મગફળીનું માર્કેટ બટરથી બૉટલ સુધી!
Chitralekha Gujarati|October 05, 2020
મગફળીનું માર્કેટ બટરથી બૉટલ સુધી!
સારા વરસાદને લીધે આ વર્ષે વિક્રમી મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ છે. ખેડૂતોની નારાજગી, કિસાન સંઘનાં નિવેદન અને સરકાર તરફથી ટેકાના ભાવે ખરીદીની ખાતરી... આ ચક્ર તો કાયમનું છે, પરંતુ માંડવી કે શિંગ જેવી સામાન્ય લાગતી વસ્તુનું પણ એક અર્થતંત્ર છે. હવે શિંગનો ‘દાણો ઘણો 'મોટો' થઈ ગયો છે.
જવલંત છાયા (રાજકોટ)

દસેક વર્ષ પહેલાં ચંડીગઢ ગયેલા એક ગુજરાતી સ્વાદપ્રેમીની નજર ફરસાણની દુકાનની બહાર મૂકવામાં આવેલા વાનગીના લિસ્ટ પર પડી. ત્યાં લખ્યું હતું. પીનટ પકોડા. નવા પ્રકારના પકોડા હશે એમ માનીને એ તો ઘૂસ્યા અંદર અને પૂછ્યું: પી-નટ પકોડા છે? ગરમ મળશે? સેલ્સમેને નિરાંતે જવાબ આપ્યોઃ સર, હૈ તો સહી, લેકિન વો ગરમ નહી મિલતે. પછી એમને ચખાડવા માટે લાવ્યા. પેલા ભાઈ જોઈને કહેઃ અરે, આ તો શિંગ ભજિયાં છે!

શિંગદાણા, માંડવી કે બોલચાલની ભાષામાં દાણા.... એની યાત્રા ખેતરથી રસોડાં સુધીની જ નથી, આપણી આ શિંગ કે મગફળી ચંડીગઢમાં પી-નટ પકોડા બની જાય છે તો ફ્લાઈટમાં ચાલીસ-પચાસ ગ્રામનાં પૅકેટમાં મળતાં રોસ્ટેડ પી-નટ પણ બને છે.

સારા ચોમાસાને લીધે મગફળીનો પાક, સરકાર દ્વારા થતી ખરીદી, વગેરે વાત અત્યારે ચર્ચામાં છે. આપણને મગફળીનું રાજકારણ સતત વાંચવાજોવા મળે છે. એનું મોટું અર્થતંત્ર છે. શિંગમાંથી ફક્ત તેલ નહીં, માખણ પણ બને છે અને એ ધૂમ વેચાય છે. ફ્લેવર્ડ શિંગ પણ સ્થાનિક બજારથી લઈને મૉલમાં મળે છે. ગુજરાત-સૌરાષ્ટ્રનો ખેડૂત પરસેવો પાડીને જે મગફળી પકાવે છે એનું આધુનિક પેકેજિંગ, માર્કેટિંગ પણ એવું જ થઈ રહ્યું છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

October 05, 2020