Facebook Pixel એવૉર્ડ્સ... આપણા ને એમના | Chitralekha Gujarati - news - Lisez cet article sur Magzter.com

Essayer OR - Gratuit

એવૉર્ડ્સ... આપણા ને એમના

Chitralekha Gujarati

|

March 24, 2025

ભારત હોય કે અમેરિકા, ફિલ્મ એવૉર્ડ્સની સીઝન શરૂ થઈ ગઈ છે. અમેરિકા પાસે આઠ-નવ દાયકાથી એનાયત થતા ઓસ્કાર અને ગોલ્ડન ગ્લોબ્સ જેવાં સમ્માન છે તો આપણે ત્યાં નૅશનલ અને દાદાસાહેબ ફાળકેથી લઈને ડઝનબંધ ખાનગી સંસ્થાના ફિલ્મ એવૉર્ડ્સ છે. આજકાલ બધા જ બધાને એવૉર્ડ આપે છે. આમ તો કોઈ પણ એવૉર્ડ્સ વિવાદાસ્પદ હોય જ, પણ ઓસ્કારમાં વર્ષોથી કલાકાર-કસબીઓ દ્વારા ટ્રૉફી સ્વીકારીને (કે ન સ્વીકારીને) જાતજાતના પોલિટિકલ સ્ટેટમેન્ટ કરવાની એક પરંપરા રહી છે. આમાં અમેરિકાના પ્રમુખ પણ બાકાત હોતા નથી. જો કે હવે સમય બદલાઈ રહ્યો હોય એવું લાગે છે.

- કેતન મિસ્ત્રી (મુંબઈ)

એવૉર્ડ્સ... આપણા ને એમના

દેશ-દુનિયામાં ફિલ્મ એવૉર્ડ્સની સીઝન શરૂ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર યોજાતો એકેડેમી (ઓસ્કાર) એવૉર્ડ્સ એનાયત સમારંભ બે માર્ચે યોજાઈ ગયો, તો ગયા અઠવાડિયે (૮-૯ માર્ચે) આઈફા એવૉર્ડ્સ એનાયત સમારંભ જયપુરમાં યોજાઈ ગયા. હવે કતારબંધ ફિલ્મ એવૉર્ડ્સ યોજાવા માંડશે. આમાં કલાકાર-કસબીઓને પોંખવાના પવિત્ર ઉપક્રમના બદલે એ ગીત-સંગીત-નૃત્યની મહેફિલ વધારે લાગે છે. અમુક કલાકારો પૈસા લઈને નાચે ને ઘરભેગા થઈ જાય તો અમુકને એવૉર્ડની લાલચ આપવામાં આવેઃ અમારા સમારંભમાં આવો, નાચો... સામે અમે તમને એવૉર્ડથી સમ્માનિત કરીશું. તો અક્ષય કુમાર જેવો કલાકાર ચોખ્ખા શબ્દમાં કહે છે: ‘એવૉર્ડ આપવો હોય તો આપો, પણ મારા પરફોર્મન્સ માટે મને પૈસા તો ચૂકવવા જ પડશે!’

એક સમયે આપણે ત્યાં ગણ્યાગાંઠ્યા ફિલ્મ એવૉર્ડ્સ જ હતા. બહુધા જાણીતાં ફિલ્મ સામયિકો એ આપતાં. આજેય આપે છે, પણ સેટેલાઈટ ટેલિવિઝનની ભરમાર, સ્પૉન્સરશિપ, લોકોની મનોરંજનની ભૂખ, ટિકિટોની કમાણી, વગેરેથી અંજાઈને આજે નાની-મોટી અનેક સંસ્થા પણ ફિલ્મ એવૉર્ડ્સ આપતી થઈ છે. અરે, દાદાસાહેબ ફાળકેના નામે જ જાતજાતના એવૉર્ડ સમારંભો યોજાય છે.

imageઉલ્લખેનીય છે કે ભારતીય સિનેમાજગતના ભીષ્મ પિતામહ દાદાસાહેબ ફાળકેની સ્મૃતિમાં ૧૯૬૯થી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતો એવૉર્ડ સિનેઉદ્યોગનું સર્વોચ્ચ સમ્માન ગણાય છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાતા નૅશનલ ફિલ્મ એવૉર્ડ્સના સમારંભમાં દાદાસાહેબ ફાળકે એવૉર્ડ આપવામાં આવે છે.

વિચિત્ર વાત એ છે કે છેલ્લા થોડા સમયથી અમુક આયોજકો પોતાની સંસ્થા સાથે દાદાસાહેબ ફાળકેનું નામ જોડી ફિલ્મ એવૉર્ડ્સ આપે છે, કલાકાર-કસબી એ લેવા પણ જાય છે, સ્પૉન્સર મળે છે, કાર્યક્રમની ટિકિટો વેચાય છે, આયોજકો ચિક્કાર કમાય છે. કહેવાય છે કે અમુક કલાકારો પાસેથી એવૉર્ડ માટે તગડી રકમ પણ લેવામાં આવે છે.

PLUS D'HISTOIRES DE Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દીકરા માટે હજી આટલો દુરાગ્રહ કેમ?

લૈંગિક ભેદભાવ નાબૂદ કરવાની સહિયારી જવાબદારી છે શિક્ષિત સ્ત્રી-પુરુષોની... અને સમાજની.

time to read

3 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

માય નેમ ઈઝ સ્પાઈડરમૅન

time to read

1 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

અંધેર નગરી ને ગધેડા રાજા

time to read

1 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

વિલનનો ટેરર કે ટેડી બેરનો લવ?

નામમાં તે શું બન્યું છે? જો સિત્તેરના દાયકામાં આ નિયમ આવ્યો હોત તો જમ્મી, રાણા, તેજા, દ્વારા કે રાકાનું શું થાત?

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઉનાળાની રવાડી ટ્રીટઃ મેંગો ડિલાઈટ

ફળોનો રાજા કેરી ઉનાળાની ઋતુનું સૌથી સુંદર નજરાણું છે.

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પાણી નીચે છુપાયેલા યમદૂત

દરિયાઈ સુરંગ માત્ર ૧૫૦૦ ડૉલરમાં તૈયાર થતી એક સી માઈન (સમુદ્રી સુરંગ) ૨૦૦ કરોડ ડૉલરના મહાકાય જહાજને પળવારમાં ડુબાડી શકે છે. આર્થિક અને માનસિક દબાણ ઊભું કરવા માટે વપરાતી આ સુરંગનો ઈતિહાસ ૧૫મી સદીના ચીન સુધી જાય છે. આજે ઈરાન હોર્મઝની ખાડીમાં પાંચ હજાર સુરંગો હોવાનો દાવો કરે છે ત્યારે એને નષ્ટ કરવા માટે ‘માઈન સ્વીપિંગ’ની જટિલ પ્રક્રિયા કેવી છે એ પણ જાણવા જેવું છે.

time to read

6 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવું શોષણ કદાપિ સહન ન કરો...

જાણીતી આઈટી કંપની ‘ટીસીએસ’માં ઘટેલી કથિત ‘કૉર્પોરેટ જિહાદ’થી એ સવાલ ફરી ઊભો થયો છે કે કામકાજના સ્થળે મહિલાઓ કેમ હજી સુરક્ષિત નથી. ઑફિસમાં તમારી ધાર્મિક શ્રદ્ધા સામે પ્રશ્નચિહ્ન મુકાતાં હોય, તમે વારંવાર છેડતી, યૌનશોષણ, પ્રેમજાળ, બ્લેકમેઈલિંગ, ધર્માંતરણનાં દબાણનો શિકાર બનતાં હો કે પછી અન્ય પ્રકારે શોષણ થતું હોય તો અનેક પ્રકારની સંસ્થાકીય, સરકારી તેમ જ કાયદાકીય યંત્રણાની મદદ ઉપલબ્ધ છે. જરૂર છે ફક્ત તમારા અધિકારોને સ્પષ્ટ રીતે સમજી લેવાની.

time to read

4 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સામયિક નહીં, સંસ્કૃતિ-સંસ્કારસંવેદના!

યાદોના દીવડા, ઉજવણીઓનો ઉજાસ... મુંબઈ-ગુજરાતમાં અમૃત મહોત્સવનાં શ્રેણીબદ્ધ સેલિબ્રેશન સાથે ચિત્રલેખા @ ૭૬

time to read

4 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રોકાણકારોને ફસાવવા કેવા કેવા પેંતરા રચવામાં આવે છે?

શૅરબજારમાં તેજી હોય ત્યારે તો રોકાણકારોને ફસાવવાની-લૂંટવાની પ્રવૃત્તિ એક યા બીજા સ્વરૂપે ચાલતી જ હોય છે, પણ કેટલીક નાની બ્રોકરેજ-ફાઈનાન્સ કંપનીઓ બારે માસ રોકાણકારોને છેતરવાની રમત રમતી હોય છે અને આ માટે આકર્ષક ઑફરો, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કામ પર લગાડે છે. બસ, પછી શું? સીધા-સાદા રોકાણકારો એમની જાળમાં આવી જાય છે.

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શૈશવ તૈયાર કરશે બાલદોસ્ત

બાળકના ખભે હાથ મૂકી હૂંફ અને હોંકારો આપનારા મિત્રની ખોટ પૂરી કરશે આ પ્રોજેક્ટ.

time to read

3 mins

May 04, 2026

Listen

Translate

Share

-
+

Change font size