Facebook Pixel એક રિચાર્જ ઐસા ભી કર દો... | Chitralekha Gujarati – news – Lesen Sie diese Geschichte auf Magzter.com

Versuchen GOLD - Frei

એક રિચાર્જ ઐસા ભી કર દો...

Chitralekha Gujarati

|

April 22 , 2024

ગુજરાતમાં અનેક સ્થળે ઉનાળાના આરંભે જ પાણીની અછત વર્તાવા માંડી છે. આ સમસ્યાનો સચોટ ઉકેલ વરસાદી જળને ભૂગર્ભમાં ઉતારતી ‘રેઈન વૉટર હાર્વેસ્ટિંગ ઍન્ડ ગ્રાઉન્ડ વૉટર રિચાર્જ સિસ્ટમ’નો જ છે. હવે જો કે આ પદ્ધતિમાં પણ અપગ્રેડેશન થયું છે, જેથી રિચાર્જ્ડ વૉટરને પ્રદૂષણ અને હાનિકારક બૅક્ટેરિયાથી મુક્ત રાખી શકાય. સુરતમાં આ કામગીરીનાં મીઠાં ફળ મળ્યાં છે.

- અરવિંદ ગોંડલિયા (સુરત)

એક રિચાર્જ ઐસા ભી કર દો...

ગ્લૅન્ડની અતિ જાણીતી ઑક્સફર્ડ યુનિવર્સિટીના સર્વે મુજબ વિશ્વમાં વાર્ષિક ચાર ટ્રિલિયન ક્યુબિક મીટર ભૂગર્ભજળ ખેંચવામાં આવે છે, જેની સામે માણસ એક ટકો પણ વૉટર રિચાર્જ કરતો નથી. એની સામે જો પૃથ્વીની માત્ર એક ટકા જમીનને રેઈન વૉટર કૅચમેન્ટ એરિયા બનાવીએ તો ધરતીને ૩૭ ટ્રિલિયન ક્યુબિક મીટર પાણી પરત કરી શકીએ. એટલે કે વપરાશ કરતાં આઠ ગણું વધુ...

આ આંકડા આપે છે સુરતસ્થિત સોમેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટના ચીફ ઑપરેશન ઑફિસર ધવલ પંડ્યા. ૧૯૯૩માં પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર માટે શરૂ કરાયેલા આ ટ્રસ્ટે પછીનાં વર્ષોમાં વરસાદી જળને યોગ્ય પદ્ધતિથી ભૂગર્ભમાં ઉતારવાની બેનમૂન કામગીરી કરી છે.

ધવલ પંડ્યા ચિત્રલેખાને કહે છેઃ ખેડૂતોને પજવતી પાણીની સમસ્યા જોયા પછી અમારી સમગ્ર ટીમના વિચારવલોણામાંથી નવનીત નીકળ્યું: રેઈન વૉટર હાર્વેસ્ટિંગ. પાણી માટે ખેડૂતો સરકાર પર આધાર રાખવાને બદલે આત્મનિર્ભર બને એ ઉદ્દેશથી આ વિશે ચાર વર્ષ સંશોધન કર્યા બાદ વર્ષાજળના સંચય અને રિચાર્જ માટે અમે એક નવી સિસ્ટમ તૈયાર કરી.’

વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા ધાબા પરનું પાણી પાઈપથી જમીનમાં ઉતારતાં પહેલાં બીજા પાઈપમાં લગાવેલા ફિલ્ટરમાંથી પસાર કરીને એને પ્રદૂષિત તત્ત્વોથી મુક્ત કરવામાં આવે છે.

આ સિસ્ટમથી રિચાર્જ કરેલું પાણી કુદરતી રીતે જ હાનિકારક બૅક્ટેરિયા અને પ્રદૂષણથી મુક્ત થાય છે. વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમમાં ધાબા પર વરસેલાં પાણીને પાઈપ દ્વારા નીચે ઉતારીને અન્ય પાઈપમાં લગાવેલા ફિલ્ટરમાં પસાર કરીને જૈવિક અને રાસાયણિક પ્રદૂષણથી મુક્ત કરીને બોરિંગ કે ટાંકામાં ઉતારવામાં આવે છે. આ પાણી પીવાયોગ્ય બને છે. અરે, ભૂગર્ભજળ ખારું હોય તો વૉટર રિચાર્જ સિસ્ટમથી એ સમયાંતરે મીઠું થાય છે.

WEITERE GESCHICHTEN VON Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Listen

Translate

Share

-
+

Change font size