Facebook Pixel જીએસટીની આવક વધુ કે કરચોરી વધુ? | Chitralekha Gujarati – news – Lesen Sie diese Geschichte auf Magzter.com

Versuchen GOLD - Frei

જીએસટીની આવક વધુ કે કરચોરી વધુ?

Chitralekha Gujarati

|

June 12, 2023

જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ)નો અમલ શરૂ થયાને સાત વરસ થયા બાદ પણ એ સ્થિર થવાને બદલે નિયમિત ગરબડ, ગોટાળા, ગેરરીતિનો ભોગ બની રહ્યો છે. જીએસટીનો લાભ લેવા કરતાં ગેરલાભ લેવાની મનોવૃત્તિ વધુ જોરથી કામ કરી રહી હોવાનું પ્રતીત થાય છે. જીએસટીની ચોરી, બનાવટી રજિસ્ટ્રેશન નંબર, ખોટી ઈનપુટ ટૅક્સ ક્રેડિટ, માલ કે સેવાની લેવડ-દેવડ વિનાનાં બોગસ ઈન્વૉઈસ અને ખોટાં વૅલ્યુએશન હજી પણ ગૂંચવણ અને વિવાદ ઊભો કરતાં રહ્યાં છે.

- જયેશ ચિતલિયા

જીએસટીની આવક વધુ કે કરચોરી વધુ?

કરચોરી સામે કડક સજાની જોવાઈ પણ ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોને હરાવી શકતી નથી.

જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ)ના કલેક્શનના આંકડા દર મહિને સરકાર જાહેર કરે છે અને એના ઊંચા કે વધતા કલેક્શનથી રાજી રાજી થઈને ઘણા એની નોંધ પણ લે છે. દર મહિને સરકાર સરેરાશ સવાથી દોઢ લાખ કરોડ રૂપિયાનું કલેક્શન આ ટૅક્સમાંથી કરે છે. હવે એક આશ્ચર્યજનક વાત કરીએ તો તમને આશ્ચર્ય થાય કે ન થાય, પણ આંચકો તો ચોક્કસ લાગશે.

વાત એમ છે કે સરકાર જેટલી રકમની દર મહિને વસૂલી કરે છે એની સામે જીએસટીની ચોરીની રકમ પણ સતત મોટી થતી હોવાના કિસ્સા બહાર આવતા જાય છે. અલબત્ત, આ તો પકડાતી કે જાહેર થતી ચોરીની વાત છે, બાકી ન પકડાતી ચોરીની રકમ શું હશે એ તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જાણે.

કમ્પ્લાયન્સની કરુણતા-કઠણાઈ

જીએસટી અમલમાં આવ્યાને સાત વરસથી વધુ સમય થઈ ગયો હોવા છતાં હજી આ કરવેરા માળખું સરળ યા સારું (ગુડ) બની શક્યું નથી એવો રંજ વ્યક્ત કરતાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શાર્દુલ શાહ ચિત્રલેખાને કહે છે કે જીએસટી આટલાં વરસો બાદ પણ ગૂંચવણભર્યો જ રહ્યો છે. એમાં સતત સમયાંતરે-મહિને, ત્રણ મહિને કમ્પ્લાયન્સનાં ધોરણોના સુધારા-વધારા આવતા રહે છે, વેપારઉદ્યોગ એને પૂરા કરવામાં જ નિચોવાઈ જાય છે. ખાસ તો નાના-મધ્યમ કક્ષાના વેપાર-ઉદ્યોગની દશા બેસી જાય છે. દેશની જુદી જુદી અદાલતોમાં જીએસટી સંબંધી અનેક વિવાદ ચાલી રહ્યા છે, જેનાં જુદાં જુદાં આદેશ-રુલિંગ આવે છે. ઘણા કેસમાં આખરે એ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચે છે. જીએસટી માટે હાલ એમ્નેસ્ટી સ્કીમ ચાલે છે, પણ લોકો બહુ આગળ આવતા નથી.

જીએસટીની એક કરુણતા કે કઠણાઈ એ પણ છે કે એનું નિલ (શૂન્ય) રિટર્ન પણ ફરજિયાત ફાઈલ કરવું પડે છે. જીએસટીના કેસોમાં કડક જોગવાઈઓને લીધે ઘણા લોકોને જેલ પણ થઈ છે. આ બાબત વેપારીવર્ગમાં ગભરાટ ઊભો કરે છે. વાસ્તવમાં જ્યાં સંભવ હોય ત્યાં સરકારે કેસો ઍટલ કરવા જોઈએ, કમ્પાઉન્ડિંગ જોગવાઈ હોવી જોઈએ. એમાં સરકારની આવક પણ વધી શકે, અન્યથા વેપાર-ઉદ્યોગવર્ગ સૌથી વધુ નિરાશા અને નિરુત્સાહ અનુભવે છે.

નાના-મધ્યમ વર્ગને અન્યાય

WEITERE GESCHICHTEN VON Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દીકરા માટે હજી આટલો દુરાગ્રહ કેમ?

લૈંગિક ભેદભાવ નાબૂદ કરવાની સહિયારી જવાબદારી છે શિક્ષિત સ્ત્રી-પુરુષોની... અને સમાજની.

time to read

3 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

માય નેમ ઈઝ સ્પાઈડરમૅન

time to read

1 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

અંધેર નગરી ને ગધેડા રાજા

time to read

1 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

વિલનનો ટેરર કે ટેડી બેરનો લવ?

નામમાં તે શું બન્યું છે? જો સિત્તેરના દાયકામાં આ નિયમ આવ્યો હોત તો જમ્મી, રાણા, તેજા, દ્વારા કે રાકાનું શું થાત?

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઉનાળાની રવાડી ટ્રીટઃ મેંગો ડિલાઈટ

ફળોનો રાજા કેરી ઉનાળાની ઋતુનું સૌથી સુંદર નજરાણું છે.

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પાણી નીચે છુપાયેલા યમદૂત

દરિયાઈ સુરંગ માત્ર ૧૫૦૦ ડૉલરમાં તૈયાર થતી એક સી માઈન (સમુદ્રી સુરંગ) ૨૦૦ કરોડ ડૉલરના મહાકાય જહાજને પળવારમાં ડુબાડી શકે છે. આર્થિક અને માનસિક દબાણ ઊભું કરવા માટે વપરાતી આ સુરંગનો ઈતિહાસ ૧૫મી સદીના ચીન સુધી જાય છે. આજે ઈરાન હોર્મઝની ખાડીમાં પાંચ હજાર સુરંગો હોવાનો દાવો કરે છે ત્યારે એને નષ્ટ કરવા માટે ‘માઈન સ્વીપિંગ’ની જટિલ પ્રક્રિયા કેવી છે એ પણ જાણવા જેવું છે.

time to read

6 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવું શોષણ કદાપિ સહન ન કરો...

જાણીતી આઈટી કંપની ‘ટીસીએસ’માં ઘટેલી કથિત ‘કૉર્પોરેટ જિહાદ’થી એ સવાલ ફરી ઊભો થયો છે કે કામકાજના સ્થળે મહિલાઓ કેમ હજી સુરક્ષિત નથી. ઑફિસમાં તમારી ધાર્મિક શ્રદ્ધા સામે પ્રશ્નચિહ્ન મુકાતાં હોય, તમે વારંવાર છેડતી, યૌનશોષણ, પ્રેમજાળ, બ્લેકમેઈલિંગ, ધર્માંતરણનાં દબાણનો શિકાર બનતાં હો કે પછી અન્ય પ્રકારે શોષણ થતું હોય તો અનેક પ્રકારની સંસ્થાકીય, સરકારી તેમ જ કાયદાકીય યંત્રણાની મદદ ઉપલબ્ધ છે. જરૂર છે ફક્ત તમારા અધિકારોને સ્પષ્ટ રીતે સમજી લેવાની.

time to read

4 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સામયિક નહીં, સંસ્કૃતિ-સંસ્કારસંવેદના!

યાદોના દીવડા, ઉજવણીઓનો ઉજાસ... મુંબઈ-ગુજરાતમાં અમૃત મહોત્સવનાં શ્રેણીબદ્ધ સેલિબ્રેશન સાથે ચિત્રલેખા @ ૭૬

time to read

4 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રોકાણકારોને ફસાવવા કેવા કેવા પેંતરા રચવામાં આવે છે?

શૅરબજારમાં તેજી હોય ત્યારે તો રોકાણકારોને ફસાવવાની-લૂંટવાની પ્રવૃત્તિ એક યા બીજા સ્વરૂપે ચાલતી જ હોય છે, પણ કેટલીક નાની બ્રોકરેજ-ફાઈનાન્સ કંપનીઓ બારે માસ રોકાણકારોને છેતરવાની રમત રમતી હોય છે અને આ માટે આકર્ષક ઑફરો, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કામ પર લગાડે છે. બસ, પછી શું? સીધા-સાદા રોકાણકારો એમની જાળમાં આવી જાય છે.

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શૈશવ તૈયાર કરશે બાલદોસ્ત

બાળકના ખભે હાથ મૂકી હૂંફ અને હોંકારો આપનારા મિત્રની ખોટ પૂરી કરશે આ પ્રોજેક્ટ.

time to read

3 mins

May 04, 2026

Translate

Share

-
+

Change font size