Facebook Pixel જિજ્ઞા ગજ્જર: એ ક્રિકેટ રમતી નથી.. ક્રિકેટ જીવે છે! | Chitralekha Gujarati - news - Lisez cet article sur Magzter.com

Essayer OR - Gratuit

જિજ્ઞા ગજ્જર: એ ક્રિકેટ રમતી નથી.. ક્રિકેટ જીવે છે!

Chitralekha Gujarati

|

January 16, 2023

નાનપણમાં રેડિયો પર એ કૉમેન્ટરી સાંભળતી ત્યારથી ક્રિકેટનું ભૂત એના મગજમાં ધૂણ્યા કરે. મેદાનમાં ઊતરીને કપિલ દેવની જેમ એને બોલિંગ કરવી હતી, પોતાની આદર્શ એવી મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામી સાથે એને નૅશનલ લેડીઝ ટીમ વતી બ્લુ જર્સી પહેરીને રમવા ઊતરવું હતું, પણ.. એ શક્ય ન બન્યું. જો કે એનાથી હતાશ થયા વગર અત્યારે એ અમદાવાદનાં ગરીબ ઘરનાં બાળકોને ક્રિકેટ રમતાં અને એ રીતે એમની શિસ્ત-એકાગ્રતા વધારવાનું કામ કરે છે.

- કેતન ત્રિવેદી

જિજ્ઞા ગજ્જર: એ ક્રિકેટ રમતી નથી.. ક્રિકેટ જીવે છે!

અનેક ગરીબ પરિવારનાં બાળકો માટે 래 આશાનું એક કિરણ બનેલી અને એમના માટે પોતાનો સમય-શક્તિ-નાણાં આપીને એમની તાલીમ માટે એકેડેમી ચલાવતી યુવતીની વાત છે આ.

વાત છે અમદાવાદની નિવૃત્ત મહિલા ક્રિકેટર જિજ્ઞા ગજ્જરની. મહિલા ક્રિકેટ મૅચો જોનારા કે એની સાથે સંકળાયેલા લોકો માટે આ નામ અજાણ્યું નથી. એક સમયે ગુજરાત તથા વેસ્ટ ઝોનની ટીમમાં રમીને છેક નૅશનલ ટીમમાં સિલેક્શનના દરવાજા ખટખટાવી ચૂકેલી જિજ્ઞા ગજ્જર અત્યારે સેન્ટ્રલ બોર્ડ ઑફ ક્રિકેટ-અમદાવાદની હેડ કોચ છે એ એની પ્રોફેશનલ ઓળખ છે, પણ એની સામાજિક ઓળખ છે ગરીબ અને ઝૂંપડપટ્ટીનાં બાળકોને વિનામૂલ્યે ક્રિકેટની તાલીમ આપતી ક્રિકેટર તરીકેની.

અત્યાર સુધીમાં એ લગભગ સાઠ કરતાં વધારે બાળકોને ક્રિકેટ રમતાં શિખવાડી ચૂકી છે અને એમાંથી અમુક તો દુલીપ ટ્રૉફી સુધી પણ પહોંચ્યાં છે. મ્યુનિસિપલ સ્કૂલમાં ભણતાં અત્યંત ગરીબ પરિવારનાં બાળકોને તમે અમદાવાદના સાબરમતીચાંદખેડા વિસ્તારમાં આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં ઉત્સાહ અને ઉમંગથી બોલિંગ, બૅટિંગ, વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરતાં જુઓ તો સમજી જવાનું કે એ જિજ્ઞા ગજ્જરની જેન ક્રિક હીરોઝ એકેડેમીના વિદ્યાર્થીઓ છે!

કોણ છે આ મહિલા ક્રિકેટર જિજ્ઞા ગજ્જર?

અમદાવાદના સાબરમતી ડી-કૅબિન તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતાં નીતાબહેન અને નટુભાઈ ગજ્જરની આ દીકરી જિજ્ઞાને આમ તો ક્રિકેટનું ભૂત નાનપણમાં રેડિયો પર એ કૉમેન્ટરી સાંભળતી ત્યારથી જ વળગેલું. એની મમ્મીનેય ક્રિકેટનો શોખ એટલે ઘરમાં રેડિયો પર કૉમેન્ટરી ચાલુ જ હોય. મમ્મીનો શોખ તો કૉમેન્ટરી સાંભળવા પૂરતો જ રહ્યો, પણ આ જિજ્ઞાબહેનનો શોખ પહોંચ્યો મેદાનમાં જઈને બોલિંગ કરવા સુધી! સોસાયટીના છોકરાઓ સાથે રમીને અડોશપડોશનાં ઘરની બારીઓના કાચ પણ તોડ્યા. એક વાર તો મમ્મીએ ગુસ્સે થઈને બૅટ ચૂલામાં સળગાવી દીધું, પણ એનાથી તો જિજ્ઞાના દિલમાં ક્રિકેટર બનવાની આગ વધારે ભભૂકી.

PLUS D'HISTOIRES DE Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Translate

Share

-
+

Change font size