બે પુસ્તકની એક વાત...
Chitralekha Gujarati|October 05, 2020
બે પુસ્તકની એક વાત...
તાળાંબંધીમાં પ્રકાશિત થયેલાં રસપ્રદ પુસ્તકના લેખકો સાથે વાર્તાલાપ.
કેતન મિસ્ત્રી (મુંબઈ)

લોકડાઉનમાં ફૂટી નીકળેલી વેબ-સિરીઝની વાત બહુ થઈ, પણ વાત કરવી છે બે પુસ્તકની, જેમ કે રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર વિરલ વિષ્ણુદત્ત આચાર્યનું સેજ પબ્લિશિંગ દ્વારા પ્રકાશિત કવેસ્ટ ફોર રિસ્ટોરિંગ ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી ઈન ઈન્ડિયા તથા સૂફી સ્વરકાર ભાવિન શાસ્ત્રીનું પુસ્તક લૉકડાઉન ૨૧: મેં સે મસીહા..

પહેલાં વિરલ આચાર્ય, વિરલભાઈ હાલ બે કારણસર ચર્ચામાં છે. પહેલું તો જાણે એમનું પુસ્તક અને બીજું, આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથે મળીને એમણે રજૂ કરેલો પેપર, ભારતમાં બૅન્કિંગ રિફોર્મ્સ અથવા તો બૅન્કિંગ ક્ષેત્રે સુધારાને લગતો આ પેપર એટલા માટે મહત્ત્વનો છે, કેમ કે એ સીધો આપણને એટલે કે આમ આદમીને સ્પર્શે છે. બન્નેએ એમાં અમુક જાહેર ક્ષેત્રની બેન્કોનું ખાનગીકરણ કરવાની ભલામણ કરી છે, પણ આપણે એમની સાથે એમના પુસ્તક વિશે અને ખાસ તો બૅન્કની જેમ જ સામાન્ય માનવીને સ્પર્શતા અન્ય એક મુદ્દા વિશે વાત કરવી છે.

ભારતને આર્થિક રીતે મજબૂત કેવી રીતે બનાવવું, આર્થિક સ્થિરતા કેવી રીતે બક્ષવી એની છણાવટ એમણે પુસ્તકમાં કરી છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

October 05, 2020