ક્રિપ્ટો એક્સચેન્જનો શતમુખી વિનિપાતઃ ધણીધોરી વગરનાં ચલણોના લેનારાઓ નુકસાનીમાં
ABHIYAAN|December 10, 2022
મૂળ ભારતીય વંશના નિષાદ સિંહને નાણાકીય ખોટ ગઈ તો ભલે ગઈ. સ્થાપકોની ટોળકીમાં એ પણ હતો. સાથે-સાથે અનેક સેવાભાવી સંસ્થાઓની આશાઓ પર પાણી ફરી વળ્યું છે મહિના બે મહિના અગાઉ સ્થિતિ એવી હતી કે, ક્રિપ્ટોના કલંકિત ધંધામાં એસબીએફને એક સુરક્ષિત દીવાલ સમજવામાં આવતો હતો. એ ધંધામાં ખોટી પ્રેક્ટિસો આવવા દેશે નહીં તેમ મનાતું હતું ગઈ ૧૧મી નવેમ્બરે એફટીએક્સ, એફટીએક્સ.યુ.એસ., અલ્મેડા રિસર્ચ અને સેમની છત્રછાયા નીચેની લગભગ સો કંપનીઓએ ડેલાવરની અદાલતમાં નાદાર થવા માટેની અરજીઓ રજૂ કરી છે ક્રિપ્ટો શેનું પ્રતિનિધિત્વ કરે? માત્ર જુગાર તત્ત્વનું. એટલે તો માત્ર થોડી ટેક્નિકલ આવડત ધરાવતો યુવાન માણસ રાતોરાત અબજોપતિ બની જાય
વિનોદ પંડ્યા
ક્રિપ્ટો એક્સચેન્જનો શતમુખી વિનિપાતઃ ધણીધોરી વગરનાં ચલણોના લેનારાઓ નુકસાનીમાં

દસેક વરસ અગાઉ બિટકોઇનની શરૂઆત થયા બાદ ક્રિપ્ટોકરન્સીએ ભારે ઉપાડો લીધો હતો. હમણાંની ઘટનાઓએ પુરવાર કર્યું છે કે ક્રિપ્ટો ટ્રેડિંગ કંપનીઓ એ વૈશ્વિક જુગારના અડ્ડા સિવાય કશું નથી. બિટકોઇન્સ, બિનાન્સ, ઇથેરિયમ વગેરે ક્રિપ્ટોકરન્સીની કિંમતો એટલી હદે અને ઝડપથી વધી રહી હતી કે જેઓએ પ્રારંભમાં તેની ખરીદી કરી ન હતી, તેઓ પાછળથી તેમાં જોડાયા અને ખરીદી ફાટી નીકળી. આગને વધુ હવા મળી. મળતી ગઈ, મળતી ગઈ. વાસ્તવમાં એક મોટી ક્રિપ્ટો ટ્રેડર વસતિને એ વાતનું પાકું જ્ઞાન ન હતું કે ક્રિપ્ટો હકીકતમાં શું છે? તેઓ માનતા હતા અને હજી એક મોટો વર્ગ માને છે કે ક્રિપ્ટો એક ચલણ છે, પરંતુ ખરેખર ચલણ કેવી રીતે નક્કી થાય? તેને કોનું પીઠબળ અને વચન (ગૅરન્ટી) હોવા જોઈએ અને અર્થતંત્ર અને નાણાતંત્રમાં ચલણનું મૂલ્ય કેવી રીતે થાય? તેનું પણ પૂરતું જ્ઞાન હોતું નથી. તેઓ ક્રિપ્ટોને પણ ચલણ માની લે છે અને દુનિયાના સૌથી મોટી ટૅક્નોલૉજી કંપનીઓના માલિક એલન મસ્ક પણ આ અજ્ઞાનતામાં રાચતા હતા. એમણે બિટકોઇનના બદલામાં ટેસલા કાર વેચવા માંડી હતી. ગંભીરતા સમજાઈ ત્યારે ઉપક્રમ પડતો મૂક્યો હતો. ઘણા એક માત્ર જુગાર જ છે તેમ પાકા પાયે સમજીને ખેલી રહ્યા હતા. પરિણામે બિટકોઇન વગેરેની આંજી નાખે એવી સફળતા બાદ જગતમાં બે હજાર જેટલી ક્રિપ્ટોકરન્સી અને ક્રિપ્ટો એક્સચેન્જો શરૂ થયાં હતાં. એસબીએફની પોતાની વાસ્તવમાં આ એક કરન્સી જરૂર હતી, પણ તે ડ્રગ્સ ડિલરો, દાણચોરો, હવાલા ઓપરેટરો, સેક્સ ટ્રાફિકર્સ, જુગારીઓ અને અમરેલીના પૂર્વ પોલીસ અધિકારી જેવા અસામાજિક અને આવારા તત્ત્વો માટેની કરન્સી હતી અને હજી છે. એટલે જ તો તેમાં એવાં માનસનાં લોકો સૌથી વધુ જોડાયા હતા અને છે.

Diese Geschichte stammt aus der December 10, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der December 10, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
તસવીર કથા
ABHIYAAN

તસવીર કથા

સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
ABHIYAAN

બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...

તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
સાંપ્રત
ABHIYAAN

સાંપ્રત

ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ

time-read
8 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
અસ્મિતા કે અહંતા?
ABHIYAAN

અસ્મિતા કે અહંતા?

* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?

time-read
7 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

પ્રથમ તબક્કામાં ઓછું મતદાન શું ઇશારો કરે છે?

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કોંગ્રેસનું ઘોષણા પત્ર અને વડાપ્રધાનનું અર્થઘટન

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

સુરતની બિનહરીફ ચૂંટણી કોંગ્રેસની નિર્બળતાની પારાશીશી

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024