Facebook Pixel દુઃખ સુખ થા એક સબ કા, અપના હો યા બેગાના... | Chitralekha Gujarati – news – Lesen Sie diese Geschichte auf Magzter.com

Versuchen GOLD - Frei

દુઃખ સુખ થા એક સબ કા, અપના હો યા બેગાના...

Chitralekha Gujarati

|

March 11, 2024

...એક વો ભી થા જમાના, એક યે ભી હૈ જમાના... ગાનારા પંકજ ઉધાસનો ‘ચિત્રલેખા’ સાથે એક વિશિષ્ટ નાતો હતો. એક-એકથી ચડિયાતી ગઝલના ગાનારા પંકજભાઈ યાદ રહેશે એમની ગાયકી તથા સમાજોપયોગી કાર્યો માટે.

- કેતન મિસ્ત્રી (મુંબઈ)

દુઃખ સુખ થા એક સબ કા, અપના હો યા બેગાના...

૨ ૬ ફેબ્રુઆરી ને સોમવારે એક ગોઝારી ચિઠ્ઠી ઉપરવાળાની આવી અને વતન કી મિટ્ટી આયી હૈ, ચિઠ્ઠી આયી હૈ તથા જિયે તો જિયે કૈસે..ના ગાનારા ૭૨ વર્ષી પદ્મશ્રીથી સમ્માનિત પંકજ ઉધાસના જીવનસંગીતનો અંત આવ્યો. પંકજભાઈનાં પુત્રી નાયાબે ઈન્સ્ટાગ્રામ પર પિતાની વિદાયના સમાચાર આપ્યા.

પંકજભાઈ મુંબઈના જે પૉશ પેડર રોડ વિસ્તારમાં વસતા એ માર્ગ કંઈકેટલા સંગીતસિતારાનાં નિવાસસ્થાન હતાં અને છે, જેમ કે પુરુષોત્તમ ઉપાધ્યાય, કલ્યાણજી-આણંદજી, લતા મંગેશકર, મનહર ઉધાસ, વગેરે. એ પેડર રોડ પર પંકજભાઈના વિશાળ બંગલામાં એમની સાથે વિવિધ વિષય પર ગપ્પાં મારવાં એ એક લહાવો હતો. ગોષ્ઠિ દરમિયાન એમના બે શ્વાન (જર્મન શેફર્ડ અને પગ) પગ પાસે આવીને ગોઠવાઈ જતા. પંકજભાઈ હળવેકથી બન્નેને પંપાળતા ને વાતો કરતા જતા.

થોડાં વરસ પહેલાં આવી જ એક મુલાકાતમાં એમણે પોતાના વિશે કેટલીક ઓછી જાણીતી વાતો કરેલી...

જેમ કે... એક તબક્કે એ એટલા હતાશ થઈ ગયેલા કે ગઝલગાયકી જ નહીં, પણ ભારત જ છોડી દેવાનું નક્કી કરેલું. એમનો બાળપણનો ગોઠિયો ટોરન્ટો સૅટલ થયેલો. ૧૯૭૬ના એપ્રિલમાં મુંબઈના ઓળખીતા ટ્રાવેલ એજન્ટે આપેલી ઉધારીની ટિકિટ અને ખીસામાં વીસ ડૉલર નાખીને એ કેનેડા ઊડી ગયા. મહિના માટે ગયેલા, પણ દસ મહિના રહી પડ્યા. સ્વદેશગમન થયું ત્યારે એ જુદા પંકજ હતા.

જેમ કે... ૧૯૮૦ના આરંભમાં મ્યુઝિક ઈન્ડિયાના એક પ્રતિષ્ઠિત સંગીતસમારંભમાં જેમના નામના સિક્કા પડે એવા અનુપ જલોટા અને તલત અઝીઝ સાથે પહેલી વાર એમનો કાર્યક્રમ. એમનો વારો આવ્યો. પહેલી, બીજી ને ત્રીજી ગઝલ રજૂ કરવા જાય ત્યાં નીતિન મુકેશે આવીને કાનમાં કહ્યુંઃ પંકજ, તારા પિતા છેલ્લી ઘડી ગણી રહ્યા છે. જેમ-તેમ ગઝલ પૂરી કરી પંકજ પહોંચ્યા મુંબઈની ભાટિયા હૉસ્પિટલમાં, જ્યાં પિતાની કૅન્સરની ટ્રીટમેન્ટ ચાલતી હતી. પિતાએ પુત્રનો હાથ એમના હાથમાં લીધો. બન્ને વચ્ચે એક મૂક સંવાદ થયો અને...

જેમ કે... ગઝલગાયક નિર્મલ અને મનહર પછી સૌથી નાનકો દીકરો પંકજ પારસી ઍર-હૉસ્ટેસ સાથે લગ્ન કરે છે એ વાત ઉધાસપરિવારને શોક આપી ગઈ. તો સામે ઍર-હૉસ્ટેસના ઘરમાં પણ કંઈ આવો જ માહોલ હતોઃ આંય ડીકરી ફરીદા કોઈ

WEITERE GESCHICHTEN VON Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Listen

Translate

Share

-
+

Change font size