતો કરે?
Chitralekha Gujarati
|September 29, 2025
જ્યાં લોકશાહી હજી સરખી રીતે શ્વાસ સુદ્ધાં લઈ શકતી નહોતી એ નેપાળમાં પ્રજાના વિરોધ અને વિદ્રોહને કારણે વધુ એક સરકારનું પતન થયું. હવે નવેસરથી સંસદની ચૂંટણી થશે, પણ ત્યાં સુધી આ પહાડી દેશે હમણાનાં તોફાનમાં થયેલા આર્થિક નુકસાનના આઘાતમાંથી બહાર નીકળવું પડશે અને અસ્તિત્વની લડાઈ લડવી પડશે.
નેપાળમાં અચાનક ફાટી નીકળેલું રાજકીય તોફાન ભારે ખુવારી વેરીને હાલપૂરતું શાંત પડ્યું છે. જો કે આ શાંતિનું અસ્તિત્વ કેટલું છે એ જાણવું મુશ્કેલ છે.
વર્ષો સુધી રાજાશાહી વહીવટ હેઠળ રહેલા નેપાળમાં લોકશાહી ઠરીઠામ થાય એવા પ્રયોગનાં અનેક વખત બાળમરણ થયાં છે. ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં પણ આવા પ્રયત્ન નિષ્ફળ નીવડ્યા પછી ૨૦૦૮માં નેપાળની નવનિર્વાચિત બંધારણીય સભાએ નેપાળને ભારતની જેમ પ્રજાસત્તાક લોકશાહી શાસનવ્યવસ્થા આપવાનું ઠેરવ્યું. જો કે એ પછી પણ નેપાળી પ્રજાને પોતાની કહી શકાય એવી સરકાર આજ સુધી મળી નથી.
પાછલાં વર્ષોમાં એટલી વાર સત્તાપલટા થયા છે કે ભૌગોલિક સ્થિતિને કારણે છાશવારે ભૂકંપની શક્યતા ધરાવતા નેપાળમાં દર થોડા થોડા સમયે રાજકીય ધરતીકંપ પણ આવ્યા જ કરે છે.
એશિયા અને આફ્રિકાના ઘણા દેશની જેમ નેપાળ પણ ઉદ્યોગધંધા ની અછતથી પીડાય છે. એની ઊપજ રૂપે બેરોજગારી અને ગરીબી નેપાળી પ્રજાના લમણે લખાઈ ગયાં છે. પ્રજાની આવી લાચારી વચ્ચે નેપાળમાં ભ્રષ્ટાચાર ભારોભાર ફેલાયેલો છે. સરકાર આવતી-જતી રહે છે એટલે સત્તા પર આવતા મોટા ભાગના રાજકારણી ઓછા સમયમાં જેટલું ઉસેટવા મળે એટલું જમી જવા માટે તત્પર રહે છે. કહે છે કે આને કારણે નેપાળમાં ખાયકીનું પ્રમાણ બેસુમાર વધ્યું છે અને પ્રજા એનાથી તંગ આવી રહી છે.
Cette histoire est tirée de l'édition September 29, 2025 de Chitralekha Gujarati.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Chitralekha Gujarati
Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?
પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મુખવાસ
કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?
સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!
ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Listen
Translate
Change font size

