Versuchen GOLD - Frei
શ્રદ્ધા-આફતાબ કેસ પ્રેમ અને નફરતના મંથનમાંથી શું નીકળશે?
Chitralekha Gujarati
|December 05, 2022
લવ જિહાદ જેવું કંઈ છે જ નહીં એ સાબિત કરવાની બૌદ્ધિક કસરત ઝાડી-ઝાંખરાંથી ખાડો ઢાંકવા જેવી છે.
વિષ્ણુપુરાણ સતયુગના એક સમુદ્રમંથનની કથા માંડીને કહે છે, પણ આજે કળિયુગના સોશિયલ મિડિયામાં તો છાશવારે સમુદ્રમંથન થતું રહે છે. એમાંથી પણ વિષ અને અમૃત બન્ને નીકળે છે. દિલ્હીમાં થયેલી શ્રદ્ધા વાલકરની જઘન્ય હત્યાએ પણ સામૂહિક ચેતનાના સાગરને ખળભળાવી નાખ્યો છે.
આ મંથનમાંથી ચાર મૂળભૂત મુદ્દા સપાટી પર આવ્યા છે. (૧) ઘરેલુ હિંસા અને સ્ત્રીઓની સલામતી. (૨) લવ જિહાદ. (૩) મિડિયા, બૌદ્ધિકો અને ફિલ્મોની ભૂમિકા. (૪) પરિવાર અને સમાજની ભૂમિકા. આ ચારેય મુદ્દા અને એને લગતા પ્રશ્નો પર વિગતે વાત કરીએ એ પહેલાં આ અરેરાટી ઉપજાવતી ઘટના પર અછડતી નજર નાખી લઈએ. અછડતી એટલા માટે કે આ ચકચારી હત્યાકેસથી ભાગ્યે જ કોઈ અજાણ હશે.
આફતાબ પૂનાવાલાએ એની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વાલકરની ગૂંગળાવીને હત્યા કરી, કેમ કે એ લગ્નનું દબાણ કરતી હતી. પછી આફતાબે શ્રદ્ધાના મૃતદેહના પાંત્રીસ ટુકડા કરી ઠંડે કલેજે ફ્રિજમાં રાખ્યા. એ પછી ૧૮ દિવસ સુધી આફતાબ એ ટુકડા આસપાસનાં જંગલમાં ફેંકતો રહ્યો. છએક મહિના પછી એ પકડાયો. પોલીસને એના ફ્લૅટમાંથી ઈલેક્ટ્રિક કરવત મળી. જો કે હત્યાનો હેતુ હજી સ્પષ્ટ થયો નથી, કેમ કે આફતાબ એની છાશવારે બદલાતી ગર્લફ્રેન્ડોની જેમ પોલીસની સામે બયાનો બદલી રહ્યો છે.
આ કરપીણ હત્યાને લીધે સર્જાયેલા ભૂકંપે સામાજિક તિરાડને વધુ પહોળી કરી છે. ધ્રુવીકરણના આ જમાનામાં એક પક્ષ કહે છે કે આફતાબનું અપકૃત્ય એક મનોવિકૃત માણસનો જઘન્ય અપરાધ છે. ધર્મ સાથે એને કંઈ લેવાદેવા નથી, કેમ કે આવા ભયાનક ગુના અન્ય કોમના લોકોએ પણ કર્યા છે એટલે આ હત્યાને લવ જિહાદનું નામ આપતા લોકો સમાજમાં નફરત ફેલાવવા માગે છે. બીજા પક્ષને આફ્તાબના ઘાતકી ગાંડપણમાં એક પદ્ધતિ દેખાય છે. એનું કહેવું છે કે પ્રેમના નામે વિધર્મી કન્યાઓનું ધર્માંતરણ કરવાની જિહાદી માનસિકતા પર ઈસ્લામિસ્ટો તથા ઉદારમતવાદીઓ ઢાંકપિછોડો કરે છે, જેને કારણે હિંદુ કન્યાઓ લવ જિહાદના ખાડામાં પડતી રહે છે.
એટલી સ્પષ્ટતા કે આ કેસને કમ સે કમ અત્યારના તબક્કે તો લવ જિહાદ કહી શકાય એમ નથી, કારણ કે આફતાબનો આશય શ્રદ્ધાના ધર્માંતરણનો હતો કે નહીં એ હજી સ્પષ્ટ નથી થયું. આ સાથે એ કહેવું પણ જરૂરી છે કે કોમવાદી રંગ બન્ને પક્ષની દલીલો અને માન્યતાઓમાં ભળેલો છે. કેવી રીતે? એનો જવાબ લેખના પ્રારંભે કહેલા ચાર મુદ્દામાં જ રહેલો છે.
Diese Geschichte stammt aus der December 05, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Chitralekha Gujarati
Chitralekha Gujarati
વ્યવહાર અને વાસ્તવિકતામાં ફરક છે...
ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરવા અને એનો અમલ કરી શકવા વચ્ચે મોટું અંતર છે. નેપાળના નવા વડા પ્રધાનને સત્તા પર આવ્યાના ગણતરીના સમયમાં જ એનો અનુભવ થઈ ગયો.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
‘ચિત્રલેખા’નો એક લેખ, જેણે બદલી નાખ્યું જીવન...
તંદુરસ્તી જ સાચી મૂડી છે એ સમજાતાં બીજા જ દિવસથી એમણે બદલ્યો જીવનનો ક્રમ.
1 mins
May 18, 2026
Chitralekha Gujarati
વહાણ બનાવવું કામ છે, સમુદ્ર સર કરવો એ સ્વપ્ન છે!
કામની સફળતા, સાર્થકતા અને સંતોષમાં એ કામ કરવા પાછળના હેતુની સ્પષ્ટતા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સ્ટીવ જૉબ્સ, માર્ટિન લ્યુથર કિંગ અને સૅમ વોલ્ટન જેવા લીડર બીજા લોકોથી અલગ એટલા માટે પડે છે, કારણ કે એમણે હંમેશાં જાતને સવાલ પૂછ્યો હતોઃ ‘હું આ શા માટે કરું છું?’
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
આપણે જે રીતે વિચારીએ છીએ એ રીતે લોકો આપણને મૂલવતા હોતા નથી. એ બધા પણ પોતાની દુનિયામાં જ વ્યસ્ત હોય છે. આથી જેવા છીએ એવા-સહજ બની રહીએ.
1 min
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ કેમેરા...ટ્રાવેલ
દક્ષિણ ભારતમાં કલાકારોને ભગવાન માનવામાં આવે છે. પછી તેમને લીધે શ્રદ્ધા, ભાવના, ઉત્સુકતા એમ બધાનો સંગમ થાય છે અને તે ફિલ્મમાં જ્યાં જાય છે તે ઠેકાણે મુલાકાત લેવા માટે લોકો ઘેલા બની જાય છે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
એ ૮૦ હિપ્પોની કોલંબિયામાં કતલ થશે કે જામનગરમાં એમને જીવતદાન મળશે?
વન્યપ્રાણીની વસતિ કે એનો રંજાડ વધી જાય તો એવા જીવોને મારી નાખવામાં આવે છે. દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયાની જીવનરેખા સમી મેગડાલે નદીના પટમાં હિપ્પોપોટેમસની સંખ્યા વધીને ૨૦૦ સુધી પહોંચી જતાં હવે એને જોખમી જાહેર કરી સ્થાનિક સરકારે એમાંથી ૮૦ જેટલા હિપ્પોનો ‘નિકાલ’ કરવાનું ઠેરવ્યું છે. જો કે ગુજરાતના એક ખૂણે એમને આશ્રય મળવાની શક્યતા પણ ઊભી થઈ છે.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
એક પછી એક
છેવટ સમસ્યામાંથી સમસ્યા જ નીકળી સમજ્યો હતો હું–પૂરો થયો મામલો હવે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
દીકરા માટે હજી આટલો દુરાગ્રહ કેમ?
લૈંગિક ભેદભાવ નાબૂદ કરવાની સહિયારી જવાબદારી છે શિક્ષિત સ્ત્રી-પુરુષોની... અને સમાજની.
3 mins
May 04, 2026
Chitralekha Gujarati
મુખવાસ
માય નેમ ઈઝ સ્પાઈડરમૅન
1 mins
May 04, 2026
Chitralekha Gujarati
મુખવાસ
અંધેર નગરી ને ગધેડા રાજા
1 mins
May 04, 2026
Translate
Change font size
