Facebook Pixel પૈસાથી ખેંચો પૈસાને.. રોકાણના ફંડા શીખવવાનો કસદાર ધંધો | Chitralekha Gujarati – news – Lesen Sie diese Geschichte auf Magzter.com

Versuchen GOLD - Frei

પૈસાથી ખેંચો પૈસાને.. રોકાણના ફંડા શીખવવાનો કસદાર ધંધો

Chitralekha Gujarati

|

August 07, 2023

આર્થિક પત્રકારત્વનો અનુભવ લીધા પછી એક યુવાને ઈન્વેસ્ટર એજ્યુકેશન માટે કંપની શરૂ કરી. વખત જતાં એની પત્નીએ કંપનીનો ઘણો બોજ પોતાના ખભા પર લઈ લીધો. મહારાષ્ટ્રીયન દંપતીના આ સાહસને રાજ્ય સરકારનો પણ સપોર્ટ મળ્યો અને લો, નાગપુરની આ કંપની ‘મની બી ઈન્સ્ટિટયૂટ પ્રાઈવેટ લિમિટેડ’ આ ક્ષેત્રની દેશની આગળ પડતી કંપની બની ગઈ. ભારતીયોની બચત કરવાની ટેવને પ્રગતિશીલ અને લાભદાયી રોકાણ તરફ દોરી જવાની શિવાની દાણી વખરેની મથામણ વિશે જાણવા જેવું છે.

- સમીર પાલેજા

પૈસાથી ખેંચો પૈસાને.. રોકાણના ફંડા શીખવવાનો કસદાર ધંધો

આજે તમે સો રૂપિયા આપીને માર્કેટમાંથી આ જે ફળ લાવો છો એટલાં જ ફળ આવતા વર્ષે સો રૂપિયામાં મળશે ખરાં?

પ્રેક્ષકો માથું ધુણાવીને ના પાડે છે એટલે વક્તા કહે છેઃ સાચી વાત, આવતા વર્ષે ઓછાં ફળ મળશે, કેમ કે મોંઘવારી તમારું પાકીટ મારી ગઈ છે.

આ વક્તા એટલે યંગ ઍન્ડ ડૅશિંગ શિવાની દાણી વખરે. શિવાની આગળ ચલાવે છે: ‘તમને યાદ હશે કે વીસ-પચ્ચીસ વર્ષ પહેલાં બૅન્ક એફડી પર પણ ૧૪-૧૪ ટકા વ્યાજ મળતું હતું. એ વખતે લાઈફસ્ટાઈલ સિમ્પલ હતી. ગેજેટ્સ અને રેસ્ટોરાંના ખર્ચા મર્યાદિત હતા એટલે મોંઘવારી કે ફુગાવાને માત કરી શકાતો હતો, પણ આજે ખર્ચ વધુ છે, વ્યાજ છ-સાત ટકા જ મળે છે અને પેન્શનની તો આશા જ નથી. તો પછી તમે કેવી રીતે આજની લાઈફસ્ટાઈલ ભવિષ્યમાં કાયમ રાખી શકશો?’

દેખીતી વાત છે કે સ્ટૉક માર્કેટ, કૉમોડિટી એક્સચેન્જ, ઈન્સ્યોરન્સ કે મ્યુચ્યુઅલ ફંડ, પેન્શન ફંડ, વગેરે જેવાં સાધનોમાં અભ્યાસપૂર્ણ રોકાણ કરવામાં આવે તો બૅન્ક એફડીથી ઘણું વધારે વળતર મળે.

શિવાની દાણી વખરે ચિત્રલેખાને કહે છેઃ ‘અમે લોકોને મોંઘવારીને નાથવાનાં સાધનોનો પરિચય કરાવીએ છીએ. ફુગાવાને મારીને સતત વધતા ખર્ચા કેવી રીતે કાઢવા એ શીખવીએ છીએ. ફાઈનાન્સિયલ માર્કેટ શું છે એ સમજાવીએ છીએ. આમ જુઓ તો આપણી શિક્ષણવ્યવસ્થામાં ફાઈનાન્સિયલ લિટરસીને સ્થાન જ મળતું નથી. તમે વિચાર કરો કે ભારતમાં યુવાનોની વસતિ વધુ છે. આપણી આ યુવાન પેઢી ત્રીસ વર્ષ પછી વૃદ્ધ થશે ત્યારે એમની સોશિયલ સિક્યોરિટીનું શું? આજે એમને નાણાકીય સાક્ષરતા નહીં આપીએ તો ૩૦ વર્ષ પછી બહુ જોખમી પરિસ્થિતિ પેદા થશે એટલે જ અમને સ્ટુડન્ટ સાથે વાત કરવાનું ગમે છે. નવી પેઢી નવી ચીજોને સહેલાઈથી સમજે છે, સ્વીકારે છે.'

WEITERE GESCHICHTEN VON Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દીકરા માટે હજી આટલો દુરાગ્રહ કેમ?

લૈંગિક ભેદભાવ નાબૂદ કરવાની સહિયારી જવાબદારી છે શિક્ષિત સ્ત્રી-પુરુષોની... અને સમાજની.

time to read

3 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

માય નેમ ઈઝ સ્પાઈડરમૅન

time to read

1 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

અંધેર નગરી ને ગધેડા રાજા

time to read

1 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

વિલનનો ટેરર કે ટેડી બેરનો લવ?

નામમાં તે શું બન્યું છે? જો સિત્તેરના દાયકામાં આ નિયમ આવ્યો હોત તો જમ્મી, રાણા, તેજા, દ્વારા કે રાકાનું શું થાત?

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઉનાળાની રવાડી ટ્રીટઃ મેંગો ડિલાઈટ

ફળોનો રાજા કેરી ઉનાળાની ઋતુનું સૌથી સુંદર નજરાણું છે.

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પાણી નીચે છુપાયેલા યમદૂત

દરિયાઈ સુરંગ માત્ર ૧૫૦૦ ડૉલરમાં તૈયાર થતી એક સી માઈન (સમુદ્રી સુરંગ) ૨૦૦ કરોડ ડૉલરના મહાકાય જહાજને પળવારમાં ડુબાડી શકે છે. આર્થિક અને માનસિક દબાણ ઊભું કરવા માટે વપરાતી આ સુરંગનો ઈતિહાસ ૧૫મી સદીના ચીન સુધી જાય છે. આજે ઈરાન હોર્મઝની ખાડીમાં પાંચ હજાર સુરંગો હોવાનો દાવો કરે છે ત્યારે એને નષ્ટ કરવા માટે ‘માઈન સ્વીપિંગ’ની જટિલ પ્રક્રિયા કેવી છે એ પણ જાણવા જેવું છે.

time to read

6 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવું શોષણ કદાપિ સહન ન કરો...

જાણીતી આઈટી કંપની ‘ટીસીએસ’માં ઘટેલી કથિત ‘કૉર્પોરેટ જિહાદ’થી એ સવાલ ફરી ઊભો થયો છે કે કામકાજના સ્થળે મહિલાઓ કેમ હજી સુરક્ષિત નથી. ઑફિસમાં તમારી ધાર્મિક શ્રદ્ધા સામે પ્રશ્નચિહ્ન મુકાતાં હોય, તમે વારંવાર છેડતી, યૌનશોષણ, પ્રેમજાળ, બ્લેકમેઈલિંગ, ધર્માંતરણનાં દબાણનો શિકાર બનતાં હો કે પછી અન્ય પ્રકારે શોષણ થતું હોય તો અનેક પ્રકારની સંસ્થાકીય, સરકારી તેમ જ કાયદાકીય યંત્રણાની મદદ ઉપલબ્ધ છે. જરૂર છે ફક્ત તમારા અધિકારોને સ્પષ્ટ રીતે સમજી લેવાની.

time to read

4 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સામયિક નહીં, સંસ્કૃતિ-સંસ્કારસંવેદના!

યાદોના દીવડા, ઉજવણીઓનો ઉજાસ... મુંબઈ-ગુજરાતમાં અમૃત મહોત્સવનાં શ્રેણીબદ્ધ સેલિબ્રેશન સાથે ચિત્રલેખા @ ૭૬

time to read

4 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રોકાણકારોને ફસાવવા કેવા કેવા પેંતરા રચવામાં આવે છે?

શૅરબજારમાં તેજી હોય ત્યારે તો રોકાણકારોને ફસાવવાની-લૂંટવાની પ્રવૃત્તિ એક યા બીજા સ્વરૂપે ચાલતી જ હોય છે, પણ કેટલીક નાની બ્રોકરેજ-ફાઈનાન્સ કંપનીઓ બારે માસ રોકાણકારોને છેતરવાની રમત રમતી હોય છે અને આ માટે આકર્ષક ઑફરો, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કામ પર લગાડે છે. બસ, પછી શું? સીધા-સાદા રોકાણકારો એમની જાળમાં આવી જાય છે.

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શૈશવ તૈયાર કરશે બાલદોસ્ત

બાળકના ખભે હાથ મૂકી હૂંફ અને હોંકારો આપનારા મિત્રની ખોટ પૂરી કરશે આ પ્રોજેક્ટ.

time to read

3 mins

May 04, 2026

Translate

Share

-
+

Change font size