Facebook Pixel તુજ સંગ પ્રીત લગાઈ સોના... | Chitralekha Gujarati – news – Lesen Sie diese Geschichte auf Magzter.com

Versuchen GOLD - Frei

તુજ સંગ પ્રીત લગાઈ સોના...

Chitralekha Gujarati

|

March 31, 2025

માનુનીઓના મોહના માધ્યમ એવાં સુવર્ણનાં આભૂષણો ભારતમાં હજારો વર્ષથી પહેરાય છે. અરે, ૧૦-૧૧મી સદીથી લગભગ આઝાદી સુધી ભારતનું ઘણુંખરું સોનું વિદેશીઓ લૂંટી ગયા, છતાં ભારતીયો પાસે અત્યારે ૨૫,000થી ૨૭,000 ટન સોનું ઘરમાં પડ્યું છે. આજે સોનું એક ગ્રામદીઠ રૂપિયા ૯૦૦૦ની આસપાસ વેચાય છે ત્યારે પ્રશ્ન થાય છે કે સદીઓ જૂનો આપણો સુવર્ણપ્રેમ હજી કેટલો સમય ટકી રહેશે?

- રાજેશ ભાયાણી

તુજ સંગ પ્રીત લગાઈ સોના...

સુવર્ણ પ્રત્યેની ભારતીયોની પ્રીતિ યુગોથી પ્રચલિત છે. ઋગ્વેદમાં કહ્યું છે કે સૃષ્ટિનું સર્જન હિરણ્ય (સુવર્ણ) ગર્ભમાંથી થયું છે એટલે આ પ્રેમ આપણા ડીએનએમાં છે. રાજા દુષ્યંતે શકુંતલાને નિશાની માટે પોતાની વીંટી આપેલી અર્થાત્ સુવર્ણ એ કાળે પણ વિશ્વાસ અને પ્રતિબદ્ધતાનું પ્રતીક હતું. પરીક્ષિત રાજાના સોનાના મુગટમાંથી જ કળિયુગ આ જગતમાં પ્રવેશી શક્યો એમ કહ્યું છે. આમ સોનું સંસારની માયાનું પ્રતીક પણ છે.

એ.એલ. બશમે એમના પુસ્તક વન્ડર ધેટ વૉઝ ઈન્ડિયામાં લખ્યું છે કે બુદ્ધના સમય પછી ભારતીય વેપારીઓ વિદેશી ધરતી તરફ વેપાર માટે વળ્યા અને તેજાના, રેશમની નિકાસ છેક રોમ સુધી કરતા તથા બદલામાં સોનું લઈ આવતા. એક સમયે રોમનું ઘણુંખરું સોનું ભારત પગ કરી ગયું ને ત્યાં તંગી ઊભી થઈ ત્યારે રોમના તત્કાલીન શાસકે આદેશ બહાર પાડ્યો હતો કે ભારતીયોને સોનું ન આપવું!

આજે ૧૦ ગ્રામની સોનાની ચેન આશરે રૂપિયા એક લાખમાં પડે, જે મોટા ભાગના મધ્યમવર્ગી ભારતીયોની વાર્ષિક બચત જેટલી ગણાય. આઈઆઈએમ-અમદાવાદના ઈન્ડિયા ગોલ્ડ પૉલિસી સેન્ટરે કરેલા સોનાના ગ્રાહકોના સર્વેક્ષણ મુજબ સોનાનો સૌથી મોટો ગ્રાહકવર્ગ રૂપિયા બે લાખથી રૂપિયા દસ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતો મધ્યમ વર્ગ છે. સોનાની કુલ ખરીદીમાં આ વર્ગનો ૫૬ ટકાનો હિસ્સો છે. આ સર્વે ત્રણ વર્ષ પહેલાં થયો, એ પછી સોનાનો ભાવ ભારતમાં લગભગ બમણો થઈ ગયો છે, પણ ફુગાવાને કારણે બચત બહુ વધી નથી એટલે રૂપિયા ૯૦,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામના ભાવે મધ્યમ વર્ગનો સોનાની માગમાં પહેલાં જેટલો હિસ્સો જળવાઈ રહેશે કે કેમ એ પ્રશ્ન છે.

WEITERE GESCHICHTEN VON Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દીકરા માટે હજી આટલો દુરાગ્રહ કેમ?

લૈંગિક ભેદભાવ નાબૂદ કરવાની સહિયારી જવાબદારી છે શિક્ષિત સ્ત્રી-પુરુષોની... અને સમાજની.

time to read

3 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

માય નેમ ઈઝ સ્પાઈડરમૅન

time to read

1 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

અંધેર નગરી ને ગધેડા રાજા

time to read

1 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

વિલનનો ટેરર કે ટેડી બેરનો લવ?

નામમાં તે શું બન્યું છે? જો સિત્તેરના દાયકામાં આ નિયમ આવ્યો હોત તો જમ્મી, રાણા, તેજા, દ્વારા કે રાકાનું શું થાત?

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઉનાળાની રવાડી ટ્રીટઃ મેંગો ડિલાઈટ

ફળોનો રાજા કેરી ઉનાળાની ઋતુનું સૌથી સુંદર નજરાણું છે.

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પાણી નીચે છુપાયેલા યમદૂત

દરિયાઈ સુરંગ માત્ર ૧૫૦૦ ડૉલરમાં તૈયાર થતી એક સી માઈન (સમુદ્રી સુરંગ) ૨૦૦ કરોડ ડૉલરના મહાકાય જહાજને પળવારમાં ડુબાડી શકે છે. આર્થિક અને માનસિક દબાણ ઊભું કરવા માટે વપરાતી આ સુરંગનો ઈતિહાસ ૧૫મી સદીના ચીન સુધી જાય છે. આજે ઈરાન હોર્મઝની ખાડીમાં પાંચ હજાર સુરંગો હોવાનો દાવો કરે છે ત્યારે એને નષ્ટ કરવા માટે ‘માઈન સ્વીપિંગ’ની જટિલ પ્રક્રિયા કેવી છે એ પણ જાણવા જેવું છે.

time to read

6 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવું શોષણ કદાપિ સહન ન કરો...

જાણીતી આઈટી કંપની ‘ટીસીએસ’માં ઘટેલી કથિત ‘કૉર્પોરેટ જિહાદ’થી એ સવાલ ફરી ઊભો થયો છે કે કામકાજના સ્થળે મહિલાઓ કેમ હજી સુરક્ષિત નથી. ઑફિસમાં તમારી ધાર્મિક શ્રદ્ધા સામે પ્રશ્નચિહ્ન મુકાતાં હોય, તમે વારંવાર છેડતી, યૌનશોષણ, પ્રેમજાળ, બ્લેકમેઈલિંગ, ધર્માંતરણનાં દબાણનો શિકાર બનતાં હો કે પછી અન્ય પ્રકારે શોષણ થતું હોય તો અનેક પ્રકારની સંસ્થાકીય, સરકારી તેમ જ કાયદાકીય યંત્રણાની મદદ ઉપલબ્ધ છે. જરૂર છે ફક્ત તમારા અધિકારોને સ્પષ્ટ રીતે સમજી લેવાની.

time to read

4 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સામયિક નહીં, સંસ્કૃતિ-સંસ્કારસંવેદના!

યાદોના દીવડા, ઉજવણીઓનો ઉજાસ... મુંબઈ-ગુજરાતમાં અમૃત મહોત્સવનાં શ્રેણીબદ્ધ સેલિબ્રેશન સાથે ચિત્રલેખા @ ૭૬

time to read

4 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રોકાણકારોને ફસાવવા કેવા કેવા પેંતરા રચવામાં આવે છે?

શૅરબજારમાં તેજી હોય ત્યારે તો રોકાણકારોને ફસાવવાની-લૂંટવાની પ્રવૃત્તિ એક યા બીજા સ્વરૂપે ચાલતી જ હોય છે, પણ કેટલીક નાની બ્રોકરેજ-ફાઈનાન્સ કંપનીઓ બારે માસ રોકાણકારોને છેતરવાની રમત રમતી હોય છે અને આ માટે આકર્ષક ઑફરો, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કામ પર લગાડે છે. બસ, પછી શું? સીધા-સાદા રોકાણકારો એમની જાળમાં આવી જાય છે.

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શૈશવ તૈયાર કરશે બાલદોસ્ત

બાળકના ખભે હાથ મૂકી હૂંફ અને હોંકારો આપનારા મિત્રની ખોટ પૂરી કરશે આ પ્રોજેક્ટ.

time to read

3 mins

May 04, 2026

Listen

Translate

Share

-
+

Change font size